ઈડલી સાંભાર(idli sambhar recipe in gujarati)

Rupal Gandhi
Rupal Gandhi @cook_16100355

#સાઉથ
ઈડલી સાંભાર એ સાઉથ ની વાનગી છે. પણ મારા ઘેર સરગવો ઓછો પસંદ હોઇ મે સાંભાર ને સરગવા ની શીંગ વગર બનાવ્યો છે. પણ તે છતાં પણ સાંભાર સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે જેથી મે એની રેસીપી તમારી સાથે શેર કરી છે.

ઈડલી સાંભાર(idli sambhar recipe in gujarati)

#સાઉથ
ઈડલી સાંભાર એ સાઉથ ની વાનગી છે. પણ મારા ઘેર સરગવો ઓછો પસંદ હોઇ મે સાંભાર ને સરગવા ની શીંગ વગર બનાવ્યો છે. પણ તે છતાં પણ સાંભાર સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે જેથી મે એની રેસીપી તમારી સાથે શેર કરી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
૪ વ્યકિત
  1. ૧ કપ- તુવેર દાળ
  2. ૧ નંગ- ડુંગળી
  3. ૧ નંગ- ટમેટું
  4. ૧ નંગ- લીંબુ નો રસ
  5. ૧ ચમચી- હળદર
  6. ૨ ચમચી- લાલ મરચું
  7. ૩ ચમચી- સાંભાર મસાલો
  8. ૧/૨ ચમચી- હિંગ
  9. ૭-૮ નંગ- લીમડા ના પાન
  10. ૧ નંગ- સૂકું લાલ મરચું
  11. ૧ ચમચી- રાઈ
  12. ૧ ચમચી- જીરૂ
  13. ૪ ચમચી- તેલ
  14. સ્વાદ મુજબ મીઠું
  15. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ તુવેર દાળ ને એક કલાક પાણી માં પલાળી કૂકર માં ૪ સીટી એ બાફી લેવી ને બ્લેન્ડર ની મદદ થી એક રસ કરી લેવી. હવે ડુંગળી અને ટમેટું ઝીણું સમારી લેવા. પછી તેમાં હળદર, લાલ મરચું, સાંભાર મસાલો ને હિંગ નાખી હલાવી લેવું.

  2. 2

    હવે એક કઢાઈ માં તેલ ગરમ થાય એટલે તેમાં સૂકું લાલ મરચું, રાઈ, જીરૂ અને લીમડા ના પાન નાખી દેવા પછી તેમાં ડુંગળી - ટામેટાં વાળું મિશ્રણ ઉમેરી બરાબર શેકી લેવું.

  3. 3

    હવે આ શેકાયેલા મસાલા ને દાળ માં ઉમેરી દેવો. પછી દાળ માં જરૂર મુજબ મીઠું, લીંબુ અને પાણી ઉમેરી થોડું ઉકાળી લેવું. હવે સાંભાર તૈયાર છે.તેને ઈડલી,વડા અથવા ઢોસા સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rupal Gandhi
Rupal Gandhi @cook_16100355
પર

Similar Recipes