ઘટકો

10 મિનિટ
2  વ્યક્તિ
  1. 1કપ જુવાર નો લોટ
  2. 1કપ દહીં
  3. 11/2કપ પાણી
  4. 1ચમચી ઘી
  5. 1ચમચી આદુ મરચાં ની પેસ્ટ
  6. મીઠું સ્વાદ મુજબ
  7. 1ચમચી તેલ
  8. 1/2ચમચી જીરું
  9. વઘાર માટે:
  10. 3ચમચી તેલ
  11. 1/2ચમચી રાઈ
  12. 2નંગ સૂકા લાલ મરચાં
  13. 4-5મીઠા લીમડાના પાન
  14. 1ચપટી હિંગ
  15. 1 ચમચી સફેદ તલ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    જુવાર નું ખીચું ખાવામાં એકદમ ચટાકેદાર અને હેલ્ધી હોઈ છે.

  2. 2

    જુવાર નું ખીચું બનાવવા માટે એક મોટા બાઉલમાં 1 કપ જુવાર નો લોટ અને 1 કપ દહીં નાખી એકદમ લ્મ્સ ના રહે તે રીતે મિક્સ કરી લેવું. હવે તેમાં 1 ચમચી આદુ મરચાં ની પેસ્ટ, 1 ચમચી ઘી, મીઠું સ્વાદ મુજબ, 1/4 ચમચી હળદર અને 1-1/2 કપ પાણી નાખી બરાબર મિક્ષ કરી લેવું.

  3. 3

    હવે એક કડાઈ માં મીડીયમ ગેસ ઉપર 1 ચમચી તેલ મૂકી જીરું નાંખી સતળાઈ એટલે તૈયાર કરેલું જુવાર નું મિશ્રણ નાખવું. હવે આ મિશ્રણ ને જ્યાં સુધી ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહેવું. આ મિશ્રણ કડાઈ માંથી છુટું પડવા લાગે ચોંટે નહિ કડાઈમાં ત્યારે આપણું ખીચું થઇ ગયુ છે.

  4. 4

    હવે આપણું ખીચું તૈયાર છે તેમાં વઘાર કરીશુ.હવે વઘારીયા માં તેલ ગરમ થઇ એટલે તેમાં રાઈ,મીઠા લીમડાના પાન અને સૂકા લાલ મરચાં અને હિંગ નાખી વઘાર કરો. હવે ગેસ બંધ કરી તેમાં સફેદ તલ નાંખી હલાવી લો. હવે આ વઘાર ખીચું માથે નાખી સર્વ કરો. આ ખીચું તમે તેલ સાથે અને આચારી મસાલા સાથે એકદમ ટેસ્ટી લગે છે. તો તૈયાર છે ટેસ્ટી અને હેલ્ધી એવું જુવાર નું ખીચું.

  5. 5

    એક વાર જરૂર ટ્રાય કરજો. સૌ કોઈ ને ભાવશે.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Khushi Dattani
Khushi Dattani @cook_21123323
પર
Khambhaliya

Similar Recipes