રીયલ પાન મુખવાસ ચોકલેટ (Real Paan Mukhwas Chocolate)

Palak Sheth
Palak Sheth @palaksfoodtech
Ahmedabad

#DFT

ફ્રેશ કલકત્તી પાન અને પાનમાં એડ થતી સામગ્રી ચોકલેટ સાથે બહુ જ સરસ લાગે છે. આ ચોકલેટ એટલી ટેમ્પ્ટીંગ લાગે છે કે બન્યા પછી એક ખાઇને રોકાઇ નથી શકાતું.

મેં અહીં વ્હાઇટ અને ડાર્ક બન્ને ફ્લેવરમાં પાન ચોકલેટ બનાવી છે. બન્ને બહુ જ યમી લાગે છે.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

30 મિનિટ
20-25 નંગ
  1. 150 ગ્રામવ્હાઈટ કમ્પાઉન્ડ ચોકલેટ
  2. 100 ગ્રામમિલ્ક કમ્પાઉન્ડ ચોકલેટ
  3. 6તાજા કલકત્તી પાન
  4. 3 ટેબલ સ્પૂનઝીણી સમારેલી ટૂટીફ્રૂટી
  5. 1 ટેબલ સ્પૂનઇલાયચી ફ્લેવર્ડ મીઠી વરિયાળી
  6. 1 ટેબલ સ્પૂનમિન્ટ ફ્લેવર્ડ મીઠી વરિયાળી
  7. 1 ટેબલ સ્પૂનસુગર કોટેડ કલરફૂલ વરિયાળી
  8. 1 ટેબલ સ્પૂનપાન સીરપ
  9. ચોકલેટ મોલ્ડ્સ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    કલકત્તી પાનને ધોઇને લૂછીને કાતરથી ઝીણા સમારી લેવા. બીજી સામગ્રી સાથે તૈયાર રાખવી.

  2. 2

    રુમ ટેમ્પરેચરવાળી વ્હાઈટ ચોકલેટને એક ગ્લાસ બાઉલમાં નાના ટુકડામાં સમારીને લેવી. તેને 20-20 સેકન્ડના બ્રેકમાં માઇક્રોવેવ કરી લેવી. દરેક વખતે હલાવી મિક્સ કરવી. લગભગ 1 મિનિટમાં મેલ્ટ થઈ જશે. તેમાં અડધા ભાગની પાન, ટૂટીફ્રૂટી, બધી વરિયાળી ઉમેરી મિક્સ કરી લેવી.

  3. 3

    વ્હાઈટ ચોકલેટ બહુ જ જલ્દીથી જામે છે. અને પાણીનો ભાગ લાગવાથી ટેક્સ્ચર ખરાબ થઇ જાય છે. તો કોઇપણ એસેન્સ,સીરપ કે ગુલકંદ મેં નથી ઉમેર્યો. ગુલકંદ ઉમેરવાથી મીઠાશ પણ વધી જાય છે. પણ તમને પસંદ હોય તો 1 ટેબલ સ્પૂન જેટલો ઉમેરી શકો છો. બનેલા મિશ્રણને ઝડપથી ચોકલેટ મોલ્ડમાં ભરી લેવું. 2-3 વાર ટેપ કરી મોલ્ડને ફ્રીઝરમાં 15 મિનિટ માટે સેટ થવા મૂકવું. પછી અનમોલ્ડ કરી સ્ટોર કરી લેવી.

  4. 4

    બીજા એક બાઉલમાં રુમ ટેમ્પરેચર વાળી મિલ્ક ચોકલેટને નાના ટુકડામાં સમારીને લેવી. તેને પણ માઇક્રોવેવ કરી મેલ્ટ કરી લેવી.

  5. 5

    તેમાં પાન સીરપ અને બીજો બાકી વધેલો પાનનો મસાલો ઉમેરી જલ્દીથી મિક્સ કરી મોલ્ડમાં ભરી લેવું. પાન સીરપ ઉમેરવાથી ચોકલેટનું ટેક્સ્ચર બદલાશે અને જલ્દીથી જામવા લાગશે. તો મોલ્ડમાં જલ્દીથી ભરી લેવી.

  6. 6

    મોલ્ડને ફ્રીઝરમાં 15 મિનિટ માટે સેટ કરી ચોકલેટ્સ અનમોલ્ડ કરવી. આ ચોકલેટ્સ 10-15 દિવસ માટે ફ્રીઝમાં સારી રહેશે.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ (14)

દ્વારા લખાયેલ

Palak Sheth
Palak Sheth @palaksfoodtech
પર
Ahmedabad
મારા ઘરનું રસોડું એ મારો સૌથી પસંદગીનો ખૂણો છે. કુકીંગ કરતા જાણે સરસ એવા કોઇ પ્રવાસ પર નીકળ્યા હોઇએ તેવું અનુભવાય. જ્યારે કોઈ વાનગી પહેલી વાર બનવાની હોય ત્યારે બનાવતા પૂરા ખોવાઇ જવું, અને બન્યા પછી વિચાર્યું હોય તેવું કે તેનાથી પણ સારું રિઝલ્ટ મળે ત્યારે થતા આનંદની મજા જ અલગ છે. જો વિચાર્યું તેવું ના મળે તો બને તેટલા જલ્દીથી ફેરફાર ફરી બનાવવાની ઉત્સુકતા પણ તેટલી જ હોય...
વધુ વાંચો

Similar Recipes