બીટ પનીર ચમ ચમ

Priti Datta
Priti Datta @cook_17741380

#SG

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ બીટ
  2. ૫૦ ગ્રામ ખાંડ
  3. ૧ ચમચી મલાઈ
  4. ૨૫૦ મિલી લીટર દૂધ
  5. ૧ ચમચી ઘી
  6. ૫૦૦ મિલી લીટર દૂધ પનીર માટે ફુલ ફેટ
  7. ૩ ચમચી દળેલી ખાંડ
  8. ૧ ચમચી લીંબુનો રસ
  9. ૭ નાગરવેલના પાન
  10. ૧૦૦ ગ્રામ મિલ્ક મેડ
  11. ૫૦ ગ્રામ ટોપરાનું છીણ
  12. ગાર્નિશિંગ માટે ચેરી અને બીટ ના પીસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બીટ નો હલવો બનાવવાની રીત. બીટને છાલ ઉતારીને છીણી લો ત્યાર બાદ એક પેનમાં દૂધ મૂકી ઊકળે પછી તેમાં બીટનું છીણ નાખીને ઊકળવા દેવાનું, બીટ ચડી જાય અને ઘટ્ટ થઈ જાય પછી ખાંડ અને મલાઈ નાખી મિશ્રણ વધારે ઘટ થાય ત્યાં સુધી થવા દેવું ત્યારબાદ ઘી નાખવું. પછી મિશ્રણને ઠંડું પડવા દો.

  2. 2

    પનીર ના લાડુ બનાવવાની રીત. સૌ પ્રથમ પનીર બનાવવા માટે દૂધને ગરમ મૂકી ઉકડે પછી તેમાં લીંબુનો રસ નાખવો પછી થોડી વારમાં તે માંથી પાણી અને પનીર છૂટું પડવા લાગશે પનીર છૂટું પડે પછી તેને એક મલમલના કપડામાં કાઢી ઉપર થોડું ઠંડું પાણી રેડવું અને તેને નીતરવા મૂકવું પાણી બરાબર નીકળી જાય પછી પનીરને મસળીને તેમાં દળેલી ખાંડ નાખીને તેના ગોળા વાળવા.

  3. 3

    કોપરા ના લાડુ બનાવવાની રીત. સૌપ્રથમ નાગરવેલના પાનને જીણા સુધારી ને તેમાં મિલ્ક મેડ નાખીને મિક્સરમાં ક્રશ કરો પછી એક પેનમાં ઘી મૂકીને તેમાં ટોપરાનું છીણ સહેજ સાંતળીને તેમાં મીઠું અને પાણીનું મિશ્રણ નાખીને મિક્સ કરવું ત્યારબાદ તેને પણ ઠંડું પડવા દેવું.

  4. 4

    બીટ ના હલવા માંથી લૂઓ લઈને તેને લંબગોળ શેપ આપવો ત્યારબાદ પનીર ના લાડુ ને પણ લંબગોળ સેપ આપી બીટના હલવા ઉપર મુકવો પછી ટોપરા ના લાડુ ના મિશ્રણ ને પણ લંબગોળ શેપ આપી પનીર ના પીસ ઉપર મૂકવો તેની ઉપર ચેરી મૂકવી. ત્યારબાદ તેને બીટ અને ચેરી થી ગાર્નીશિંગ કરવું. આ ડિસ કલરફુલ ટેસ્ટી અને હેલ્ધી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Priti Datta
Priti Datta @cook_17741380
પર

Similar Recipes