ચંદ્રકલા (Chandrakala Recipe In Gujarati)

Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710

होली है ❤️
#cookpadguj
#cookpad
#cookpadindia
#Holirecipe
#ચંદ્રકલા
#HR

શેર કરો

ઘટકો

૧ કલાક
૪ વ્યક્તિ
  1. 🌺ચંદ્રકલા ના બહારના લેયર માટે
  2. ૧ કપમેંદો
  3. ૨ કપઘી
  4. ૧/૨ કપઠંડું દૂધ
  5. ૧/૨ ટેબલ સ્પૂનઈલાયચી પાઉડર
  6. 🌺સ્ટફિંગ માટે
  7. ૩૦૦ ગ્રામ મોળો માવો
  8. ૨ ટેબલ સ્પૂનરવો
  9. ૫-૬ કિસમિસ
  10. ૧ ટેબલ સ્પૂનકાજુ ના ટુકડા
  11. ૨ ટેબલ સ્પૂનકોપરાનું છીણ
  12. ૨ ટેબલ સ્પૂનખાંડ
  13. ૧ ટેબલ સ્પૂનઘી
  14. 🌺ચાસણી માટે
  15. ૧ કપખાંડ
  16. ૧/૨ કપપાણી
  17. ૫-૬ તાંતણા કેસર
  18. 🌺ગાર્નીશિંગ માટે
  19. ૧ ટીસ્પૂનપીસ્તા ની કતરણ
  20. ૪-૫ તાંતણા કેસર
  21. વરખ, ઈચ્છા અનુસાર
  22. લાલ ગુલાબની પાંદડીઓ ઈચ્છા અનુસાર
  23. 🌺ચંદ્રકલા તળવા માટે ઘી, આવશ્યકતા અનુસાર

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌપ્રથમ મેંદામાં ઘી અને ઈલાયચી પાઉડર નાખી અને ઠંડા દૂધ વડે લોટ બાંધી તેને ઢાંકીને મૂકી રાખો.

  2. 2

    હવે એક તપેલીમાં પાણી ઉકળવા મુકો. તેમાં ખાંડ એડ કરો અને મધ જેવી ચીકાસ પકડાય ત્યાં સુધી જ ગેસ ઉપર રાખો. કેસરના તાંતણા નાખી મિક્સ કરી દો.

  3. 3

    હવે એક પેનમાં ઘી નાખો અને તેમાં માવો તથા રવો એડ કરી ધીમા તાપે ત્રણથી ચાર મિનિટ સુધી શેકો. તેમાં કાજુના ટુકડા કિસમિસ,ઈલાયચી પાઉડર કોપરાનું છીણ નાખી મિક્સ કરો. હવે ગેસ ઓફ કરી એક પ્લેટમાં કાઢી ઠંડું થવા દો.

  4. 4

    હવે મેંદાના લોટને smooth કરી લેવો. તેમાંથી બે એક સરખી નાની પૂરી વણો. એક પૂરી ઉપર તૈયાર કરેલ માવા નું એક ટેબલ સ્પૂન મિશ્રણ મૂકો. તેની ઉપર બીજી પૂરી મૂકી કિનારેથી પેક કરો. અને તેની કાંગરી વાળો. આ રીતે બધા જ ચંદ્રકલા તૈયાર કરી દેવા. હવે એક ફ્રાઈંગ પેનમાં ઘી ગરમ કરવા મુકો. ઘી મીડીયમ ગરમ થાય એટલે તેમાં ધીમા તાપે ચંદ્રકલા ક્રિસ્પી તળી લેવા.

  5. 5

    હવે તૈયાર કરેલ કેસરી ચાસણીમાં આ ચંદ્રકલાને મુકવા. ચમચીની મદદથી ચાસણી તેની ઉપર બધી બાજુ સ્પ્રેડ કરવી. ત્યારબાદ બધા જ ચંદ્રકલા ને એક થાળીમાં કાઢી લેવા. તેની ઉપર કેસરના તાંતણા, પીસ્તા ની કતરણ,વરખ અને ગુલાબની પાંદડી થી ગાર્નિશિંગ કરો. તૈયાર છે કેસરી ચંદ્રકલા!!

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710
પર
Happyness is Homemade
વધુ વાંચો

Similar Recipes