સેટરડે સ્પેશિયલ (Saturday Special menu recipe in Gujarati)

Sonal Karia
Sonal Karia @Sonal

એય ને વાતાવરણમાં ઠંડક હોઈ અને એમાં પણ શનિવાર હોય તો રોટલા સાથે અડદ ની દાળ, લસણની ચટણી ખાવાની મજા જ કંઈક ઔર છે....

સેટરડે સ્પેશિયલ (Saturday Special menu recipe in Gujarati)

એય ને વાતાવરણમાં ઠંડક હોઈ અને એમાં પણ શનિવાર હોય તો રોટલા સાથે અડદ ની દાળ, લસણની ચટણી ખાવાની મજા જ કંઈક ઔર છે....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45મિનિટ
૪ સર્વિગ્
  1. 1 વાટકીમોટો બાજરાનો લોટ
  2. 1 કપમોટો l જુવારનો લોટ
  3. પાણી જરૂર મુજબ
  4. અડદની દાળ માટે જોઈશે
  5. અડદની દાળની રેસિપી મેં આગળ આપેલી જ છે
  6. ભીંડા બટેટાના શાક માટે જોઈશે
  7. 250 ગ્રામભીંડો, ધોઈ કોરો કરી અને ગોળ કટ કરી લેવો
  8. ૧ નંગમોટુ બટેટુ, મીઠું ઉમેરી બાફીને કટ કરી લેવું
  9. 3ચમચા તેલ
  10. ચપટીહિંગ
  11. 1/4 ચમચીહળદર
  12. 2 ચમચીકાશ્મીરી મરચું
  13. 2 ચમચીધાણાજીરૂ
  14. 1/2 ચમચીગરમ મસાલો
  15. મીઠું સ્વાદ અનુસાર
  16. સાથે જોઈશે
  17. માખણ,ઘર નું
  18. ડુંગળી, મરચાં, આથેલું આદુ, લીલા મરી, ભીંડા ની કાચરી
  19. લસણની ચટણી
  20. છાશ

રાંધવાની સૂચનાઓ

45મિનિટ
  1. 1

    સૌપ્રથમ તો 1/2દાળ બનાવી લેવી, જેની રેસીપી મેં આગળ આપેલી છે.

  2. 2

    ત્યારબાદ ભીંડા ના શાક માટે એક કડાઈમાં તેલ મૂકી ગરમ થાય એટલે ચપટી હિંગ ઉમેરે ભીંડા ઉમેરવા તેમાં હળદર અને જરૂર મુજબ મીઠું ઉમેરી મિક્સ કરી એક મિનિટ માટે ઢાંકણ ઢાંકી ચડવા દેવું. ચેક કરવું, ફરી ઢાંકણ ઢાંકી એક મિનિટ માટે રહેવા દો,જો ભીંડા ચઢી ગયા હોય તો તેમાં બટેટા અને બધા મસાલા ઉમેરી મિક્સ કરી એક મિનિટ માટે રહેવા દેવું. આમ તૈયાર થશે આપણુ ભીંડા બટેટા નું સૂકું શાક.

  3. 3

    ત્યારબાદ ગેસ ઉપર તાવડી ગરમ કરવા મૂકવી, તાવડી ગરમ થાય એ દરમ્યાન બન્ને લોટ મિક્સ કરી જરૂર મુજબ પાણી ઉમેરી સરસ થી મસળી તેમાંથી લૂઓ કરી હાથેથી રોટલો ઘડી ને બનાવી તાવડીમાં નાખી રોટલી ની જેમ બંને સાઇડ ફેરવી રોટલો ફુલે એ રીતે બનાવી નીચે ઉતારવું. આ રીતે ચાર રોટલા બનાવી લેવા.

  4. 4

    હવે જ્યારે જમવા બેસો ત્યારે રોટલા સાથે માખણ લેવું. સાથે સાથે દાળ શાક અને બધા અથાણા, લસણની ચટણી,છાસ સાથે લઈ જમવાની મોજ માણવી... આમ તૈયાર થશે આપણુ દેશી ખાણું....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Karia
Sonal Karia @Sonal
પર
alag alag rasoi banavavi, khavadavavi n khavi pan bahu j game
વધુ વાંચો

Similar Recipes