રાગી આલુ પરાઠા (Ragi aloo paratha recipe in Gujarati)

Suhani Gatha
Suhani Gatha @suhanikgatha

#સુપરસેફ૨
#લોટ
રાગીમાં એવા ફાઈબર્સ રહેલા હોય છે જેને કારણે તમને લાંબો સમય સુધી તમારુ પેટ ભરાયેલું હોય તેવો અહેસાસ થાય છે. આ કારણે વારંવાર ભૂખ નથી લાગતી અને વજન ઘટે છે. ઈન્સ્યુલિન એક્ટિવેટ કરીને રાગી બ્લડ શુગર લેવલ પણ કાબુમાં રાખે છે. રાગીનો મહત્તમ લાભ ઊઠાવવો હોય તો તેને સવારના ભાગમાં ખાવું જોઈએ.તમને જાણીને નવાઈ લાગશે પણ રાગી સ્ટ્રેસ દૂર કરવામાં પણ મદદરૂપ છે. વ્યગ્રતા, ડિપ્રેશન અને અનિદ્રાથી પરેશાન લોકો માટે રાગી રામબાણ ઈલાજ છે. તેમાં રહેલા એન્ટિઓક્સિડન્ટ, ટ્રિપ્ટોફન અને એમિનો એસિડ્સ કુદરતી રીતે સ્ટ્રેસ દૂર કરે છે. રિસર્ચ મુજબ માઈગ્રેનમાં પણ રાગીનો લોટ ફાયદાકારક પુરવાર થાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦
  1. ૧ કપરાગી નો લોટ
  2. ૧ કપપાણી
  3. ૧/૪ ચમચીજીરૂ
  4. મીઠું સ્વાદ પ્રમાણે
  5. ૧/૨ ચમચીતેલ
  6. બટેટા ના મસાલા માટે
  7. ૪-૫બાફેલા બટાકા નો ભુક્કો
  8. ૧/૨ ચમચીચાટ મસાલો
  9. ૧/૨ ચમચીમરચું
  10. ૧ ચમચીખાંડ
  11. મીઠું સ્વાદ પ્રમાણે
  12. ઘી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૨૦
  1. 1

    સૌ પેલા પાણી ગરમ કરવા મુકો ઉકળે એટલે તેમાં મીઠું અને જીરૂ નાખી લોટ નાખો મિક્સ કરો.

  2. 2

    બાદ તેને ઢાંકી ને રાખી દો થોડી વાર પછી તેલ નાખી ને મસળી લો.બાદ બટેટા લો તેમાં બધો મસાલો કરો અને.મિક્સ કરી લો.અને બાદ લોટ માંથી પરોઠું વણી લો હાફ ભાગ માં મસાલો મુકો અને ફોલ્ડ કરો.

  3. 3

    પછી લોઢી પર ઘી મુકી તેને સેકી લો.

  4. 4

    બાદ ગરમ ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Suhani Gatha
Suhani Gatha @suhanikgatha
પર

ટિપ્પણીઓ

Similar Recipes