માલપૂડા

Kiran Jataniya
Kiran Jataniya @kiran_jataniya
જામનગર

#GA4
#week15
#cookpadindia
#jaggery
અહી આપણે ઘઉં ના લોટ ના માલપૂડા બનાવ્યા છે તે દ્વારકા ના ગૂગળી બ્રામણ ની ફેમસ વાનગી છે. આપણી સાઇડ આ માલ પુડા જમણવાર માં બનતા હોઈ છે.આ મસ્ત ટેસ્ટી માલ પૂડા ખાવાની મોજ આવે છે.

માલપૂડા

#GA4
#week15
#cookpadindia
#jaggery
અહી આપણે ઘઉં ના લોટ ના માલપૂડા બનાવ્યા છે તે દ્વારકા ના ગૂગળી બ્રામણ ની ફેમસ વાનગી છે. આપણી સાઇડ આ માલ પુડા જમણવાર માં બનતા હોઈ છે.આ મસ્ત ટેસ્ટી માલ પૂડા ખાવાની મોજ આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫૦૦ ગ્રામ ઘઉં નો લોટ
  2. ૩૦૦ ગ્રામ ગોળ
  3. ૨૫ ગ્રામ વરિયાળી
  4. ૨૫ ગ્રામ કાળા મરી
  5. તળવા માટે તેલ અને ઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ નવશેકું પાણી ગરમ કરી તેમાં ગોળ એડ કરી ઓગળવા માટે ૧૫-૨૦ મિનિટ ઢાંકી રાખો.ઠંડુ પાણી પન ચાલે પણ તો થોડી ઓગળતા વાર લાગે છે.ત્યારબાદ આ પાણી ગાળી લો. અને તે પાણી લોટ મા ધીમે ધીમે હલાવતા હલાવતા લોટ એડ કરતા જવાનું છે.જેથી ગુટલી નો પડે.આ રીતે ગોળ નું પાણી સિવાય જરૂર પડે તો સાદું પાણી પણ એડ કરી શકો છો.

  2. 2

    આ રીતે તમે પુડલા જેવુ બેટર ત્યાર કરવાનું છે. બહુ પાતળું કે ઘાટું નો રહે તેનું ધ્યાન રાખવાનું.આ બેટર ને ૪-૫ કલાક માટે સેટ કરવા મૂકી રાખો.ત્યારબાદ તેમાં મરી અને વરિયાળી એડ કરી હલાવી લૉ.

  3. 3

    પછી એક ફ્લેટ નોનસ્ટિક કડાઈ લેવાની જેનું તળિયું ફ્લેટ હોઈ તેમાં એક મોટું બાઉલ તેલ અને એક બાઉલ ઘી એમ બંને સરખા ભાગે લેવાનું તેને ગરમ થવા દો.ધીમી આંચ પર જ માલપૂડાં બનવાના છે.તો તેમાં ધીમે થી એક ચમચો બેટર રેડો.અને કંઇજ કર્યા વગર ઉપર આવવા દો.

  4. 4

    આ રીતે ઉપર આવી જાય પછી બંને સાઇડ બ્રાઉન ગુલાબી થાય એ રીતે તળી લૉ.આ રીતે બધા માલપુડાં રેડી કરી લૉ.તે તડાઈ જાય એટલે તેને લોટ ચાડવા ના ચરના માં રાખતા જવાનુ એટલે તેલ ઘી નીતરી જાય.તેના પર જો તમને પસંદ હોય તો ખસ ખસ લગાવી શકાય.

  5. 5

    આ રીતે મસ્ત ટેસ્ટી અને ગળ ચટ્ટા માલપુડા ત્યાર છે. આ બાળકો ને પણ ખુબજ પસંદ પડશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kiran Jataniya
Kiran Jataniya @kiran_jataniya
પર
જામનગર

Similar Recipes