પાઉં રગડો

dharma Kanani
dharma Kanani @cook_19737958
જામ ખંભાળિયા

#રેસ્ટોરન્ટ

શેર કરો

ઘટકો

૪૦ મિનીટ
૩ વ્યક્તિ
  1. ૧ કપ વટાણા (સૂકા વટાણા ની બદલે લીલા વટાણા વાપર્યા છે)
  2. ૫ નંગ બટેટા
  3. ૪ ટે. સ્પૂન તેલ
  4. ૨ ટે. સ્પૂન આમલી નો રસ
  5. ૩ ટે. સ્પૂન ખાંડ
  6. ૨ ટે. સ્પૂન લીંબુ રસ
  7. ૧ ટી. સ્પૂન હળદર
  8. ૧ ટી. સ્પૂન લાલ મરચું પાવડર
  9. ૧ ટી. સ્પૂન ગરમ મસાલો
  10. ૧ ટી. સ્પૂન કાશ્મીરી મરચું પાવડર
  11. ૧ ટી. સ્પૂન હિંગ
  12. ૨ ટે. સ્પૂન આદુ મરચાની પેસ્ટ
  13. ૮/૧૦ લીમડા ના પાન
  14. ૨ નંગ લવિંગ
  15. ૨ નંગ તજ
  16. ૨ નંગ બદિયાના
  17. ૨ તમાલપત્ર ના પાન
  18. મીઠું સ્વાદ અનુસાર
  19. પાણી જરૂર મુજબ
  20. ૬ નંગ પાઉં
  21. ઘી જરૂર મુજબ (પાઉં શેકવા માટે)
  22. ૧ પાઉં ની સજાવટ માટે (સ્વાદ અનુસાર)
  23. ૧ ટે. સ્પૂન સેવ
  24. ૧ ટે. સ્પૂન સિંગદાણા
  25. ૧ ટે. સ્પૂન ડુંગળી
  26. ૧ ટે. સ્પૂન ટામેટા
  27. ૧ ટે. સ્પૂન લીલી ચટણી
  28. ૧ ટી. સ્પૂનલસણ ની ચટણી
  29. ૧ ટે. સ્પૂન ખજૂર ની ચટણી

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ વટાણા બટેટા ધોઈ ને કૂકર માં બાફી લો. તેની મિક્સર થી ગ્રેવી બનાવો. બટેટા વટાણા અધકચરા રહે તેમ. શિયાળો છે એટલે સૂકા વટાણા ની બદલે લીલા વટાણા વાપર્યા છે. જો સૂકા વટાણા વાપરવા હોય તો ૬ કલાક પલાળી રાખવા.

  2. 2

    એક કડાઈ માં તેલ ગરમ મૂકો. તેમાં બધા જ ખડા મસાલા ઉમેરો.હવે તેમાં આમલી નો રસ, આદુ મરચાની પેસ્ટ ઉમેરો. બીજા બધા જ મસાલા ઉમેરી દો. આમલી ની જગ્યા એ લીંબુ રસ વધારે વાપરી શકાય.

  3. 3

    હવે તેમાં ગ્રેવી ઉમેરો. બરાબર મિક્સ કરી ઉકળવા દો. ૧૦ મિનીટ.

  4. 4

    નોન સ્ટિક તવી પર ઘી મૂકી પાઉં શેકવા. જો શેકવા ન હોય તો એમ જ ઉપયોગ કરી શકાય. પણ શેકવા થી વધુ સ્વાદિષ્ટ લાગશે. એક બાઉલ માં પાઉં ના ટુકડા કરો. તેની પર રગડો ગરમ ગરમ નાખી ને સજાવટ ની દરેક વસ્તુ ઉમેરો. કઈ પણ સજાવટ કર્યા વગર જ રગડો ખૂબ જ સ્વાદિષ્ટ અને ચટપટો લાગશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
dharma Kanani
dharma Kanani @cook_19737958
પર
જામ ખંભાળિયા
I love cooking😊
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes