કાકડી નું શાક (Kakdi Shak Recipe In Gujarati)

Dipika Bhalla
Dipika Bhalla @cook_1952
Mumbai

#SVC
સમર વેજીટેબલ રેસીપી ચેલેન્જ
ઉનાળા માં શાક બહુ ઓછા મળતા હોય છે. એવા સમયે કાકડી નું શાક એક સારો વિકલ્પ છે. રાઈ ના તેલ માં શેકેલા બેસન નો ઉપયોગ કરીને બનાવેલું શાક ખૂબ સ્વાદિષ્ટ બને છે.

કાકડી નું શાક (Kakdi Shak Recipe In Gujarati)

#SVC
સમર વેજીટેબલ રેસીપી ચેલેન્જ
ઉનાળા માં શાક બહુ ઓછા મળતા હોય છે. એવા સમયે કાકડી નું શાક એક સારો વિકલ્પ છે. રાઈ ના તેલ માં શેકેલા બેસન નો ઉપયોગ કરીને બનાવેલું શાક ખૂબ સ્વાદિષ્ટ બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
3 વ્યક્તિ
  1. 300 ગ્રામકાકડી
  2. 4 ટેબલ સ્પૂનરાઈ નું તેલ
  3. 1 ટી સ્પૂનરાઈ
  4. 1/4 ટી સ્પૂનહિંગ
  5. 1/8 ટી સ્પૂનહળદર
  6. 1/2 ટી સ્પૂનમીઠું
  7. મસાલો****
  8. 1/2 કપબેસન
  9. 1/2 ટી સ્પૂનમીઠું
  10. 1/4 ટી સ્પૂનસંચળ
  11. 1/4 ટી સ્પૂનઆમચૂર પાઉડર
  12. 1/2 ટી સ્પૂનગરમ મસાલો
  13. 1 ટી સ્પૂનકાશ્મીરી લાલ મરચું
  14. 2 ટી સ્પૂનધાણજીરુ
  15. 1/4 ટી સ્પૂનહિંગ
  16. 2 ટેબલ સ્પૂનકોથમીર

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    કાકડી છોલી ને સમારી લેવી

  2. 2

    એક કડાઈ માં ધીમા તાપે બેસન શેકી લો. હવે બેસન એક પ્લેટ માં કાઢી એમાં કોથમીર સિવાય બધા મસાલા મિક્સ કરી લો.

  3. 3

    હવે કડાઈ માં રાઈ નું તેલ ગરમ કરવા મૂકો. એમાં રાઈ ઉમેરો. રાઈ તતડે એટલે હિંગ ઉમેરો. હવે કાકડી, મીઠું અને હળદર ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  4. 4

    કાકડી તેજ આંચ પર પકાવો. હવે કાકડી નું પાણી સુકાય અને કાકડી અધકચરી ચઢી જાય ત્યારે તૈયાર કરેલો બેસન વાળો મસાલો ઉમેરી બરાબર મિક્સ કરી લો. ધીમા તાપે બે મિનિટ ચલાવતા રહો. હવે કોથમીર ઉમેરી મિક્સ કરી લો.

  5. 5

    શાક તૈયાર છે. સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipika Bhalla
Dipika Bhalla @cook_1952
પર
Mumbai

Similar Recipes