ઓરીયો બિસ્કીટ કેક.(Oreo Biscuit Cake Recipe in Gujarati.)

Bhavna Desai
Bhavna Desai @Bhavna1766

આ એગલેસ કેક છે.કૂકર નો ઉપયોગ કરી બનાવી છે. ખૂબ જ સરળતાથી સોફટ બને છે.આ યમ્મી કેક જરૂર ટ્રાય કરજો.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૫૦  મિનિટ
૪ વ્યક્તિ
  1. ૨ મોટા પેકેટ ઓરીયો બિસ્કીટ પેકેટ
  2. ૧ કપ દૂધ
  3. ૧ પેકેટ ઈનો
  4. ૧ ચમચો તેલ
  5. ૨ ચમચી ખાંડ
  6. ૧/૨ કપ ચોકલેટ ચીપ્સ
  7. ૪ ચમચી હરસીસ સીરપ
  8. ૫૦૦ ગ્રામ મીઠું

રાંધવાની સૂચનાઓ

૫૦  મિનિટ
  1. 1

    કૂકર માં સ્ટેન્ડ મૂકી મીઠું નાંખી પ્રિહીટ કરવું. કૂકર ની રીંગ અને સીટી નો ઉપયોગ કરવો નહીં.બિસ્કીટ ના ટુકડા કરી ખાંડ નાંખી ગ્રાઇન્ડ કરવા.

  2. 2

    એક બાઉલ માં બિસ્કીટ ના ભૂકા માં દૂધ ઉમેરી બેટર તૈયાર કરવો.તેલ ઉમેરી હલાવો.ઈનો નાંખી ઉપર બે ચમચી દૂધ નાંખી હલાવો.

  3. 3

    કેક ના ટીન માં અને બટર પેપર પર તેલ લગાવો.બેટર નાંખી કૂકર માં મૂકી મધ્યમ તાપે ૩૦ મિનિટ થવા દો.ઠંડી પડે એટલે બટર પેપર કાઢીને ડીશ માં મૂકવી.

  4. 4

    ઉપર હરસીસ સિરપ,બિસ્કીટ નો ભૂકો, ચોકલેટ ચિપ્સ થી ડેકોરેશન કરવા.યમ્મી ઓરીયો બિસ્કીટ કેક તૈયાર.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ (15)

દ્વારા લખાયેલ

Bhavna Desai
Bhavna Desai @Bhavna1766
પર
Cooking is My Passion.
વધુ વાંચો

Similar Recipes