લીલવા ની કચોરી

Prerna Desai
Prerna Desai @cook_17542942

લીલવા ની (તુવેર) કચોરી એ શિયાળાની ઋતુમાં દરેક ગુજરાતી ઓના ઘરમાં બનતું એક ફરસાણ છે.

#શિયાળા

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

1 કલાક
4 સર્વિંગ્સ
  1. 500 ગ્રામ- તુવેરનાં દાણા
  2. 4 ચમચી- આદુ મરચાંની પેસ્ટ
  3. 2 ચમચીલાલ મરચું
  4. સ્વાદાનુસાર મીઠું
  5. ચપટીહિંગ
  6. 2 ચમચી- લીંબુનો રસ
  7. 2 ચમચી- હળદર
  8. 2 ચમચી- ખાંડ
  9. 1/2 કપ- સમારેલી કોથમીર
  10. જરૂર મુજબ - તેલ
  11. 1 1/2 કપઘઉં નો લોટ
  12. જરૂર મુજબ - પાણી

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ પૂરણ તૈયાર કરવા માટે તુવેરનાં દાણાને કટરમાં ક્રશ કરી લેવા. ત્યારબાદ એક ફ્રાય પેનમાં થોડું તેલ લઈ ગરમ કરો, ત્યારબાદ તેમાં હિંગ નાખી ત્યારબાદ તેમાં ક્રશ કરેલા તુવેરનાં દાણા ઉમેરી, મીઠું ઉમેરી શેકાવા દો. ત્યારબાદ તેમાં લીંબુનો રસ અને ખાંડ ઉમેરી મિક્સ કરો.

  2. 2

    ત્યારબાદ તેમાં આદુ મરચાંની પેસ્ટ, હળદર, સમારેલી કોથમીર નાખી મિક્સ કરો અને ગેસ બંધ કરો. મિશ્રણ ઠંડુ થાય એટલે મધ્યમ સાઈઝનાં ગોળા વાળી લેવા.

  3. 3

    ઘઉં ની કણક તૈયાર કરવા માટે એક બાઉલમાં ઘઉં અને તેલનું મોણ સરખું લઈને બરાબર મોઈ લેવો, ત્યારબાદ જરૂર મુજબ પાણી ઉમેરી પરોઠા જેવો લોટ બાંધી લો અને તેમાંથી મધ્યમ સાઈઝનાં લુઆ બનાવી લો.

  4. 4

    ત્યારબાદ લુઆમાંથી પુરી વણીને તેમાં લીલવાનું બનાવેલ મિશ્રણનાં ગોળા મૂકીને કચોરી વાળી લો. બધી કચોરી ભરીને તૈયાર થાય પછી એક ફ્રાયપેનમાં તેલ મૂકી મધ્યમ આંચે બધી કચોરી ગોલ્ડન બ્રાઉન રંગની થાય એમ તળી લો, અને કેચઅપ અથવા ગ્રીન ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે લીલવાની કચોરી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Prerna Desai
Prerna Desai @cook_17542942
પર

Similar Recipes