ચીઝ પનીર બટર મસાલા વિથ નાન (Cheese Paneer Butter masala with naan recipe In Gujarati)

Nilam Ravi Vadaliya
Nilam Ravi Vadaliya @cook_20458101

#7th recipe

ચીઝ પનીર બટર મસાલા વિથ નાન (Cheese Paneer Butter masala with naan recipe In Gujarati)

#7th recipe

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. નાન બનાવવા માટે:
  2. 2 વાટકીમેંદાનો લોટ
  3. મીઠું સ્વાદાનુસાર
  4. અડધી ચમચી બેકિંગ સોડા
  5. ૩/૪ ચમચી ઈનો પાઉડર
  6. 1 ચમચીખાંડ
  7. અડધો કપ દહી
  8. 2 ચમચીતેલ
  9. 2 ચમચીબટર
  10. જરૂર મુજબ ગરમ પાણી
  11. ચીઝ પનીર બટર મસાલા બનાવવા માટે:
  12. 2 નંગચીઝ ક્યુબ
  13. 50 ગ્રામપનીર
  14. 3 ચમચીબટર
  15. 2 નંગટામેટા
  16. 50 ગ્રામકેપ્સીકમ
  17. 2 નંગડુંગળી
  18. ૧૦થી ૧૨ કાજુ
  19. 1-1તમાલપત્ર,તજ
  20. ત્રણથી ચાર ચમચી પંજાબી સબ્જી મસાલા
  21. 2 ચમચીતેલ
  22. 2 ચમચીલાલ મરચું પાવડર
  23. 1 ચમચીધાણાજીરૂ
  24. અડધી ચમચી હળદર
  25. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ નાન બનાવવા માટે એક વાસણમાં 2 વાડકી મેંદો લઈ તેમાં એક ચમચી ખાંડ સ્વાદ અનુસાર મીઠું એક ચમચી તેલ અડધી ચમચી ખાવાનો સોડા અને ૩/૪ ચમચી એનો પાવડર ઉમેરો ત્યાર બાદ અડધો કપ દહીં ઉમેરી બરાબર મિક્ષ કરી લો. જરૂર પડે તો થોડું ગરમ પાણી ઉમેરી એકદમ સોફ્ટ રોટલી પણ નરમ એવો લોટ બાંધી લો. હવે એક ચમચી તેલ લોટ પર લગાવી બે થી ત્રણ કલાક માટે ઢાંકી મુકો.

  2. 2

    બે થી ત્રણ કલાક પછી હવે લોટ ફૂલીને ડબલ થઇ ગયો હશે. થોડુ તેલવાળો હાથ કઈ અને સરસ નરમ હાથે મસળી લેવો.

  3. 3

    હવે લોટમાંથી મીડિયમ સાઇઝનાં બોલ્સ બનાવી લેવા મેં આટલા લોટમાં થી દસ નંગ બોલ્સ બનાવ્યા. હવે લુવો લઇ પાટલી પર થોડો લોટ છાંટી અને મિડિયમ થી થોડી પાતળી નાન વણી લેવી. તમે તેનો કોઇ પણ આકાર આપી શકો છો.

  4. 4

    હવે ગેસ પર લોખંડની તવીગરમ કરવા મૂકો. વણી લીધેલી નાન હાથમાં લઇ એક સાઇડ ઉપર ફરતી બાજુ પાણી લગાવી દેવું. ખાસ એ વાતનું ધ્યાન રાખવું કે પાણી લગાવેલો ભાગ તવી પર જશે. અને સૂકો ભાગ હશે એ ઉપર રહેશે. આ રીતે નાન ને તવી પર રાખી એક મિનિટ માટે ધીમા તાપે બબલ્સ દેખાઈ ત્યાં સુધી શેકી લો ત્યારબાદ હવે ગેસની આંચ ફુલ કરી આખી તવીને ઉલટાવી અને નાન ને શેકી લેવી.

  5. 5

    હવે નાન ને એક પ્લેટમાં કાઢીને તેના ઉપર બટર લગાવી દેવું. તો તૈયાર છે સોફ્ટ પંજાબી નાન.

  6. 6

    સબજી બનાવવા માટે: સૌપ્રથમ ડુંગળી ટામેટાને લાંબી સ્લાઈસ કરી મોટા મોટા કાપી લેવા. ત્યાર બાદ એક વાસણમાં તેલ ગરમ મૂકી ડુંગળી ટામેટા અને કાજુ બે મિનિટ સુધી સાંતળી લેવા. હવે આ મિશ્રણ ઠંડુ થાય એટલે મિક્સરમાં તેની ગ્રેવી બનાવી લેવી. આમાં કોઈ પાણી એડ કરવાનું નથી.

  7. 7

    હવે એક પેનમાં બે ચમચી તેલ અને ૩ ચમચી બટર લઈ ગરમ કરો ત્યારબાદ તેમાં સુકા મસાલા તમાલપત્ર અને તજ ઉમેરો. હવે તૈયાર કરેલી ગ્રેવી ઉમેરવી. આ ગ્રેવી ને ધીમા તાપે પાંચથી દસ મિનિટ માટે સાંતળવા દો જ્યાં સુધી તેલ છૂટું પડે ત્યાં સુધી.

  8. 8

    ત્યારબાદ તેમાં કેપ્સિકમ ઉમેરી એક મિનીટ માટે સાંતળી લેવું. કેપ્સીકમ optional છે.હવે ગ્રેવી અને કેપ્સીકમ બરાબર સંતાઈ ગયા છે અને તેલ છૂટું પડી ગયું છે હવે તેમાં મસાલા કરીશું સૌપ્રથમ લાલ મરચું હળદર ધાણાજીરુ મીઠું અને પંજાબી સબ્જી મસાલા ઉમેરીશું. અડધી મિનિટ માટે મસાલાને બરાબર મિક્સ થવા દેવું.

  9. 9

    હવે લાસ્ટ માં તે માં પનીર અને ચીઝ ના ટુકડા ઉમેરવા. એક મિનિટ માટે ચીઝ અને પનીર મસાલા મિક્સ થઈ જાય ત્યાં સુધી ચડવા દેવું. ત્યારબાદ ગેસ ની flame બંધ કરી સર્વિંગ બાઉલ લઇ તેમાં સબ્જી ઉમેરી ચીઝ અને કોથમીરથી ગાર્નિશ કરો. તો તૈયાર છે ચીઝ પનીર બટર મસાલા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nilam Ravi Vadaliya
Nilam Ravi Vadaliya @cook_20458101
પર

Similar Recipes