આલુ સમોસા (aalu samosa recipe in gujarati)

Dhara Patoliya
Dhara Patoliya @cook_23330745
Rajkot
શેર કરો

ઘટકો

45મિનિટ
3serving
  1. 4-5બાફેલા બટેકા
  2. 1કેપ્સિકમ
  3. 2-3કાંદા
  4. 1/2 કપ બાફેલા વટાણા
  5. 1 ચમચીઆદું
  6. 1લીલું મરચું
  7. 1/2 ચમચીજીરું
  8. ચપટીહિંગ
  9. હળદર, લાલ મરચું પાઉડર, ધાણાજીરું પાઉડર
  10. 1 ચમચીચાટ મસાલો
  11. 1 ચમચીગરમ મસાલો
  12. 1લીંબુ
  13. 1/2 ચમચીખાંડ
  14. સ્વાદ મુજબ નમક
  15. તેલ
  16. 250 ગ્રામમેંદો
  17. 1 ચમચીઅજમો
  18. 3 ચમચીમોણ માટે તેલ

રાંધવાની સૂચનાઓ

45મિનિટ
  1. 1

    સૌપ્રથમ મેંદાના લોટ માં નમક, અજમો ને તેલ નાખી લોટને હાથેથી મિક્સ કરી લો પછી મુઠ્ઠી વળે એવી રીતે મોણ દેવાય જાય પછી પાણીથી લોટ બાંધવો થોડું થોડું નાખી લોટ કડક બાંધવો પછી ભીના કપડાથી કવર કરી 20મિનિટ ઢાંકી ને મૂકી દેવો.

  2. 2

    હવે કાંદા, કેપ્સિકમ, આદું, મરચું ને વટાણા બધું તૈયાર કરવું પછી એક કડાઈમાં તેલ મુકો, તેલ આવી જાય એટલે જીરું ને આદું નાખો પછી હિંગ નાખવી સહેજ સાંતળવું, તેમાં કાંદા નાખી ગુલાબી કલરના સાંતળવા, પછી કેપ્સિકમ નાખી થોડીવાર ચડવા દેવું, હવે બાફેલા વટાણા નાખવા, હળદર, લાલ મરચું પાઉડર, ધાણાજીરું, ચાટ મસાલો, ગરમ મસાલો, લીંબુનો રસ ને ચપટી ખાંડ નાખી હલાવી બધું 2 મિનિટ ચડવા દેવું,પછી બાફેલા બટેકા મેસ કરી તેમાં નાખી બરાબર મિક્સ કરી સ્વાદ મુજબ નમક નાખી હલાવવુ આ રીતે સ્ટફિંગ તૈયાર કરવું.

  3. 3

    હવે રેસ્ટ માટે મુકેલ લોટ ને કપડું ઉંચકાવી નાખો, પછી એ લોટ ને હાથે થી 5-6મિનિટ મસળી નાખો એટલે લોટ માં લચક આવી જાય ત્યાં સુધી મસળવો.

  4. 4

    હવે લોટનું લુંવું લઈ આછી પાતળી ને લાંબી રોટલી વણવી તેની વચ્ચે થી કાપો કરવો ને ફરતી કિનારીયે પાણી અથવા મેંદાની સ્લરી લગાડવી જેથી કરી તળવામાં સમોસા ખુલી નહિ, હવે કાપેલ વચ્ચે વાળો ભાગ છે તે બાજુ સાઈડ ના બંને છેડા ભેગા કરી હળવે હાથે દબાવી પેક કરવું એટલે ત્રિશંકુ જેવું બની જાશે પછી અંદરના ભાગમાં સ્ટફિંગ ભરવું ને સામ સામેના પડ ને ભેગા કરી સમોસું પેક કરવું ત્રિકોણ આકારનું બની જાશે આવી રીતે બધા જ સમોસા બનાવવા કડાઈમાં તેલ મૂકી ધીમી આંચ પર સમોસા તળી લેવા થોડા બ્રાઉન કલરના થવા દેવા.

  5. 5

    આવી રીતે બધાજ સમોસા તૈયાર કરવા ને સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરવા, મે અહીંયા આમચૂર પાવડરની ચટણી સાથે સર્વ કર્યા છે તમે તેને ટોમેટો કેચપ સાથે પણ સર્વ કરી શકો છો, તો તૈયાર આલુ સમોસા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dhara Patoliya
Dhara Patoliya @cook_23330745
પર
Rajkot

ટિપ્પણીઓ (17)

Similar Recipes