ખમણ ઢોકળા(Khaman dhokala recipe in Gujarati)

 Darshna Rajpara
Darshna Rajpara @darsh
Veraval
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

એક કલાક
ત્રણ વ્યક્તિ
  1. ૧ કપચણાની દાળ
  2. ૧ કપખાટુ દહીં
  3. ૧ કપસમારેલી કોથમીર
  4. મીઠુ સ્વાદ મુજબ
  5. ૨ ચમચીવઘાર માટે તેલ
  6. ૨ ચમચીતેલ મોણ માટે
  7. ૧/૨ ચમચીરાઈ
  8. ૧/૨ ચમચીજીરૂ
  9. સૂકું મરચું
  10. લીલુ મરચું
  11. તજ નો ટુકડો
  12. તમાલપત્ર
  13. ૧ ટી સ્પૂનસાજીના ફૂલ
  14. ૧/૨લીંબુનો રસ
  15. ૧/૪ ચમચીતલ
  16. ૧/૪ ચમચીહિંગ

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    સૌપ્રથમ દાળ ને ધોઈ લો અને ત્યારબાદ તેને દહીં માં પલાળી દો અને જરૂર મુજબ પાણી ઉમેરો અને મીઠું ઉમેરી દો અને તેને આઠથી દસ કલાક સુધી ઢાંકીને રાખી મૂકો

  2. 2

    પલાળેલી દાળને બારીક પીસી લો અને ત્રણથી ચાર કલાક સુધી ઢાંકીને રહેવા દો જેથી આથો આવી જાય

  3. 3

    આ ખીરામાં હળદર તેલ હિંગ અને સાજીના ફૂલ ઉમેરો અને લીંબુનો રસ ઉમેરો અને બરાબર મિક્સ કરો

  4. 4

    ખીરુ ફૂલીને ડબલ થઇ જશે તેને એક તેલ લગાડેલી થાળીમાં પાથરો

  5. 5

    30થી 40 મિનિટ સુધી આ થાળીને વરાળમાં ઢાંકીને બાફો આ રીતે બધી જ થાળી ઉતારી લો બે થી ત્રણ થાળી બનશે

  6. 6

    તૈયાર ખમણ ને 1/2કલાક સુધી ઠંડુ થવા દો પછી તેના પીસ કરી લો

  7. 7

    એક પેનમાં તેલ ગરમ મૂકો અને રાઈ જીરુ તલ લીમડાના પાન તમાલપત્ર તજ સુકુ મરચું ઉમેરો અને તેને ઢોકળા પર વઘાર કરો જો બે ચમચી પાણી ઉમેરી તો ટુકડા એકદમ પોચા અને નરમ બનશે તેના પર લીલી કોથમીર અને લીલા મરચાં ભભરાવી અને ચટણી સાથે પીરસો

  8. 8

    ખમણ એ ગુજરાતની લોકપ્રિય વાનગી છે અને તે ચણાની દાળ માંથી બને છે ખમણ ના ઘણા જ પ્રકાર હોય છે ખમણ ઢોકળા, નાયલોન ખમણ, સેન્ડવીચ ખમણ સેવ ખમણી વિવિધ પ્રકાર હોય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
 Darshna Rajpara
પર
Veraval
cooking is a therapy
વધુ વાંચો

Similar Recipes