ચણાની દાળ ના સમોસા(Chana ni dal na Samosa recipe in gujarati)

Payal Mehta
Payal Mehta @Payal1901
શેર કરો

ઘટકો

  1. સ્ટફીંગ માટે :
  2. 1 કપચણાની દાળ
  3. 4 નંગછીણેલો કાંદો
  4. 4 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  5. 1 કપએકદમ ઝીણો સમારેલો ફુદીનો
  6. 1/2 કપઝીણી સમારેલી કોથમીર
  7. 2 ચમચીતેલ
  8. 1/4 ચમચીહિંગ
  9. 3 ચમચીસફેદ તલ
  10. 3 ચમચીટોપરાનું છીણ
  11. 1 ચમચીહળદર
  12. 1 ચમચીલાલ મરચું
  13. 2 ચમચીગરમ મસાલો
  14. 2 ચમચીમીઠું
  15. 5-6 ચમચીદળેલી ખાંડ
  16. 1 ચમચીલીંબુ નો રસ
  17. સમોસા ના પડ માટે:
  18. 2 કપઘઉંનો લોટ
  19. 4 ચમચીતેલ
  20. મીઠું અને પાણી જરૂરિયાત મુજબ
  21. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચણાની દાળને પાંચ થી છ કલાક પાણીમાં પલાળી રાખો હવે કાંદાને છીણી લો અને તેને દબાવીને તેનો રસ નીતારી લો. કાંદાના રસને અને હળદર ચણાની દાળ માં નાખીને દાળને વરાળથી બાફી લો.

  2. 2

    એક પેનમાં થોડું તેલ લઈને તેમાં હિંગ, તલ અને આદુ મરચાની પેસ્ટ નાખીને કાંદાનુ છીણ નાંખવું. કાંદાનુ વધારાનું પાણી બળી જાય ત્યાં સુધી તેને સાંતળવો. બ્રાઉન કલરનું થાય એટલે તેમાં થોડું લાલ મરચું, ગરમ મસાલો, અને ટોપરાનું છીણ નાખીને ગેસ બંધ કરવો. ત્યારબાદ એ ઠરે એટલે તેમાં મીઠું, દળેલી ખાંડ, લીંબુ, કોથમીર અને ફૂદીનો નાખીને તેને મિક્સ કરો. સમોસાનું સ્ટફિંગ રેડી છે.

  3. 3

    ઘઉં નો ઝીણો લોટ લઈને તેમાં મીઠું,તેલ અને પાણીથી એકદમ સુવાળો લોટ બાંધો. આ લોટ ને પંદરથી વીસ મિનિટ માટે ઢાંકીને રહેવા દેવો.

  4. 4

    હવે તેમાંથી નાના નાના લૂઆ કરીને નાની રોટલી વણવી. એક રોટલી ની ઉપર બીજી રોટલી મૂકી ને તેને વણીને તવી પર કાચી-પાકી શેકી લેવી. અને ગરમ હોય ત્યારે જ તે રોટલી ને બંને પડ છુટા પાડી દેવા. આ રીતના બધી જ રોટલી બનાવીને તેના પડ છૂટા પાડીને એકની ઉપર એક રોટલી મૂકીને તેને ઢાંકીને રાખો.

  5. 5

    આ રોટલી માંથી ફોટા માં બતાવ્યા પ્રમાણે સમોસા પટ્ટી કાપી ને તેને સમોસાનો શેપ આપી ને તેમાં ચણાની દાળનું સ્ટફિંગ ભરો.

  6. 6

    આ રીતે બધા સમોસા રેડી કરી ને તેને ગરમ તેલમાં મધ્યમ તાપે તળી લો આપણા ચણાની દાળના સમોસા રેડી છે તેને ટોમેટો સોસ અને કોથમીર ની ચટણી સાથે સર્વ કરો.

  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Payal Mehta
Payal Mehta @Payal1901
પર

Similar Recipes