ગુજરાતી ચંપાકલી ગાંઠિયા (Chmpakali gathiya recipe in Gujarati)

Rinku Bhut
Rinku Bhut @cook_25770838

# ચંપાકલી ગાંઠિયા
ગુજરાતી લોકો ગાંઠિયા ના ખુબ શોખીન હોય છે મારા ઘર માં પણ ગાંઠિયા બધા ના ખુબ જ ફેવરીટ છે દર અઠવાડિયે એક વખત ગાંઠિયા બને છે દર વખતે જુદા - જુદા ગાંઠિયા બનાવુ છુ તો હુ ચંપાકલી ગાંઠિયા ની રેસીપી સેર કરુ છુ

ગુજરાતી ચંપાકલી ગાંઠિયા (Chmpakali gathiya recipe in Gujarati)

# ચંપાકલી ગાંઠિયા
ગુજરાતી લોકો ગાંઠિયા ના ખુબ શોખીન હોય છે મારા ઘર માં પણ ગાંઠિયા બધા ના ખુબ જ ફેવરીટ છે દર અઠવાડિયે એક વખત ગાંઠિયા બને છે દર વખતે જુદા - જુદા ગાંઠિયા બનાવુ છુ તો હુ ચંપાકલી ગાંઠિયા ની રેસીપી સેર કરુ છુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મીનીટ
૬-૭ વ્યક્તિ માટે
  1. ૫૦૦ ગ્રામ ચણાનો લોટ
  2. ૧/૨ ચમચીગાંઠિયા નો સોડા (સ્ટીલ ની ચમચી નુ માપ લેવુ)
  3. ૧/૩ કપતેલ
  4. ૧ ચમચીઅજમો
  5. ૧ ચમચીમરી નો અધકચરો પાઉડર
  6. ૧ ચમચીહિંગ
  7. ૧/૨ કપપાણી(સોડા અને મીઠું મિક્સ કરવા)
  8. જરુર મુજબ વધારે પાણી લેવુ
  9. મીઠું સ્વાદાનુસાર૧/૨ ચમચી થી વધારે લેવાનું
  10. તળવા માટે તેલ જરૂર મુજબ
  11. સર્વ કરવા બટેટાની ટીપ્સ, ગાજર નો સંભારો ને તળેલા મરચાં ને ગરમ ગરમ ચા

રાંધવાની સૂચનાઓ

૪૦ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ તો લોટ ને એક મોટા વાસણમાં ચાળી લો (કાથરોટ હોય તો તે જ લેવી) સોડા અને મીઠું બન્ને ને ૧/૨ કપ પાણી માં મીક્સ કરો

  2. 2

    ત્યાર બાદ લોટ મા મરી પાઉડર, અજમો,હિંગઅને તેલ નાખો ને બરાબર બધુ મીક્સ કરો પછી તેમા સોડા અને મીઠા વાળુ પાણી નાખીને બરાબર મિક્સ કરો ને જરુર મુજબ પાણી નાખીને લોટ બાંધી લો લોટ ને ઢીલો રાખવાનો છે તેને મસળી લો

  3. 3

    ત્યાર બાદ ગેસ ચાલુ કરી તેનાપર પર તળવા માટે કડાઈ લો (ગુજરાતી ધર માં બકડીયુ હોય છે તો તેજ લેવુ) મે બકડીયુ લીધુ છે હુ હંમેશા ગાંઠિયા તેમાં જ બનાવુ છુ તેમાં તળવા માટે તેલ નાખો તેલ ગરમ થાય એટલે તેની ઉપર ગાંઠિયા નો જારો રાખો

  4. 4

    લોટ માં થી થોડો લોટ લેતા જવાનું ને તેને પાણી વાળો હાથ કરી મસળી ને પાછો પાણી વાળો હાથ કરી તેને જારા પર રાખી ને હથેળી ના પાછળ ના ભાગે થી લોટ ને હળવા હાથે ઘસીને ગાંઠિયા પાડી લો ગાંઠિયા પડી જાય એટલે ફરી થોડો પાણી વાળો હાથ કરી ને ઘસી લેવુ જેથી ગાંઠિયા બરાબર તેલ માં પડી જાય ને પછી જારા ને થોડો થપાડી લઈ લેવો આ જ રીતે ગાંઠિયા પાડવા

  5. 5

    ગાંઠિયા યા ને એક બાજુ ચડવા દો તે પછી તેને હળવેથી બીજી બાજુ ફેરવીને તળી લો ગેસ નો તાપ મીડીયમ રાખવો ગાંઠિયા બની જાય એટલે ગાજર ના સંભારા ને બટેટા ની ચીપ્સ ને તળેલા મરચા ને ગરમ ગરમ ચા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rinku Bhut
Rinku Bhut @cook_25770838
પર

Similar Recipes