લીલી ડુંગળી અને ગાજર નું શાક (Spring Onion Carrot Sabji Recipe In Gujarati)

Ankita Tank Parmar
Ankita Tank Parmar @cook_880
gujarat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
બે લોકો
  1. ૨૫૦ ગ્રામ લીલી ડુંગળી
  2. ૨૫૦ ગ્રામ ગાજર
  3. કેપ્સિકમ
  4. ૧/૨ ચમચીહળદર
  5. ૧ ચમચીમરચું પાઉડર
  6. ૧ ચમચીધાણાજીરું પાઉડર
  7. સ્વાદ અનુસારમીઠું
  8. ૧ ચમચીલીંબુનો રસ
  9. ૧ ચમચીખાંડ અથવા ગોળ (સ્વાદ અનુસાર)
  10. ૩ ચમચીતેલ
  11. ૧/૨ ચમચીહિંગ
  12. ૧ ચમચીરાઈ જીરુ
  13. થોડી સમારેલ કોથમીર

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ લીલી ડુંગળી ગાજર અને કેપ્સીકમ સમારી લેવા.

  2. 2

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી ગરમ થાય એટલે રાઈ જીરુ અને હિંગનો વઘાર કરી ગાજર નાખી બે મિનીટ પકાવો ત્યારબાદ ડુંગળી અને કેપ્સિકમ નાખી મીઠું નાખી પકાવો.

  3. 3

    શાક ચડી જાય એટલે તેમાં બધા મસાલા નાખી બરાબર શેકી તેલ છૂટું પડે એટલે ગેસ બંધ કરી દેવો સમારેલી કોથમીર નાખી બરાબર મિક્સ કરો અને સર્વિંગ બાઉલમાં કાઢી લો.

  4. 4

    મેંઅહીં લીલી ડુંગળી ગાજરનું શાક, પીરસ્યું છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ankita Tank Parmar
પર
gujarat
I love cooking for me and my family
વધુ વાંચો

Similar Recipes