કાજુ મસાલા (Kaju Masala Recipe In Gujarati)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

#EB

કાજુ મસાલા (Kaju Masala Recipe In Gujarati)

#EB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ➡️ ગ્રેવી માટે
  2. 2સમારેલા ટામેટા
  3. 2સમારેલી ડુંગળી
  4. 1/2 કપકાજુ
  5. 2 ચમચીમગજતરી
  6. 3કાશ્મીરી મરચાં
  7. 3લવિંગ
  8. 3મરી
  9. 2આખી ઈલાયચી
  10. 8-10કળી લસણ
  11. 1 ટુકડોઆદું
  12. 1લીલું મરચું
  13. 1તમાલપત્ર
  14. 1/2 ચમચીજીરૂ
  15. 2 ચમચીતેલ
  16. 1 ચમચીબટર
  17. અન્ય સામગ્રી
  18. 1 કપકાજુ
  19. 2 ચમચીબટર
  20. 1 ચમચીલાલ મરચું પાઉડર
  21. 1 ચમચીકાશ્મીરી મરચું પાઉડર
  22. 1+1/2 ચમચી ધાણાજીરૂ
  23. 1/2 ચમચીગરમ મસાલો
  24. 1 ચમચીકિચન કિંગ મસાલો
  25. સ્વાદાનુસાર મીઠું
  26. 2 ચમચીતેલ + 2 ચમચી બટર
  27. 2 ચમચીસમારેલી કોથમીર
  28. 1 ચમચીકસૂરી મેથી
  29. 2 ચમચીતાજી મલાઈ
  30. 2 ચમચીચીઝ ટુકડા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બટરમા કાજુ સોનેરી રંગના થાય ત્યાં સુધી તળી લો. એ જ પેનમાં ગ્રેવી માટે તેલ અને બટર ઉમેરી ગરમ થાય જીરૂં, ખડા મસાલા ઉમેરી ટામેટા, ડુંગળી તથા બાકીની સામગ્રી ઉમેરી બરાબર મિક્સ કરી 2 થી 4 મિનિટ સુધી સાંતળો. હવે 1 કપ પાણી ઉમેરી ઢાંકીને 8 થી 10 મિનિટ સુધી થવા દો. ઠંડુ થાય એટલે ગ્રેવી બનાવી લો.

  2. 2

    હવે એક પેનમાં બટર અને તેલ ગરમ થાય એટલે તેમાં તમાલપત્ર અને મોટી ઇલાયચી ઉમેરી તૈયાર ગ્રેવી ઉમેરો બધા મસાલા ઉમેરો બરાબર મિક્સ કરી 1/2 કપ પાણી 8 થી 10 મિનિટ સુધી થવા દો.
    હવે તળેલા કાજુ ઉમેરો, સમારેલી કોથમીર, મલાઈ અને કસૂરી મેથી ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  3. 3

    સર્વીંગ બાઉલમાં કાઢી ઉપર તળેલા કાજુ અને છીણેલું ચીઝ ઉમેરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

Similar Recipes