શેર કરો

ઘટકો

30 મિનિટ
5 વ્યકિત
  1. લોટ બાંધવા માટે
  2. 500 ગ્રામમેંદો
  3. 2 ચમચીસોજી
  4. 1 ચમચીઅજમો
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. તેલ (મુઠ્ઠી પડતું મોણ લેવું)
  7. જરૂર મુજબ પાણી
  8. સ્ટફિંગ માટે :
  9. 1 કિલોબટાકા
  10. 250 ગ્રામવટાણા
  11. 4 ચમચીલીલા મરચાની પેસ્ટ
  12. 2 ચમચીઆદુની પેસ્ટ
  13. 1 ચમચીલસણની પેસ્ટ
  14. 1નાની ડુંગળી બારીક સમારેલી
  15. 1 ચમચીવરિયાળી
  16. 1 ચમચીગરમ મસાલો
  17. 1 ચમચીચાટ મસાલો
  18. 4 ચમચીખાંડ
  19. 1 ચમચીલીંબુનો રસ
  20. 2 ચમચીફુદીનો બારીક સમારેલી
  21. 2 ચમચીકોથમીર બારીક સમારેલી
  22. 1ચમચો તેલ
  23. ચપટીહિંગ
  24. મીઠું સ્વાદ અનુસાર
  25. સર્વ કરવા માટે
  26. લીલી ચટણી
  27. મીઠી ચટણી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ મેંદામાં મીઠું અજમો અને મુઠ્ઠી પડતું મોણ એડ કરી બધુ બરાબર મિક્સ કરી લો. પછી તેમાં જરૂર મુજબ પાણી એડ કરીને લોટ બાંધી લો. લોટને 30 મિનિટ માટે રેસ્ટ આપો.

  2. 2

    બટાકા ને કુકરમાં બાફી લો અને વટાણા ને તપેલીમાં પાણી એડ કરીને બાફી લો. બટાકા ઠંડા થાય એટલે તેને છોલી ને મેશ કરી લો.

  3. 3

    થોડું તેલ મૂકી તેમાં હિંગ અને લસણ મરચાની પેસ્ટ સાતળો પછી તેમાં ડુંગળીને સાંતળી લો હવે તેમાં આદુની પેસ્ટ, મેશ કરેલા બટાકા અને વટાણા એડ કરો. ઉપર મુજબના બધા મસાલા એડ કરો બધું બરાબર મિક્સ કરીને હલાવી લો. સમોસા માટે સ્ટફિંગ રેડી છે.

  4. 4

    લોટમાંથી મીડીયમ સાઈઝના લુવા બનાવી લો પછી તેમાંથી ઓવેલ શેપમાં રોટલી વણી લો. તેને વચ્ચેથી કટ કરી લો અને કોન શેપમાં વાળીને તેમાં સ્ટફિંગ ભરીને સમોસા રેડી કરી લો

  5. 5

    કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં બધા સમોસા એક પછી એક તળી લો. ગેસની ફ્લેમ સ્લો રાખવી જેથી સમોસા અંદરથી બરાબર કુક થઈ જાય અને બહારથી ક્રિસ્પી થાય.

  6. 6

    સમોસા સર્વ કરવા માટે રેડી છે. ગરમા ગરમ ક્રિસ્પી સમોસાને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Parul Patel
Parul Patel @Parul_25
પર

ટિપ્પણીઓ (12)

Similar Recipes