લીંબુ મસાલા વાળી ચણાની દાળ (LImbu Masala Chana Dal Recipe In Gujarati)

mitesh panchal
mitesh panchal @mitesh_1469

દાળ નું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે અને એમાં પણ કાચી કેરી ઉમેરી હોય તો સ્વાદ કંઈક અલગ હોય છે આમ તો આપણે મુંબઇ જતા કે વડોદરા જતા કોઈ મેમુ ટ્રેનમાં બેઠા હોઈએ ત્યારે બુમ સાંભળતા હોય છે કે ચણાની દાળ આવી ચણાની દાળ અથવા તો દાળ આવી ભાઈ દાળ તો દાળ નું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે ને મિત્રો આવી જ હું રેસિપી લઈને આવ્યો છું જે મેં ખંભાતમાં ખાધેલી છે અને ટેસ્ટ તેનો બહુ જ અલગ હોય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 100 ગ્રામચણાની દાળ
  2. 1નાની જીણી સમારેલી કાચી કેરી
  3. 1નાની જીણી ડુંગળી સમારેલી
  4. 1નાનું જીણું સમારેલું ટામેટું
  5. સ્વાદાનુસાર મીઠું
  6. 2 ચમચીચાટ મસાલો
  7. 1 ચમચીલીંબુ નો રસ
  8. 2 નંગજીણા સમારેલા લીલા મરચાં
  9. જરૂર મુજબ લીલા ધાણા
  10. 4 ચમચીલસણ ની ચટણી

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    એક બાઉલ ના અંદર ચણાની દાળ અને કાચી કેરી ઉમેરો ત્યારબાદ તેના અંદર ઝીણા સમારેલા ટામેટા ડુંગળી ઉમેરો

  2. 2

    ત્યારબાદ તેના અંદર સ્વાદ પ્રમાણે મીઠું લીલા મરચાં ચાટ મસાલો લીંબુનો રસ લસણની ચટણી ઉમેરી બરાબર મિક્સ કરો અને ઉપરથી લીલા ધાણા ઉમેરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
mitesh panchal
mitesh panchal @mitesh_1469
પર

Similar Recipes