શેર કરો

ઘટકો

45મિનિટ
4 સર્વિંગ્સ
  1. 250 ગ્રામઅળવી પાન
  2. 2 કપબેસન
  3. દોઢ ચમચી મરચું
  4. મીઠું સ્વાદ પ્રમાણે
  5. પા ચમચી હળદર દ
  6. અડધી ચમચી ગરમ મસાલો
  7. 1 કપગોળ આમલીની ચટણી
  8. વઘાર માટે
  9. ત્રણ ચમચી તેલ
  10. રાઈ
  11. તલ
  12. નાળિયેર ખમણ

રાંધવાની સૂચનાઓ

45મિનિટ
  1. 1

    સૌ પહેલા અળવીના પાન ધોઈ લેવા પછી સારી રીતે લૂંછી લેવા ને પાછળની બાજુ જાડી નસો નીકાળી લેવી

  2. 2

    બેસનમાં બધો મસાલો કરી થિક પેસ્ટ તૈયાર કરવીતેમાં ચપટી ખારો નાખો હલાવી દેવી

  3. 3

    અળવીના પાનની પાછળની બાજુ પેસ્ટ પાથરી દેવી એવી રીતે એક બેં પાન ગોઠવીએ બધી બાજુથી ફોલ્ડ કરતાં જવું ને પેસ્ટ લગાડતા જોવું

  4. 4

    ઢોકળીયામાં પાણી મૂકી ઉપર કાણાવાળી પ્લેટમૂકી તેલ લગાવી રોલ બધા મૂકી 20 થી 25 મિનિટ માટે થવા દેવું ચડી જાય પછી થોડીવાર ઠંડુ થવા દેવું કાપા પાડવા

  5. 5

    કઢાઈ માં તેલ મૂકી રઈ અને તલનો વઘાર કરવો ને પાત્રા એમાં એડ કરવા ઉપરથી નાળિયેરનું ખમણ નાખી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
jigna shah
jigna shah @jigna_2701
પર

Similar Recipes