ઘટકો

  1. ૧ લિટરદૂધ
  2. ૧/૪ કપખાંડ
  3. ૮-૧૦ કેસર ના તાંતણા
  4. ૧/૪ કપઝીણા સમારેલા મિક્સ ડ્રાયફ્રુટસ
  5. ૨ ટેબલ સ્પૂનમિક્સ ડ્રાયફ્રુટસ ગાર્નિશ માટે
  6. ૧/૨ ટી સ્પૂનઈલાયચી પાઉડર
  7. ૮ નંગબ્રેડ ની સ્લાઈસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ દૂધ ને ગરમ કરવા મૂકવું. ઉભરો આવે પછી ગેસ ની આંચ ધીમી કરી દૂધ ને ઉકાળો. કેસર ને ગરમ દૂધ માં પલાળી દેવું.

  2. 2

    1/2 દૂધ થાય એટલે તેમાં કેસર વાળું દૂધ, ડ્રાયફ્રુટસ અને ઈલાયચી પાઉડર ઉમેરવો.

  3. 3

    થોડી વાર પછી તેમાં ખાંડ ઉમેરી દૂધ ઉકાળવું. પછી રબડી રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી ઠંડી કરવી.

  4. 4

    હવે એક ટ્રે માં બટર પેપર મુકી તેમાં ૪ નંગ બ્રેડ ની સ્લાઈસ મુકી તેના ઉપર રબડી પાથરો. પાછી તેના ઉપર બીજી ૪ બ્રેડ ની સ્લાઈસ મૂકવી. અને પાછી તેના ઉપર રબડી પાથરી તેના ઉપર ડ્રાયફ્રુટસ ની કતરણ થી ગાર્નિશ કરી બટર પેપર થી ફોલ્ડ કરી ફ્રીઝ માં સેટ થવા ૭-૮ કલાક મુકવી.

  5. 5
  6. 6

    પછી તેના પીસ કરી સર્વ કરો.

  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર

Similar Recipes