પુરણ પોળી વિથ ભરેલ રીંગણ બટાકા સબ્જી

Nilam Ravi Vadaliya
Nilam Ravi Vadaliya @cook_20458101

પુરણ પોળી વિથ ભરેલ રીંગણ બટાકા સબ્જી

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. પુરણ માટે:
  2. 1 વાટકીતુવરની અથવા ચણાની દાળ
  3. 2 ચમચીગોળ સ્વાદ અનુસાર
  4. અથવા
  5. 2 ચમચીખાંડ સ્વાદ અનુસાર
  6. અડધી ચમચી ઈલાયચી પાવડર
  7. લોટ બાંધવા માટે:
  8. 2 કપઘઉંનો ઝીણો લોટ
  9. 3 ચમચીમેંદાનો લોટ (optional)
  10. અડધી ચમચી મીઠું (optional)
  11. 3 ચમચીતેલ
  12. 1 કપપાણી જરૂર મુજબ
  13. ભરેલા શાક નો મસાલા બનાવવા માટે:
  14. 2-3 નંગનાની બટાકી
  15. 2-3 નંગરીંગણ રવૈયા
  16. 2 નંગનાની ડુંગળી(optional)
  17. 1 ચમચીઆદુ મરચા લસણની પેસ્ટ
  18. 1/2 વાટકીમિક્સ ફરસાણ અથવા ચવાણું
  19. બેથી ત્રણ ચમચી શેકેલો ચણાના લોટ
  20. બેથી ત્રણ ચમચી ધાણાજીરૂ
  21. અડધી ચમચી હળદર
  22. 3 ચમચીલાલ મરચું
  23. મીઠું સ્વાદાનુસાર
  24. અડધી ચમચી ખાંડ
  25. અડધી ચમચી લીંબુનો રસ
  26. 2 ચમચીકોથમીર
  27. અડધી ચમચી તલ
  28. અડધી ચમચી સીંગદાણાનો ભૂકો
  29. અડધી ચમચી કોપરાનું ખમણ
  30. 4 ચમચીતેલ
  31. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ પુરણ બનાવવા માટે એક બાઉલમાં દાળ લઈ પાણીથી બરાબર સાફ કરી લો ત્યારબાદ દાળને પાણીમાં અડધો કલાક માટે પલાળી રાખવી.

  2. 2

    હવે કુકરમાં દોઢ કપ પાણી અને દાળ ઉમેરી ધીમાંથી મીડીયમ ગેસ પર ત્રણથી ચાર સીટી વગાડી લેવી. હવે દાળ બરાબર થઈ ગઈ છે તેમાં કોઈપણ પાણી એડ કરવાનું નથી અને ઓવર કૂક પણ નથી કરવાની. ચમચાથી મેશ કરી લઈશું.

  3. 3

    હવે ગેસ પર એક પેન ગરમ મૂકો ત્યારબાદ તેમાં બાફેલી દાળ અને ગોળ ઉમેરો અહિ મેં તુવેરની દાળ લીધી છે અને ગોળ હેલ્ધી ઑપ્શન છે એટલે એ ઉપયોગ કર્યો છે તમે ખાંડ પણ લઈ શકો છો.

  4. 4

    હવે બધું મિક્સ કરી ધીમા ગેસ પર 5 થી 6 મિનિટ સુધી કુક કરવાનું છે જ્યાં સુધી પાણી બળી ન જાય ત્યાં સુધી અને એક ઘટ મિશ્રણ બનાવવાનુ બોલ્સ બની શકે એવું. છેલ્લે અડધી ચમચી ઇલાયચી પાઉડર ઉમેરી મિક્સ કરી ગેસ બંધ કરી દેવો આ મિશ્રણને ઠંડું પડવા દેવું ત્યારબાદ તેમાંથી નાના નાના લૂઆ કરી લેવા.

