ફણસી ઢોકળી નું શાક (French beans Dhokali Recipe in Gujarati)

Deepa Shah
Deepa Shah @cook_26309641

ફણસી ઢોકળી નું શાક (French beans Dhokali Recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 150 ગ્રામફણસી
  2. 1 કપચણાનો લોટ
  3. 1 1/2 ટી સ્પૂનલાલ મરચું
  4. 1/4 ટી સ્પૂનહળદર
  5. 1 ટીસ્પૂનધાણાજીરું
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. 1/4 ટી સ્પૂનહિંગ
  8. 1/2 ટી સ્પૂનખાંડ
  9. 1 ટીસ્પૂનલીંબુનો રસ
  10. 1 ચપટીખાવાનો સોડા
  11. કોથમીર
  12. 1 નાની વાટકીતેલ
  13. 3-4 કપપાણી

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ફણસીને ઝીણી સુધારી લેવી.

  2. 2

    એક વાસણમાં તેલ મૂકી એ ગરમ થાય એટલે એમાં ફણસી નાખી તેમાં થોડા હળદર, મરચું, મીઠું અને ધાણાજીરું ઉમેરવા.

  3. 3

    ચણાના લોટમાં મીઠું, મરચું, ધાણાજીરૂ, હળદર, ખાંડ, લીંબુનો રસ, 1 ચમચી તેલ, ખાવાનો સોડા, કોથમીર ઉમેરી જરા પાણી ઉમેરી થોડા કઠણ બાંધેલા લોટ જેવું મિક્સ કરવું. અને નાની-નાની થેપલી જેવી ઢોકળી વાળી લેવી

  4. 4

    વઘારેલી ફણસી મા બધુ પાણી ઉમેરી ઉકળવા દેવું. પાણી ઉકળવા માંડે એટલે એમાં બધી થેપલી વારાફરતી ઉમેરી દેવી.

  5. 5

    થોડીક વાર ફાસ્ટ ગેસે અને થોડીક વાર ધીમાં ગેસે ફણસી અને ઢોકળી ને પાકવા દેવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deepa Shah
Deepa Shah @cook_26309641
પર

ટિપ્પણીઓ

Similar Recipes