વોટરમેલન ફેટા સેલેડ (Watermelon Feta Salad Recipe In Gujarati)

ઉનાળાની ઋતુ દરમ્યાન બનાવીને આનંદ લઈ શકાય એવું આ એક ખૂબ જ રિફ્રેશિંગ સેલેડ છે. ફુદીના ના પાનને લીધે સેલેડ ને એક તાજગી મળે છે જ્યારે ફેટા ચીઝની ખારાશને લીધે એક ખૂબ જ અલગ પ્રકારનો ટેસ્ટ મળે છે જેના લીધે આ સેલેડ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ એક ખૂબ જ ઝડપથી બની જાય એવી અને હેલ્ધી સેલેડ રેસિપી છે જે ઉનાળા ની ઋતુ દરમ્યાન મારી પ્રિય સેલેડ રેસીપી છે.
વોટરમેલન ફેટા સેલેડ (Watermelon Feta Salad Recipe In Gujarati)
ઉનાળાની ઋતુ દરમ્યાન બનાવીને આનંદ લઈ શકાય એવું આ એક ખૂબ જ રિફ્રેશિંગ સેલેડ છે. ફુદીના ના પાનને લીધે સેલેડ ને એક તાજગી મળે છે જ્યારે ફેટા ચીઝની ખારાશને લીધે એક ખૂબ જ અલગ પ્રકારનો ટેસ્ટ મળે છે જેના લીધે આ સેલેડ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ એક ખૂબ જ ઝડપથી બની જાય એવી અને હેલ્ધી સેલેડ રેસિપી છે જે ઉનાળા ની ઋતુ દરમ્યાન મારી પ્રિય સેલેડ રેસીપી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાડકીમાં ડ્રેસિંગમાં ઉમેરવાની બધી વસ્તુઓ ભેગી કરીને કાંટાની મદદથી બરાબર હલાવી લેવું જેથી કરીને ડ્રેસિંગ થોડું જાડું થઈ જશે. ડ્રેસિંગ માં થોડી ખાંડ અથવા તો મધ ઊમેરી શકાય. લીંબુના રસના બદલે વિનેગર પણ વાપરી શકાય. ડ્રેસિંગ ને બનાવી ને બાજુ પર મૂકી રાખવું.
- 2
હવે એક મોટા વાસણમાં તરબૂચ, કાકડીના ટુકડા, ફુદીનાના પાન અને ફેટા ચીઝ ના ટુકડા ઉમેરીને બધું બરાબર હલાવી લેવું. હવે તેના પર તૈયાર કરેલું ડ્રેસિંગ ઉમેરીને બરાબર મિક્સ કરી દેવું. આ સલાડ રેફ્રિજરેટરમાં એક બે કલાક સુધી રાખી શકાય, વધારે વાર રાખવું નહીં કેમકે એ એટલું ફ્રેશ રહેશે નહીં. બધુ અલગ અલગ કાપીને અલગ અલગ કન્ટેનરમાં ભરી ને ફ્રિજમાં રાખી શકાય અને બનાવવાના સમયે બધું ભેગું કરી શકાય, ત્યારબાદ તેના પર ડ્રેસિંગ રેડી શકાય.