  5. 5

    હવે લોટ બાંધવા માટે એક બાઉલમાં ઘઉંનો લોટ લઇ તેમાં બેથી ત્રણ ચમચી મેંદાનો લોટ મીઠું સ્વાદ અનુસાર અને 1 ચમચી તેલ ઉમેરી બધું મિક્સ કરી જરૂર મુજબ પાણી ઉમેરો પરોઠા જેવું લોટ બાંધી લેવો અને૧૦થી ૧૫ મિનિટ સુધી ઢાંકી મુકો. હવે બે ચમચી તેલ ઉમેરી બરાબર મસળી લેવો.

  6. 6

    ત્યારબાદ લોટમાંથી લુઆ કરી લેવા. હવે એક લુવો લઇ તેમાંથી નાની રોટલી વણી વચ્ચે પૂરણ ભરી બધી સાઇડથી પેક કરી હળવા હાથે રોટલી ને વણી લેવાની. ત્યારબાદ એક તવીને ગેસ પર ગરમ મૂકો હવે વણેલી પુરણ પુરી ને તેલ અથવા ઘી માં શેકી લેવી. તો તૈયાર છે પુરણ પોળી.

  7. 7

    શાક બનાવવા માટે: સૌપ્રથમ છોલેલા બટાકા અને રીંગણ ને બરાબર પાણીથી ધોઈ લેવા. ત્યારબાદ તેમાં કાપા કરી લેવા.

  8. 8

    હવે મસાલો બનાવવા માટે સૌપ્રથમ મિક્સ ફરસાણ અથવા ચવાણા ને ખાંડણી અથવા મિક્ષરમાં બારીક ભૂકો કરી લેવો. ત્યારબાદ મસાલામાં અડધી ટીસ્પૂન મીઠું, લાલ મરચું પાવડર, તાજી કોથમીર, કોપરાનું ખમણ,સીંગદાણાનો ભૂકો, ધાણાજીરૂ, તલ, ખાંડ, લીંબુનો રસ, બે ચમચી શેકેલો ચણાનો લોટ, એક ચમચી તેલ ઉમેરી બધું મિક્સ કરી લેવું. તમે આમાં લસણની ચટણી પણ ઉમેરી શકો છો. આ મસાલા ને ફ્રીજમાં ચાર પાંચ દિવસ માટે એર ટાઈટ ડબ્બામાં સ્ટોર પણ કરી શકો છો.

  9. 9

    હવે આમ રીંગણ બટાકા અને ડુંગળીમાં કાપા કરી પછી ભરી લેવા. કુકરમા ૩ થી ૪ ચમચા તેલ ગરમ મૂકી. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ ઉમેરવી. ત્યારબાદ તેમાં એક ચમચી આદુ લસણ મરચાની પેસ્ટ અડધી ચમચી હળદર અડધી ચમચી હિંગ ઉમેરી બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં ભરેલા રીંગણ બટાકા અને ડુંગળી ઉમેરો. હવે આ બધાને એક મિનિટ માટે ચઢવા દો જેથી તેલ છૂટું પડે.

  10. 10

    હવે એક મિનિટ પછી તેમાં મસાલા મળીશું અડધી ચમચી ધાણાજીરું પાવડર ૧ ચમચી લાલ મરચું પાવડર સ્વાદ અનુસાર મીઠું, ખાસ યાદ રાખો કે મસાલા માં પણ મીઠું નાખેલું છે એટલે થોડું ઓછું નાખવાનું. હવે થોડીવાર સાંતળી તેલ બરાબર એટલે થોડું પાણી ઉમેરી કુકર બંધ કરી ધીમા થી મીડીયમ ગેસ ઉપર ત્રણથી ચાર સીટી વગાડી લેવી.

  11. 11

    જો તમે વધારે મસાલાવાળું પસંદ હોય તો તમે કુકરમાં તમે ઉપરથી મસાલો પણ ઉમેરી શકો છો. છેલ્લે કોથમીરથી ગાર્નિશ કરો. તો તૈયાર છે પુરણ પોળી વિથ ભરેલ રીંગણ બટાકાનું શાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nilam Ravi Vadaliya
Nilam Ravi Vadaliya @cook_20458101
પર

Similar Recipes