પાકા કેળાનું શાક (Paka Kela Shak Recipe In Gujarati)

Mayuri Chotai
Mayuri Chotai @M23290612S
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 લોકો માટે
  1. 3 નંગપાકા કેળા
  2. 1 નંગઝીણું સમારેલ મરચું
  3. 1 નંગઝીણું સમારેલ ટમેટું
  4. 1નાનો ટુકડો ઝીણું સમારેલ આદુ
  5. 2 મોટી ચમચીતેલ
  6. 1 નાની ચમચીધાણાજીરું
  7. 1/2 ચમચીહળદર
  8. 1 નાની ચમચીમરચું પાઉડર
  9. મીઠું સ્વાદાનુસાર
  10. 1 ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કેળાની છાલ કાઢી ગોળ પતીકાં કરી લો. ટામેટા, મરચું અને આદુ ને પણ સમારી લો.

  2. 2

    હવે એક બાઉલમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ નો વઘાર કરો.

  3. 3

    ત્યારબાદ તેમાં ટામેટા, મરચાના ટુકડા અને આદુ ઉમેરો. ત્યારબાદ બધા મસાલા ઉમેરો.

  4. 4

    હવે તેમાં સમારેલા કેળાં ઉમેરી સરખી રીતે હલાવી 2 મિનિટ સુધી ચડવા દો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mayuri Chotai
Mayuri Chotai @M23290612S
પર

Similar Recipes