પૂરી ભાજી (Poori Bhaji Recipe In Gujarati)

Riddhi Dholakia
Riddhi Dholakia @RiddhiJD83

#MBR7
#cookpadindia
#cookpadgujarati
સૌથી સહેલી અને સરળ પૂરી ભાજીનું ક્લાસિક કોમ્બો જ્યાં હળવા સ્વાદવાળી બટેટાની સાઇડ ડિશ ગરમ, પફી પૂરી સાથે પીરસવામાં આવે છે.તે ભારતના લોકોનું મનપસંદને સ્વાદિષ્ટ બ્રંચ માટેની રેસીપી છે.દરેક પ્રદેશનું પોતાનું સંસ્કરણ છે.આ મહારાષ્ટ્રિયન સ્ટાઈલની પૂરી ભાજી છે.જે મુંબઈનું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
બે વ્યક્તિ
  1. ૪ નંગબટાકા
  2. લીલા મરચા
  3. ૧ ટુકડોઆદુ ખમણેલું
  4. તમાલપત્ર
  5. ૧ નાની વાટકીઝીણી સમારેલી કોથમીર
  6. ૧ ચમચીલીંબુનો રસ
  7. ૧ ચમચીધાણાજીરૂ
  8. ૧/૨ ચમચીહળદર
  9. ૧ ચમચીગરમ મસાલો
  10. ૧/૨ ચમચીરાઈ
  11. ૧/૨ ચમચીહિંગ
  12. ૪-૫ મીઠા લીમડાના પાન
  13. સ્વાદ અનુસારમીઠું
  14. ૧ કપઘઉંનો લોટ
  15. મોણ માટે /તળવા માટે તેલ
  16. સ્વાદ અનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બટેટાને છાલ ઉતારી ટુકડા કરી પાણીથી બરાબર ધોઈ લો.પ્રેશર કુકરમાં તેલ ગરમ મૂકી તેમાં આદુ-મરચા મીઠો લીમડો તમાલપત્રનો વઘાર કરી બટાકા ઉમેરી દો. ત્યારબાદ તેમાં હળદર મરચું ધાણાજીરું ગરમ મસાલો મીઠું ઉમેરી એક ગ્લાસ પાણી ઉમેરી ચાર થી પાંચ વિસલ વગાડી લો.ત્યારબાદ તેને બરાબર હલાવી તેમાં કોથમીર અને 1 ચમચીલીંબુનો રસ ઉમેરી દો.

  2. 2

    પૂરી માટે ઘઉંના લોટમાં સ્વાદ અનુસાર મીઠું અને તેલનું મોણ ઉમેરી કઠણ લોટ બાંધી 10 થી 15 મિનિટ રેસ્ટ આપો ત્યારબાદ કડાઈમાં તેલ ગરમ મૂકી મીડીયમ થી થોડી મોટી પૂરી વણી ગરમ તેલમાં તળી લો.

  3. 3

    તો તૈયાર છે એકદમ ગરમા ગરમ પૂરી ભાજી જેને આપ સર્વ કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Riddhi Dholakia
Riddhi Dholakia @RiddhiJD83
પર
If you think well, you cook well.😘🍱🍜☕🍹🍨🍢🥘
વધુ વાંચો

Similar Recipes