- 3
વોટરમેલન અને ફેટા સેલેડ ને એકદમ ઠંડુ પીરસવું. આ સેલેડ સાઇડ ડીશ તરીકે પીરસી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વોટરમેલન જ્યુસ (Watermelon juice recipe in Gujarati)
ઉનાળામાં તરબૂચ નું જ્યુસ શરીરને ઠંડક આપે છે અને ખૂબ જ રિફ્રેશિંગ લાગે છે. આ એક ખૂબ જ સરળ અને જલ્દીથી બની જતી રેસીપી છે. લીંબુ, ફુદીનો અને સંચળ ઉમેરવાથી આ જ્યુસ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.#NFR#cookpadindia#cookpad_gu spicequeen -
એવોકાડો ટોસ્ટ (Avocado toast recipe in Gujarati)
એવોકાડો ટોસ્ટ એક ઝડપથી બની જતી ઓપન સેન્ડવીચ નો પ્રકાર છે જે એવોકાડો અને બીજા અલગ અલગ શાકભાજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ સેન્ડવીચ ખૂબ જ સ્વાદિષ્ટ અને રિફ્રેશિંગ લાગે છે. આ સેન્ડવીચ સાઈડ ડિશ તરીકે સૂપ સાથે અથવા તો લાઈટ મીલ તરીકે સેલેડ સાતગે પીરસી શકાય.#NFR#cookpadindia#cookpad_gu spicequeen -
વોટરમેલન પોપ્સિકલ્સ (Watermelon popsicles recipe in Gujarati)
ગરમીના દિવસોમાં વોટરમેલન પોપ્સિક્લ ખાવાની ખૂબ જ મજા પડે છે. ઠંડક આપતા હોવાથી નાનાથી મોટા સૌને પસંદ પડે છે. ફુદીનો અને સંચળ ઉમેરવાથી પોપ્સિકલ્સ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આ એક ખૂબ જ સરળ રેસિપી છે જે બાળકો પણ બનાવી શકે.#NFR#cookpadindia#cookpad_gu spicequeen -
તરબૂચ ફેટા ચીઝ સલાડ (Watermelon Feta Cheese Salad Recipe In Gujarati)
તરબૂચ બધા ને ભાવતું જ હોય છે . તરબૂચ સાથે ફેટા ચીઝ અને ફુદીનાનો ફ્લેવર એક અલગ જ ડીશ તૈયાર થઈ જાય છે એ તમે જમવા સાથે તમે સાઈડ ડિશ તરીકે પણ લઈ શકો છો આ બાળકોને ખૂબ જ આવશે કારણ કે એની અંદર ફેટા ચીઝ અને તરબુચની ફ્લેવર છે ચીઝ મા આવેલું થોડી ખારાશ થી તડબૂચની ફ્લેવર અલગ થઈ જાય છે અને આ ઝડપથી અને જલ્દી બનતું સલાડ છે આ ઓઈલ ફ્રી છે હેલ્ધી તમારે એને કંઈ નાખવાની જરૂર નહીં પડે અને એમ જ સરસ લાગશે#AsahiKaseiIndia#nooil#cookpadindia#cookpad_gu Khushboo Vora -
થ્રી બીન સેલેડ (Three bean Salad Recipe In Gujarati)
થ્રી બીન સેલેડ હેલ્થી અને સ્વાદિષ્ટ સેલેડ છે જે ખુબ જ આસાની થી બની જાય છે. પ્રોટીન થી ભરપૂર એવુ આ સેલેડ એક કોલ્ડ સેલેડ નો પ્રકાર છે જે આગળ થી બનાવી ફ્રિજ માં રાખી શકાય. ત્રણ થી ચાર કલાક પેહલા બનાવી ને રેફ્રિજરેટ કરવાથી ડ્રેસિંગ ના ખાટા મીઠા ફ્લેવર સેલેડ માં સરસ રીતે બેસી જાય છે જે એને ખુબ સ્વાદિષ્ટ બનાવે છે. આ સેલેડ સાઇડ ડીશ તરીકે અથવા તો લાઈટ મીલ તરીકે પણ પીરસી શકાય.#GA4#Week18#cookpadindia#cookpad_gu spicequeen -
