રજવાડી ખીચડી અને કઢી (Rajwadi Khichdi Kadhi Recipe In Gujarati)

sonal hitesh panchal
sonal hitesh panchal @sonal07

#TT1
ખીચડી કઢીએ ગુજરાતની અને ગુજરાતીઓની ફેમસ વાનગી છે જે દરેક ઘરમાં બનતી જ હોય છે અને એક હળવા મિલ તરીકે પણ લઇ શકાય છે કોઈ સારા પ્રસંગો માં રજવાડી ખીચડી શાકભાજી અને ડ્રાય ફ્રુટ્સ ના કોમ્બિનેશન સાથે બનાવવામાં આવે છે જે સ્વાદમાં એ ખરેખર ખૂબ જ ટેસ્ટી લાગે છે

રજવાડી ખીચડી અને કઢી (Rajwadi Khichdi Kadhi Recipe In Gujarati)

#TT1
ખીચડી કઢીએ ગુજરાતની અને ગુજરાતીઓની ફેમસ વાનગી છે જે દરેક ઘરમાં બનતી જ હોય છે અને એક હળવા મિલ તરીકે પણ લઇ શકાય છે કોઈ સારા પ્રસંગો માં રજવાડી ખીચડી શાકભાજી અને ડ્રાય ફ્રુટ્સ ના કોમ્બિનેશન સાથે બનાવવામાં આવે છે જે સ્વાદમાં એ ખરેખર ખૂબ જ ટેસ્ટી લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મીનીટ
4 લોકો માટે
  1. 2 વાટકીખીચડી ના ચોખા
  2. 1/2;વાટકી તુવેર ની દાળ
  3. 3/4 કપમગની મોગર દાળ
  4. 1 બટાકુ
  5. 2મીડીયમ સાઇઝ ની ડુંગળી
  6. 50ગ્રામ ફણસી
  7. 1ગાજર
  8. 1 કેપ્સીકમ
  9. 50ગ્રામ વટાણા
  10. 1 ચમચીરાઈ
  11. 1/2 ચમચીજીરું
  12. 3-4લવીંગ
  13. ચપટીહીંગ
  14. 2 ચમચી કાશ્મીરી મરચુ
  15. 1/2 ચમચીહળદર
  16. 1/2 ચમચીગરમ મસાલો
  17. 2 ચમચીકાજુ ના ટુકડા
  18. 1 ચમચીકીશ્મીશ
  19. 2 ચમચીતેલ (વઘાર માટે)
  20. 2 ચમચીઘી(વઘાર માટે)
  21. 2 ચમચીઘી (ખીચડી ચડી જાય ત્યારે છેલ્લે ઉમેરવુ)
  22. કોથમીર ગારનીશ કરવા માટે
  23. કઢી માટે સામગ્રી:
  24. 400 ગ્રામદહીં
  25. 3-4 ચમચીચણા નો લોટ
  26. 1 ચમચીઆદુ મરચાં ની પેસ્ટ
  27. 2ચમચી ઘી (વઘાર માટે)
  28. 1/2 ચમચીરાઈ
  29. 1/2 ચમચીજીરું
  30. 2આખા લાલ મરચાં
  31. 2લવીંગ
  32. 1તજ
  33. ચપટીહીંગ
  34. મીઠો લીમડો
  35. કોથમીર ગારનીશ કરવા માટે

રાંધવાની સૂચનાઓ

20 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ ચોખા,મગની મોગર દાળ અને તુવેરની દાળને ધોઈને પાણીમાં દસ મિનિટ પલાળી રાખો

  2. 2

    ડુંગળી, બટાકા,ફણસી, ગાજર,કેપ્સીકમ અને (અન્ય કોઈ પણ શાકભાજી તમારે નાખવા હોય ખીચડીમાં તે સમારી લો)વટાણા પણ ફોલો

  3. 3

    કુકરમા બે ચમચી ઘી અને બે ચમચી તેલ લો અને તેમાં રાઈ,જીરું, હિંગ,તમાલપત્ર,લવિંગ,બાદિયા,મોટુ એલચો,આખા લાલ મરચાં ઉમેરો પછી તેમાં પલાળેલા ચોખા અને દાળ ઉમેરો તેમાં ડુંગળી,બટાકા ઉમેરો તેમાં મીઠું અને હળદર ઉમેરી જરૂરી પાણી ઉમેરી બે સીટી વગાડી લો

  4. 4

    બે સીટી વાગ્યા પછી કૂકરના ઢાંકણ ખોલી તેમાં સમારેલા પણ ફણસી, ગાજર,કેપ્સીકમ,વટાણા ઉમેરો, જરૂર લાગે તો થોડું પાણી ઉમેરો તેમાં કાશ્મીરી લાલ મરચું,ગરમ મસાલો ઉમેરો અને ઢાંકણ ઢાંકી પાંચ મિનિટ ચડવા દો (સીટી વગાડવાની નથી કૂકરના ઢાંકણ માંથી સીટી કાઢી લેવી)

  5. 5

    પછી પાંચ મિનિટ પરથી ઢાંકણ ખોલીને જોવું અને તેમાં કાજુના ટુકડા અને 2ચમચી ઘી ઉમેરો કિસમિસ પણ ઉમેરી શકાય અને કોથમીર ઉમેરી ખીચડી ચડી જાય એટલે ગેસ બંધ કરી તને કળી સાથે સર્વ કરો

  6. 6

    કળી માટે દહીંમાં ચણાનો લોટ ઉમેરી પાણી ઉમેરી બ્લેન્ડર થી મિક્ષ કરી કઢી નુ મિશ્રણ તૈયાર કરી લો, આદુ -મરચાની પેસ્ટ બનાવી લેવી

  7. 7

    એક કડાઈમાં ઘી મુકવું તેમાં રાઈ,જીરુ, મીઠો લીમડો,આખા લાલ મરચા,લવિંગ,અને તજ ઉમેરી ચપટી હિંગ ઉમેરી વઘાર કરી તેમાં કઢી નુ મિશ્રણ ઉમેરો પછી તેમાં આદુ- મરચાની પેસ્ટ ઉમેરો જરુર મુજબ મીઠુ ઉમેરો

  8. 8

    તેને ચડવા દો સતત હલાવ્યા કરવું, કડીમાં ઉભરો આવે ત્યારે ધીમો ગેસ કરી હલાવ્યા કરવું તમે થોડી જરૂર પ્રમાણે ખાંડ કે ગોળ ઉમેરો અને સાત કે આઠ મિનિટ ઉકળવા દો ત્યારબાદ તેમાં કોથમીર ઉમેરી ગેસ બંધ કરો અને ખીચડી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
sonal hitesh panchal
પર

Similar Recipes