રાઈસ વેજી પેનકેક (Rice Veg Pan Cake Recipe In Gujarati)

NIRAV CHOTALIA
NIRAV CHOTALIA @NiravChotalia007
NAVSARI
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 2 કપચોખાનો લોટ
  2. 1 કપદહીં
  3. 2 કપપાણી
  4. 1બાફેલું બટેકુ
  5. 1કેસરી ગાજર
  6. 1કેપ્સિકમ મરચું લીલું
  7. 1ટામેટું
  8. 2લીલા મરચા
  9. 1 ચમચી વાટેલા આદું મરચા
  10. 50 ગ્રામધાણા
  11. 1ડુંગળી (કાંદો)
  12. 1 ટેબલ સ્પૂનચીલી ફ્લેક્સ
  13. 1/2 ટેબલ ચમચી જીરા પાઉડર
  14. 1 ટી સ્પૂનઆખું જીરું
  15. 1/2 ટી ચમચી હીંગ
  16. 1/4 ટી સ્પૂનખાવાનો સોડા
  17. સ્વાદાનુસાર મીઠું

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    રાઈસ વેજી પેનકેક બનાવવા।..
    સૌ પ્રથમ એક બાઉલ માં 2 કપ ચોખા નો લોટ લો...
    તેમાં એક કપ દહીં ઉમેરો...
    તેમજ બે કપ પાણી ઉમેરી બરોબર મીક્ષ કરો.

  2. 2

    હવે બીજી બાજુ ચોખાના બેટર માં
    નાખવા માટેના વેજિટેબલ અને મસાલા ઓ ની તૈયારી કરો.
    આ માટે 1 બાફેલા બટેકાને છીણી નાખો
    અને એક બાઉલ માં રેડી કરો..
    આ ઉપરાંત ચિત્ર માં બતાવ્યા પ્રમાણે...
    1 કેસરી ગાજર
    1કેપ્સિકમ
    1ટામેટું
    1ડુંગળી (કાંદો) જીણો કાપી રેડી કરો...
    તેમજ સ્વાદ પ્રમાણે વાટેલ આદુ મરચા
    તેમજ 50 ગ્રામ લીલા ધાણા જીણા સમારી રેડી કરો.
    તેમજ ફ્લેવર માટે બે મીડીયમ તીખા મરચા
    જીણા રીંગ શેપ માં કાપીને રેડી કરો.

  3. 3

    હવે ચિત્ર માં બતાવ્યા પ્રમાણે...
    1 ટેબલ ચમચી ચીલી ફ્લેક્સ
    1/2ટેબલ ચમચી જીરા પાઉડર
    1 ટી ચમચી આખું જીરું
    1/2ટી ચમચી હીંગ
    1/4 ટી ચમચી ખાવાનો સોડા
    તેમજ મીઠું સ્વાદ પ્રમાણે રેડી રાખો.

  4. 4

    હવે અગાઉ બનાવેલ...
    ચોખા દહીં ના બેટર માં
    જીણા સમારેલા દરેક વેજિટેબલ
    તેમજ રેડી કરેલા મસાલા મીક્ષ કરો.

  5. 5

    બધી સામગ્રીને ખૂબજ સારી રીતે મીક્ષ કરો...
    તેમજ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો...
    તેમજ સારી રીતે મીક્ષ થઈ ગયા બાદ
    સ્વાદ બરોબર છે કે નહિ તે ચાખી લેવું.

  6. 6

    હવે એક પેન ને ગરમ કરી
    તેમાં થોડું તેલ રેડી કોટીંગ કરો
    ત્યાર બાદ ગેસ ની ફ્લેમ ધીમી રાખી
    બનાવેલું બેટર પેન માં રેડી સરસ રીતે ગોળ આકાર માં ફેલાવો
    જરૂર પ્રમાણે ગેસ ની ફ્લેમ વધારી ઘટાડી ને
    બન્ને તરફ ની સપાટી થોડું તેલ મૂકીને સેકી લેવી...

  7. 7

    તો તૈયાર છે આપણી ખુબજ ટેસ્ટી વાનગી
    રાઈસ વેજી પેનકેક....
    જે પચવામાં ખૂબજ હળવી અને દરેક ઉંમરની વ્યક્તિ ખાય શકે એવી હેલ્થી છે.
    જેને ચટણી કે ટામેટા ના સોસ સાથે ખાવાથી ખુબજ ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
NIRAV CHOTALIA
NIRAV CHOTALIA @NiravChotalia007
પર
NAVSARI

Similar Recipes