ગ્રીક સેલેડ (Greek salad recipe in Gujarati)
ગ્રીક સેલેડ ગ્રીક ભોજન શૈલીનું એક ખૂબ જ લોકપ્રિય સેલેડ છે જે ટામેટા, કાકડી, કાંદા, ફેટા ચીઝ અને ઓલિવ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ સેલેડ માં મીઠું, મરી, ઓરેગાનો અને ઓલિવ ઓઇલ નું ડ્રેસિંગ કરવામાં આવે છે. આ સેલેડ માં પસંદગી પ્રમાણે કેપ્સીકમ પણ ઉમેરી શકાય. ગ્રીક સેલેડ સ્ટાર્ટર અથવા તો સાઈડ ડિશ તરીકે પીરસી શકાય.#RB9#NFR#cookpadindia#cookpad_gu spicequeen -
વોટરમેલન સ્મૂધી (Watermelon smoothie recipe in Gujarati)
સ્મૂધી એક પ્રકારનું પીણું છે જે ફળો અને / અથવા શાકભાજી માંથી બનાવવામાં આવે છે જેમાં બધી વસ્તુઓને મિક્સર જારમાં ઉમેરીને વાટી લેવામાં આવે છે. સામાન્ય રીતે સ્મૂધી બનાવવા માટે ફળોના રસ, દહીં કે દૂધનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ ઘણીવાર બરફ અથવા તો ફક્ત ઠંડા પાણીનો પણ ઉપયોગ કરવામાં આવે છે.દહીં સાથે બનાવવામાં આવતી વોટરમેલન સ્મૂધી ઉનાળાના સમયમાં શરીરને ઠંડક આપે છે. ફુદીના ના પાન સ્મૂધી ને રિફ્રેશિંગ અને સ્વાદિષ્ટ બનાવે છે અને એક સરસ ફ્લેવર આપે છે. ફ્રોઝન તરબૂચના ટુકડા વાપરવાથી ખુબ જ સરસ સ્મૂધી બને છે.પાણીથી ભરપૂર એવું તરબૂચ વિટામિન સી અને વિટામિન એ ધરાવે છે. તરબૂચમાં હૃદય ને ઉપયોગી એવા ઘણા બધા વિટામિન અને મિનરલ રહેલા છે. ઓછી કેલેરી ધરાવતું આ ફળ પાચનક્રિયામાં ખૂબ જ ઉપયોગી છે. આ ઉપરાંત એના ઘણા બધા ફાયદા છે.સ્મૂધી માં ઉમેરવામાં આવતું દહીં અને ફુદીનો પણ શરીરને ઉપયોગી એવી ઘણી બધી વસ્તુઓ થી ભરપુર છે અને શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.#Immunity#cookpadindia#cookpad_gu spicequeen -
મેડિટેરિયન સલાડ (Mediterranean Salad Recipe In Gujarati)
#ATW3#TheChefStory#cookpad#cookpadindia#cookpad_guj Parul Patel -
રેઇનબો સેલેડ (Rainbow Salad Recipe In Gujarati)
કોઈપણ પ્રકારના કાચા શાકભાજી અને ફળો શરીર માટે ખૂબ જ ઉપયોગી છે જે શરીરને જરૂરી એવા પોષક તત્વોથી ભરપૂર હોય છે. શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે કાચા ફળ અને શાકભાજી ઉપયોગમાં લેવા ખૂબ જ આવશ્યક કારણ કે તે એન્ટિઓક્સિડન્ટ્સ થી ભરપૂર હોય છે. આ અલગ અલગ પ્રકારના શાકભાજીઓ માંથી બનાવવામાં આવતું સુંદર અને રંગબેરંગી સેલેડ આરોગ્યવર્ધક છે અને સ્વાદિષ્ટ પણ છે.#Immunity#cookpadindia#cookpad_gu spicequeen -
મેક્સિકન સલાડ(Mexican salad)
