ચંપાકલી ગાંઠિયા(champakali gathiya recipe in gujarati)

Hiral H. Panchmatiya
Hiral H. Panchmatiya @cook_23114780
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
ચાર લોકો માટે
  1. 1 કિલોબેસન
  2. 200 ગ્રામતેલ
  3. 1 ચમચીહિંગ
  4. 1 ચમચીખાવાના સોડા
  5. મીઠું સ્વાદાનુસાર
  6. તળવા માટે તેલ
  7. ઉપર છાંટવા માટે: હિંગ સંચળ અને મરી પાઉડર ત્રણેય મિક્સ કરીને

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સર્વ પ્રથમ એક કિલો બેસન લો મેં અહીંયા એપલ નું બેસન યુઝ કર્યુ છે તમે કોઈ પણ કરી શકો ત્યારબાદ તેમાં બે ચમચી હીંગ ઉમેરો

  2. 2

    હિંગ ઉમેરી બાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરો અને ત્યારબાદ તેમાં 200 ગ્રામ તેલ ઉમેરો તેલ ઉમેર્યા બાદ એક ચમચી સોડા ને પાણીમાં ઘોરી અને ઉમેરો

  3. 3

    આ બધું જ ઉમેરાઈ જાય ત્યારબાદ તેને જરૂર મુજબ પાણી ઉમેરી અને એકદમ ઢીલો લોટ બાંધવો

  4. 4

    ઉપર છાંટવા માટે મસાલામાં બે ચમચી હિંગ 2 ચમચી મરી પાઉડર અને એક ચમચી સંચળ પાઉડર ઉમેરી ત્રણેયને મિક્સ કરવું અને ત્યારબાદ ગાંઠિયા બની જાય ત્યારે એની ઉપર આને છાંટવું

  5. 5

    લોટ બંધાઈ ગયા બાદ ચંપાકલી ગાંઠિયા નો જારો લો અને તેની ઉપર તેલ લગાવી અને આપણે જ લોટ બાંધ્યો હતો તેને જરા ઉપર રાખો

  6. 6

    તેલ ગરમ થઈ જાય ત્યારબાદ ઝારા ને લોયા પર રાખો અને હાથની મદદથી ગાંઠીયા પાડો ધ્યાન રાખવું કે લોયુ નમી ના જાય

  7. 7

    આપણે ગાંઠિયા અને ઝારાની મદદથી પાડી દે પછી તેને ત્રણથી ચાર મિનિટ માટે થવા દેવા અને ત્યારબાદ કાઢી લેવા

  8. 8

    એક દિવસ અથવા થાળીમાં કાઢી યા બાદ આપણે જ મસાલો બનાવ્યો હતો તે એની ઉપર છાંટવો અને ત્યારબાદ તેને મિક્સ કરી દેવું તેને મરચું ડુંગળી ટામેટાં નુ કચુંબર અને પપૈયા ના સંભારણા સાથે સર્વ કરવું તો તૈયાર છે આપણા આ એકદમ સ્વાદિષ્ટ ચંપાકલી ગાંઠિયા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hiral H. Panchmatiya
Hiral H. Panchmatiya @cook_23114780
પર

Similar Recipes