કોબી ગાજર ના સ્ટફ પરાઠા(Cabbage carrot stuffed paratha recipe in Gujarati)

Sonal Karia
Sonal Karia @Sonal

#GA4
#week14
#cabbage
આ રેસિપી શિયાળામાં અવારનવાર હું બનાવું આ રીતે ટેસ્ટી બનાવીને આપીએ તો બાળકો હોશે હોશે ખાઈ લે

કોબી ગાજર ના સ્ટફ પરાઠા(Cabbage carrot stuffed paratha recipe in Gujarati)

#GA4
#week14
#cabbage
આ રેસિપી શિયાળામાં અવારનવાર હું બનાવું આ રીતે ટેસ્ટી બનાવીને આપીએ તો બાળકો હોશે હોશે ખાઈ લે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
૮ નંગ
  1. કણક માટે જોઈશે
  2. 2 બાઉલ ઘઉં નો લોટ
  3. 1 ચમચો તેલ
  4. મીઠું સ્વાદાનુસાર
  5. 1 ચમચીતેલ લોટ બંધાયા પછી
  6. જરૂર મુજબ પાણી
  7. સ્ટફિંગ માટે
  8. 400 ગ્રામકોબી ખમણીને
  9. 2ગાજર ખમણેલા
  10. 1 ચમચો આદુ મરચાની પેસ્ટ
  11. 1 ચમચીલસણની પેસ્ટ
  12. 1 બાઉલ કોથમીર સમારેલી
  13. ૧/૪ ચમચીહળદર
  14. ૧ ચમચીકાશ્મીરી મરચું
  15. ૧/૨ ચમચીગરમ મસાલો
  16. સલાડ માટે
  17. 1ટમેટું ઝીણું સમારેલું
  18. 1લીલી ડુંગળી ના પાન ઝીણા સમારેલા
  19. મીઠું સ્વાદ અનુસાર
  20. ટોમેટો કેચપ
  21. દહીં ચટણી
  22. 1 બાઉલ દહીં
  23. 1 ચમચીલીલી ચટણી
  24. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ કણક માટેની બધી વસ્તુઓ લઈ જરૂર મુજબ પાણી ઉમેરતા જય કણક બાંધવી છેલ્લે એક ચમચી તેલ ઉમેરી કણક ને મસળી દસથી પંદર મિનિટ માટે રેસ્ટ આપો

  2. 2

    ત્યારબાદ ખમણેલી કોબીજ અને ગાજરને લઈ તેમાં જરૂર મુજબ મીઠું ઉમેરી મિક્સ કરી દસ મિનિટ માટે રહેવા દેવું. પછી હથેળીથી પ્રેસ કરી પાણી નીચોવી લેવું

  3. 3

    ત્યારબાદ એક કડાઈમાં તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં આદુ મરચાની પેસ્ટ અને અમરેલા કોબી ગાજર ઉમેરી ઉપર લસણ ની પેસ્ટ અને મસાલા કરી મિક્સ કરવું એકથી બે મિનિટ માટે તેને સાંતળો કોથમીર ઉમેરી મિક્સ કરી ગેસ બંધ કરવો (મીઠું પ્રમાણસર હશે તો ઉપરથી ઉમેરવાની જરૂર નહિ પડે નહીં તો થોડું ઉમેરી દેવું)

  4. 4

    દહીમાં ચટણી અને જરૂર મુજબ મીઠુ ઉમેરી મિક્સ કરી સાઈડમાં રાખો

  5. 5

    સલાડ માટે ટામેટા અને ડુંગળી માં મીઠું ઉમેરી મિક્ષ કરી લેવું

  6. 6

    ત્યારબાદ લોઢી ને ધીમા ગેસ ઉપર ગરમ મૂકવી કણકમાંથી બેરુવાલા લઈ મીડીયમ રોટલી વણી એક રોટલી ઉપર સ્ટફિંગ પાથરી ઉપર બીજી રોટલી ઢાંકી ફરતે પ્રેસ કરી અટામણ લઈ મોટું પરોઠું વણી તવી માં બંને સાઇડ તેલ મૂકી chumki પડે તેવું શેકી લેવું આ રીતે બધા પરોઠા તૈયાર કરવા તો તૈયાર છે આપણા કોબી ગાજર ના સ્ટફ પરોઠા તેને મેં સલાડ, ટોમેટો કેચપ અને દહીંની ચટણી સાથે સર્વ કર્યા છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Karia
Sonal Karia @Sonal
પર
alag alag rasoi banavavi, khavadavavi n khavi pan bahu j game
વધુ વાંચો

Similar Recipes