ચોમાસાની સિઝનમાં કોર્ન ખૂબ જ પ્રમાણમાં મળે છે ઘણી બધી રેસીપી હોય છે આજે આ મેક્સિકન સલાડ ની રેસિપી હું શેર કરું છું જે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એકદમ લો કેલરી છે#સુપરશેફ3#વીક3#corn#માઇઇબુક Devika Panwala -
-
વોટરમેલન મિલ્ક શેક (Watermelon Milk Shake Recipe In Gujarati)
#AsahiKaseiIndiaગરમીના સમયમાં તરબૂચ અને તેની સાથે તકમરીયા અને એમાં પણ દૂધની સાથે ઠંડુ આ milkshake શરીરમાં ખૂબ જ ઠંડક અને તાજગી આપે છે ઉનાળામાં બાળકો માટે પણ આ શેક બહુ જ સારું છે બહુ જ ઓછા સમયમાં બનતું અને એકદમ ટેસ્ટી આ મિલ્ક શેક છે Ankita Solanki -
પમ્પકીન કેરટ સૂપ (Pumpkin Carrot soup recipe in Gujarati)
આ સૂપ કોળા અને ગાજર માંથી બનાવવામાં આવે છે. કોળું અને ગાજર બંને જ વધારે પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટ ધરાવતા વેજિટેબલ્સ છે. આ બંને વેજીટેબલ નો યોગ્ય રીતે ઉપયોગ કરીને ખુબ જ હેલ્ધી અને આરોગ્યપ્રદ વાનગીઓ બનાવી શકાય. પમ્પકીન અને કેરટ સૂપ એકદમ સરળ અને સ્વાદિષ્ટ રેસીપી છે જે ખુબ જ ઝડપ થી બની જાય છે. આ બંને શાકભાજી ના લીધે સૂપ ને એક જાડું અને ક્રીમી ટેક્ષ્ચર મળે છે. આ સૂપ બ્રેડ, સેન્ડવીચ કે સલાડ સાથે સર્વ કરી શકાય.#ફટાફટ#પોસ્ટ2 spicequeen -
-
ગ્રીક સલાડ (Greek salad recipe in gujarati)
સલાડ નિયમિત ખાવું જોઇએ. કાચા વેજીટેબલ્સ હેલ્થ માટે બહુ જ સારા છે. તેમાંથી સારા પ્રમાણ માં ફાઇબર મળે છે. કદાચ રોજ એક ના એક પ્રકાર નું સલાડ ખાઈને કંટાળી ગયા હોવ તો આ સલાડ ચોક્કસ ટ્રાય કરજો. આપણે usually જે ingredients થી બનાવતા હોઈએ તેનો જ વપરાશ કરીને આ સલાડ બનાવી શકાય છે.#સાઇડ Nidhi Desai -
ડિટૉક્સ સેલેડ બોલ (Detox salad bowl recipe in Gujarati)
ડિટૉક્સ સેલેડ બોલ એ શરીરને ડિટૉક્સ કરવા માટેની ખુબ જ સરસ રેસીપી છે જેમાં બોડીને ડિટૉક્સ કરવા માટે વપરાતા શાકભાજી અને સીડ વાપરવામાં આવ્યા છે. બીટરૂટ, ગાજર અને સફરજન થોડો મીઠો સ્વાદ આપે છે જ્યારે ઓરેન્જ અને જીંજર ડ્રેસિંગ થોડો ખાટો અને સ્પાઈસી ફ્લેવર આપે છે. સેલેડ માં ઉમેરવામાં આવેલ પંપકીન સીડ, સૂકી દ્રાક્ષ અને શેકેલા તલ સેલેડ ને સરસ ક્રન્ચ અને ટેક્ષચર આપે છે. આ એક ખૂબ જ રિફ્રેશિંગ, ફ્લેવરફૂલ અને સ્વાદિષ્ટ સેલેડ ની રેસીપી છે જે શરીર ને ડિટૉક્સ કરવા માટે ઉપયોગી છે. spicequeen -
-
ફેટા ચીઝ સલાડ(Feta Cheese salad Recipe In Gujarati)
#સાઇડ ઘટ્ટ દહીં માંથી બનતો આ સલાડ .. તેમાં ઘણા બધાં શાકભાજી ઉમેરી ને બનાવવામાં આવ્યો છે. જે પાઉંભાજી, થેપલા, પરાઠા , પુડલા,પૂરી, ઢોસા,પંજાબી શાક બીજી ઘણી બધી વાનગી સાથે બ્રેડ ની અંદર ડ્રેસીંગ તરીકે પણ ઉપયોગ માં લઈ શકાય છે. Bina Mithani -
