વર્કી પુરી (Verki puri recipe in Gujarati)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#શ્રાવણ
#ff3
#week3
#cookpadgujarati
તહેવાર એટલે મીઠાઇ અને ફરસાણની મોસમ. તહેવારો આવે એટલે અવનવી મીઠાઈઓ અને ફરસાણ તો લગભગ બધાના ઘરમાં બનતા જ હોય છે. સાતમ-આઠમમાં અમારા ઘરમાં અવનવા ફરસાણ બને. આ વખતે મેં વર્કી પુરી બનાવી છે. જેના એકદમ ક્રિસ્પી પળ ને લીધે આ પૂરી ખાવાની ખૂબ જ મજા આવે છે. અમારા ઘરમાં નાના મોટા બધાને આ પુરી ખૂબ જ ભાવે છે. તો ચાલો જોઈએ આ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ પુરી કઈ રીતે બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
15 પુરી માટે
  1. 1 કપમેંદો
  2. 1/4 કપરવો
  3. 1 Tspમરી પાવડર
  4. 1 Tspજીરુ પાવડર
  5. 1 Tspઅજમો
  6. સ્વાદ અનુસારમીઠું
  7. 2 Tbspધી
  8. તળવા માટે તેલ
  9. પેસ્ટ બનાવવા માટે:
  10. 1.5 Tbspપીગળેલું ધી
  11. 2 Tbspચોખાનો લોટ

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    પેસ્ટ બનાવવા માટે એક બાઉલમાં ચોખાનો લોટ લઇ તેમાં પીગળેલું ઘી ઉમેરી બરાબર રીતે મિક્સ કરી તેને સાઈડ પર રાખી દેવાનું છે.

  2. 2

    એક મોટા વાસણમાં મેંદાનો લોટ લઇ તેમાં રવો ઉમેરી તેમાં મરી પાવડર, જીરુ પાવડર, અજમો, સ્વાદ અનુસાર મીઠું અને મોણ માટે નું ધી ઉમેરવાનું છે. હાથથી બધું બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે.

  3. 3

    હવે તેમાં થોડું થોડું પાણી ઉમેરી મીડીયમ સોફ્ટ લોટ બાંધવાનો છે. અને તેને ઢાંકીને ૧૫ થી ૨૦ મિનીટ માટે સાઈડ પર રાખી દેવાનો છે.

  4. 4

    લોટના એકસરખા 5 ભાગ કરી તેમાંથી પાતળા રોટલી જેવા 5 પળ વણી લેવાના છે.

  5. 5

    હવે પહેલા એક પળ લઈ તેના પર તૈયાર કરેલી પેસ્ટ એક્સરખી લગાવી દેવાની છે તેના પર બીજું પળ મૂકી તેના પર પણ આ જ રીતે પેસ્ટ લગાવવાની છે અને તે રીતે પાંચેય પળ એકબીજા પર લગાવવાના છે. ત્યારબાદ તેનો એક ટાઈટ રોલ વાળી લેવાનો છે.

  6. 6

    ચપ્પુ વડે આ રોલના એકસરખા 15 ભાગ કરી લેવાના છે. આ ભાગને ફ્લેટ મૂકી તેને હાથથી થોડો પ્રેસ કરી અને પછી પૂરી જેવુ વણી લેવાનું છે.

  7. 7

    એક કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં આ પુરીઓને પહેલા હાઇ ફ્લેમ પર અને પછી મીડીયમ ફ્લેમ પર તળી લેવાની છે.

  8. 8

    જેથી આપણી વર્કી પુરી તળાઈને તૈયાર થઈ જશે.

  9. 9
  10. 10
  11. 11
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર
Rajkot

Similar Recipes