મેંગો ડીલાઈટ હલવો

Sheetal Limbad
Sheetal Limbad @cook_24018491
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપસાકર
  2. 1 કપકેરીના કટકા
  3. 1/2 કપ કસ્ટર્ડ પાઉડર
  4. 2 ચમચી ઘી
  5. ૧ કપપાણી
  6. ૮થી 10 નંગ ટુકડા કરેલા કાજુ
  7. 1 ચમચીમગજતરીના બી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ સાકરને મિક્સરમાં દળી લેવાની

  2. 2

    હવે તેમાં કેરીના કટકા નાખી ઘટ્ટ થાય ત્યાં સુધી મિક્સરને ફેરવો

  3. 3

    હવે આ મિશ્રણમાં અડધો કપ કસ્ટર્ડ પાઉડર નાખી ફરીથી મિક્સરમાં ફેરવી લો

  4. 4

    હવે આ મિશ્રણને એક પેન માં નાખી તેમાં 1 કપ પાણી નાખી નીચે નીચે હલાવો

  5. 5

    હવે પેનને ધીમી આંચ પર ગેસ પર મૂકી સતત હલાવ્યા રાખો

  6. 6

    આ મિશ્રણમાં જ્યારે થોડી છમક આવવા લાગે ત્યારે તેમાં એક એક ચમચી ઘી નાખતા જવું

  7. 7

    કૃપયા બધું ઘી એકસાથે ના નાખો અને સતત હલાવ્યા રાખો

  8. 8

    બીજી બાજુ એક થાળીમાં ઘી ચોપડી તૈયાર રાખો

  9. 9

    ઘી નાખી દીધા પછી કાજૂના નાના ટુકડા ને એમાં નાખી હલાવી રાખો

  10. 10

    પેનનું મિશ્રણ ઘટ્ટ થઇ ને છોડી છોડી દે એટલે તેને થાળીમાં ઢાળી દો અને તેને વ્યવસ્થિત પાથરી દો

  11. 11

    સજાવટ માટે મગજતરી ના બી અને કાજૂના નાના ટુકડા અને તમને પસંદ હોય તેવા ડ્રાયફ્રુટ નાખી મિશ્રણ ઠંડું પડ્યા પછી તેના ચોસલા પાડવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sheetal Limbad
Sheetal Limbad @cook_24018491
પર

Similar Recipes