દૂધી સરગવા નું સૂપ (Dudhi Saragva Soup Recipe In Gujarati)
દુધી સરગવાનું સૂપ એક ઓઇલ ફ્રી રેસીપી છે જે ડાયટિંગ અને ડીટોક્ષ માટે ખૂબ જ ઉપયોગી છે. આ એક ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ સૂપ છે જે ઝડપથી બની જાય છે.#MFF#cookpadindia#cookpad_gu spicequeen -
સ્પિનચ ફેટા રાવિઓલી (Spinach feta ravioli recipe in Gujarati)
રાવિઓલી એક ખૂબ જ સ્વાદિષ્ટ ઇટાલિયન પાસ્તા ની ડીશ છે જેમાં ફીલિંગ વાળા પાસ્તા નો ઉપયોગ કરવામાં આવે છે. અલગ અલગ પ્રકારની વેજિટેરિયન અથવા નોન વેજિટેરિયન વસ્તુઓનો ઉપયોગ કરીને ફીલિંગ બનાવી શકાય. મેં અહીંયા પાલક અને ફેટા ચીઝ નું ફીલિંગ બનાવ્યું છે. આ પાસ્તા બટર સૉસ અથવા તો અરાબિઆતા / રેડ સોસ સાથે સર્વ કરી શકાય. રાવિઓલી ને મુખ્ય ભોજન તરીકે ગાર્લિક બ્રેડ સાથે સર્વ કરી શકાય.#prc#cookpadindia#cookpad_gu spicequeen -
હેલ્ધી લેટ્ટસ રૅપ (Healthy lettuce wraps recipe in Gujarati)
લેટ્ટસ સેલેડ માં વપરાતું શાકભાજી છે જેના આરોગ્યની રીતે ઘણા બધા ફાયદા છે. લેટ્ટસ માંથી મળતા વિટામીન એ, કે અને સી વજન ઘટાડવા માટે તેમજ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ઉપયોગી છે. લો કેલેરી અને ઝીરો કેલેસ્ટ્રોલ વાળું આ શાક બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રાખે છે. લેટ્ટસ માંથી મળતું વિટામીન સી પાવરફુલ એન્ટિઓક્સિડન્ટ છે તેમજ રોગપ્રતિકારક શક્તિ જાળવી રાખવામાં ખૂબ જ ઉપયોગી છે.આ લેટેસ્ટ રેપ માં ઉમેરવામાં આવેલ બીજા શાકભાજી, રાજમા અને પાઈનેપલ પણ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ખૂબ જ ઉપયોગી છે. લેટ્ટસ રૅપ એક ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ ડિશ છે જે શરીરના ટોક્સિન્સ દૂર કરે છે અને સ્વાસ્થ્યવર્ધક છે.#MW1 spicequeen -
પેસ્તો પાસ્તા (Pesto pasta recipe in Gujarati)
પેસ્તો પાસ્તા એક ફ્લેવર ફુલ ડીશ છે જે મારા બાળકોને ખુબ જ પસંદ છે. મેં બેસીલ અને બદામનો ઉપયોગ કરીને સ્વાદિષ્ટ પેસ્તો સૉસ બનાવ્યો છે. જો પેસ્તો સૉસ અને બાફેલા પાસ્તા તૈયાર હોય તો આ ડિશ બનાવવામાં દસ મિનિટ પણ લાગતી નથી. આ પાસ્તા નાસ્તા તરીકે અથવા તો લંચ કે ડિનરમાં ગાર્લિક બ્રેડ સાથે પીરસી શકાય.#SD#cookpadindia#cookpad_gu spicequeen -
વોટરમેલન આઈસ ટી (Watermelon Ice Tea recipe in Gujarati)
