ચટણી વિથ સમોસા
રાંધવાની સૂચનાઓ
- 1
એક કૂકરમાં આમલી અને ખજુર લઈ તેને બે vishal વગાડો પછી તે ઠરી જાય એટલે તેને બ્લેન્ડર ને મદદથી ક્રશ કરેલો પછી તેને ગાળી લો ગળાઈ જાય એટલે તેમાં લાલ મરચું પાવડર ધાણાજીરું પાઉડર સ્વાદ મુજબ મીઠું ગરમ મસાલો અને ખાંડ ઉમેરી હલાવી લો તૈયાર છે તમારી મસ્ત મજાની ચટપટી આંબલીની ચટણી
- 2
એક વાસણમાં મેંદાનો લોટ લઇ તેમાં મીઠું અને મોણ નાંખી અને લોટને કડક બાંધી લો અને પછી તેને થોડીવાર રહેવા દો
- 3
સમોસા નો મસાલો બનાવા માટે બટેટાને બાફી લો પછી તેમાં બાફેલા વટાણા લાલ મરચું પાવડર ગરમ મસાલો ચપટી હળદર મીઠું ધાણાજીરું પાવડર લીંબુ ખાંડ અને કોથમીર નાખીને બરાબર મિક્સ કરી લો અને મસાલો તૈયાર કરો
- 4
મેંદાના લોટને નાના લુઆ લઈને તેને વણી લો રોટલીના શેપમાં ગોળી લ્યો વચ્ચેથી કટ આપી દો પછી એક બાજુ લે અને સમોસાનો શેપ આપી તેની અંદર મસાલો ભરી અને દબાવી દો આવી રીતે બધા સમોસા તૈયાર કરી લો અને મીડિયમ તાપે પર તેને તળી લો અને તૈયાર છે તમારા ચટણી અને સમોસા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
ટિપ્પણીઓ