વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)

Sneha Patel
Sneha Patel @snehapatel_4499

વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 mins
4 people
  1. 2 વાટકી- ચોખા
  2. 3 વાટકી- તુવેર દાળ
  3. 1/4 વાટકીચણાની દાળ
  4. 1 વાટકી- મગ ની છોડાવાળી દાળ
  5. 8 વાટકીપાણી
  6. 1 ચમચી- તેલ
  7. 1 ચમચી- ઘી
  8. 1 ચમચી- રાઈ
  9. 1 ચમચીજીરૂ
  10. 1 ચમચીમેથી
  11. 1 ચમચીહિંગ
  12. 1 ચમચીહળદર
  13. 1- ડુંગળી
  14. 1તમલ પત્ર
  15. 2લવિંગ
  16. 1તજ
  17. 2 ચમચીમરી પાઉડર
  18. 1/2 વાટકી-- વટાણl
  19. 7-8કળી - લસણ
  20. 1 નંગ- મરચા
  21. 1 નંગ- ગાજર
  22. 1 નંગ- બટાકા
  23. 1 વાટકી- શીંગદાણા
  24. 1 નંગ- શિમલા મિર્ચ
  25. 1- નાનું આદું
  26. સ્વાદાનુસાર - મીઠું
  27. 1 ચમચી- ધાણા પાઉડર
  28. 1 ચમચી- ગરમ મસાલો
  29. સજાવટ
  30. પાપડ
  31. દહીં
  32. અથાણું
  33. ડુંગળી

રાંધવાની સૂચનાઓ

40 mins
  1. 1

    ચોખા, તુવેર દાળ, મગ ની છોડાવાળી દાળ ને પાણી માં 1/2 કલાક પલાળી રાખવા.

  2. 2

    એક તાવડીમાં તેલ અને ઘી ને ભેગું કરીને ગરમ કરવું. આ મિશ્રણમાં બધા મસાલા નાંખીને ખદ્ ખદ્ થાય ત્યાંસુધી રાઈ, હિંગ, મેથી તથા જીરું નો વઘાર કરવો. આ વઘારમાં ડુંગળી, મરચાં તથા લસણ નાંખીને ધીરેધીરે હળવતા બરાબર સાંતળો.

  3. 3

    પછી વટાણાને ઉમેરો. પછી તેનાં ઉપર તમાલપત્ર, તજ, લવિંગ ઉમેરીને તેમાં સમારેલાં ગાજર તથા બટાકા ઉમેરો.

  4. 4

    પછી તેનાં પર આદુ લસણ ની પેસ્ટ ઉમેરીને તજ, લવિંગ, મરી પાઉડર, ધણાં પાઉડર તથા ગરમ મસાલો ઉમેરીને બરાબર હલાવી ને શાક તૈયાર કરવું.

  5. 5

    પ્રેસર કૂકરમાં પાણી ની અંદર ચોખા, તુવેર દાળ, મગ ની છોડાવાળી દાળ નાંખીને બરાબર ઉકાળીને શાક ને ઉમેરીને 2 સિટી મારવી.

  6. 6

    2 સિટી વાગે એટલે ગેસ બંધ કરીને થોડુંક શિજાવા દઈને વઘારેલી ખીચડી ને દહીં અથાણું ડુંગળી તથા પાપડ સાથે પીરસવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sneha Patel
Sneha Patel @snehapatel_4499
પર

Similar Recipes