#SRJ#cookpadgujarati#cookpadindia#cookpad આઈસ ટી ઘણી બધી અલગ અલગ ફ્લેવરની બનાવી શકાય છે. સામાન્ય રીતે આઈસ ટી ગ્રીન ટી, લેમન અને હની માંથી બનાવવામાં આવે છે પરંતુ અલગ અલગ ફ્લેવર વાળી આઈસ ટી પણ ખૂબ જ સરસ લાગે છે ઓરેન્જ, પાઈનેપલ, મેંગો, પીચ, કોકમ કે વોટરમેલન ફ્લેવરની આઈસ ટી બનાવવી પણ ખુબ જ સરળ છે. ફ્રુટ અને ટી ની ફ્લેવર સાથે મળીને એક ખૂબ જ સરસ રિફ્રેશિંગ ડ્રીંક તૈયાર થાય છે. આઈસ ટી એકદમ ચિલ્ડ સર્વ કરવામાં આવે તો તે વધુ સારી લાગે છે. Asmita Rupani -
રોસ્ટેડ ફિગ એન્ડ વૉલનટ સેલેડ (Fig and walnut salad in Gujarati)
ફિગ એન્ડ વૉલનટ સેલેડ રોજ-બ-રોજ બનાવવામાં આવતા સેલેડ કરતાં અલગ પ્રકારનું છે જે ખૂબ જ હેલ્થી અને પોષણ દાયક છે કેમકે એમાં ફ્રેશ અંજીર, અખરોટ અને પનીરનો ઉપયોગ કરવામાં આવે છે. મધથી મળતી થોડી મીઠાસ એને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવે છે.#walnuts#cookpadindia#cookpad_gu spicequeen -
બેઝિલ વૉલનટ પેસ્તો (Basil walnut pesto recipe in Gujarati)
પેસ્તો સૉસ ઇટાલિયન ભોજન માં વાપરવામાં આવતી ડીશ છે જે સામાન્ય રીતે પાઇન નટ્સ માંથી બનાવવામાં આવે છે. મેં અહીંયા અખરોટ વાપરીને પેસ્તો સૉસ બનાવ્યો છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યો છે. બેઝિલ વૉલનટ પેસ્તો સેન્ડવીચ માં, પાસ્તા અથવા તો પીઝા બનાવવામાં વાપરી શકાય. મેયોનીઝ અને ક્રીમ ચીઝ સાથે મિક્સ કરીને ડીપ પણ બનાવી શકાય.#walnuts#cookpadindia#cookpad_gu spicequeen -
લીક એન્ડ સ્વીટ પોટેટો સૂપ (Leek & sweet potato soup in Gujarati)
લીક અને સ્વીટ પોટેટો સૂપ ક્રીમી અને સ્વાદિષ્ટ સૂપની રેસિપી છે જે શિયાળાની ઋતુ માં પીવાની મજા આવે છે. આ એક ડિટૉક્સ રેસીપી છે કારણ કે એમાં વાપરવામાં આવતા શક્કરિયા અને લીક શરીરમાંથી ટોક્સિન દૂર કરવામાં ઉપયોગી છે.હું સામાન્ય રીતે આ સૂપ બટાકાની સાથે બનાવું છું પણ મેં અહીંયા શક્કરિયા વાપરીને એને એક હેલ્ધી ટ્વિસ્ટ આપ્યો છે. શક્કરિયા સાથે પણ આ સૂપ એટલું જ સ્વાદિષ્ટ લાગે છે.#GA4#Week11 spicequeen -
-
બીટ લેમન સ્મુથી(Beet Lemon Smoothie Recipe In Gujarati)
બીટ ના ફાયદા ઘણા છે. બ્લડ પ્રેશરવાળા માટે ઉપયોગી છે. લોહીનું ભ્રમણ સારી રીતે થાય છે ડાયટ કરતા હોઈએ તો ઘણું છે ઉપયોગી બને છે. બીટ અને લેમન નો એક સાથે સ્વાદ ખુબ જ સરસ આવે છે.#ફટાફટ Chandni Kevin Bhavsar -
વોટરમેલન મોઇતો (Watermelon Mojito Recipe In Gujarati)
મિત્રો અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે તો તરબૂચ ખૂબ જ સારા પ્રમાણમાં અને ખૂબ જ સારા મળતા હોય છે તરબૂચમાં 92 ટકા પાણી રહેલું છે તો ઉનાળામાં તરબૂચ સારા પ્રમાણ માં ઉપયોગમાં લેવા જોઈએ Rita Gajjar
More Recipes
ટિપ્પણીઓ (7)