ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)

Jigisha Modi
Jigisha Modi @Jigisha_16

White recipe
#RC3
#post2

ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)

White recipe
#RC3
#post2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 - 50 મિનિટ
4 - 5 વ્યક્તિ માટે
  1. 1 કિલો- ગાજર
  2. 1નાનો બાઉલ - ખાંડ
  3. 2નાના કપ - દૂધ
  4. 3-4ટીપાં - વ્હાઇટ રોઝ એસેન્સ
  5. 2 ટી સ્પૂન- મલાઈ (જો શક્ય હોય તો ફ્રેશ જ લેવી)
  6. 3 ટી સ્પૂન- ઘી
  7. 2-3- ટી સ્પૂન - કાજુ ના ટુકડા અને કીસમીસ

રાંધવાની સૂચનાઓ

45 - 50 મિનિટ
  1. 1

    ગાજર ને ધોઈ ને છીણી લેવા. વચ્ચે વાળો ભાગ નહી લેવાનો.

  2. 2

    જાડા તળિયાવાળા વાસણમાં ઘી મૂકી તેમાં ગાજર ની છીણ ઉમેરી સાંતળી લેવી. સતત હલાવતા રહેવું.

  3. 3

    છીણ સંતળાઈ જાય એટલે તેનો કલર બદલાઈ જસે અને થોડી પોચી થઈ જાય પછી તેમાં દૂધ અને ખાંડ ઉમેરી હલાવી લેવું.

  4. 4

    ખાંડ નું પાણી અને દૂધ બળી જાય ત્યાં સુધી હલાવવાનું ચાલુ જ રાખવું. તે દરમ્યાન કાજુ ના ટુકડા અને કીસમીસ ઉમેરી દેવી.

  5. 5

    જ્યારે બધુ જ પાણી બળી જાય અને મિશ્રણ વાસણ છોડવા માંડે ત્યારે તેમાં વ્હાઇટ રોઝ એસેન્સ અને મલાઈ ઉમેરી ગેસ બંધ કરી દેવો. ઘી થી ગ્રીસ કરેલી થાળી માં હલવો પાથરી દેવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigisha Modi
Jigisha Modi @Jigisha_16
પર

Similar Recipes