લીલી ડુંગળી ટામેટાંનું શાક(Lili dungli-tameta nu shak recipe in Gujarati)

NIRAV CHOTALIA
NIRAV CHOTALIA @NiravChotalia007
NAVSARI

#GA4
#Week11
શિયાળા ની ઋતુ સાથેજ સરસ મજાના અનેક લીલા શાક થી
શાકભાજી માર્કેટ ઉભરાય પડે છે.
આ ઋતુ માં લીલી ડુંગળી પણ ખુબજ સરસ તાજી મળે છે.
ને લીલી ડુંગળી દ્વારા અનેક ચીજો બનાવી શકાય છે.
જેમાં મારુ મનગમતું ઝટપટ બની જતું તેમજ ચટાકેદાર શાક એટલે
લીલી ડુંગળી ને ટામેટા નું શાક.
જે રોટલી, રોટલા, ભાખરી, થેપલા, પૂરી વગેરે સાથે ખાય શકાય છે.
તો આજે તેને બનાવવાની રીત જોઈશું...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
1 સર્વિંગ
  1. 3 નંગલીલી ડુંગળી
  2. 1 નંગટામેટું
  3. 1 ટેબલ સ્પૂનતેલ
  4. ચપટીજીરું
  5. ચપટીહીંગ
  6. ચપટીહળદર
  7. 1 ટી સ્પૂનલાલમરચાં નો પાઉડર
  8. 1/2 ટી સ્પૂનધાણા જીરું પાઉડર
  9. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    લીલી ડુંગળી ટામેટાં નું શાક બનાવવા માટે સૌ પ્રથમ 3 નંગ લીલી ડુંગળી,
    1 નંગ ટામેટું સમારી લેવું.

  2. 2

    હવે એક વાસણ માં 1 ટેબલ ચમચી તેલ ગરમ કરી...
    તેમાં ચપટી જીરું, ચપટી હીંગ, ચપટી હળદર તેમજ ચપટી લાલમરચું નાખી
    તેમાં સમારેલા લીલા કાંદા નાખી દેવા.

  3. 3

    ત્યાર બાદ તેને બરોબર મીક્ષ કરી તેમાં ચપટી મીઠું નાખવું.
    ત્યાર બાદ તેને બરોબર મીક્ષ કરી તેમાં સમારેલા ટામેટા નાખવા.

  4. 4

    હવે તેમાં 1 ટી ચમચી લાલમરચું પાઉડર, 1/2 ટી ચમચી ધાણા જીરું પાઉડર,
    અને ચપટી મીઠું નાખી બરોબર મીક્ષ કરી લેવું.

  5. 5

    શાક ને ધીમા તાપે ટામેટા થોડા પોચા થાય
    ત્યાં સુધી ચઢવા દેવું વચ્ચે વચ્ચે મીક્ષ કરતા રહેવું.

  6. 6

    તો તૈયાર છે ખૂબજ ઝટપટ બનતું એવું સ્વાદિષ્ટ લીલી ડુંગળી ટામેટાં નું શાક
    કે જેને રોટલી, રોટલા, ભાખરી, થેપલા, પૂરી વગેરે સાથે ખાય શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
NIRAV CHOTALIA
NIRAV CHOTALIA @NiravChotalia007
પર
NAVSARI

Similar Recipes