ફ્રેન્ચ બીન્સ સબ્જી (French Beans Sabji Recipe In Gujarati)

Madhuri Chotai
Madhuri Chotai @Madhuri_04

ફ્રેન્ચ બીન્સ સબ્જી (French Beans Sabji Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૦૦ ગ્રામ ફણસી
  2. ૨ કળી લીલું લસણ
  3. ૫-૬ કળી સુકુ લસણ
  4. ડુંગળી
  5. ટામેટું
  6. ૧ ચમચીમરચું પાઉડર
  7. ૧/૨ ચમચીહળદર
  8. ૧/૨ ચમચીગરમ મસાલો
  9. ૧ ચમચીધાણજીરૂ
  10. ૧ ચમચીચણા નો લોટ
  11. મીઠું સ્વાદાનુસાર
  12. ૨ ચમચીતેલ
  13. પાણી જરૂર મુજબ
  14. ૧ ચમચીકોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ફણસી ને ધોઈ ને સમારી લો. ત્યારબાદ એક પેન માં તેલ ગરમ કરવા મૂકો.

  2. 2

    લીલું લસણ, સુકુ લસણ સમારી લો ડુંગળી ની સ્લાઈસ કરી લો તેમજ ટામેટું ખમણી લો. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં લસણ તેમજ ડુંગળી નાખી સાંતળી લો.

  3. 3

    ત્યારબાદ તેમાં ફણસી તેમજ લીલું લસણ નાખી મિક્સ કરી સાંતળી લો. હવે તેમાં મરચું, હળદર, ધાણાજીરૂ, ગરમ મસાલો તેમજ એક ચમચી ચણા નો લોટ નાખી મિક્સ કરી લો.

  4. 4

    હવે સબ્જી માં ખમણેલું ટામેટું તેમજ થોડું પાણી નાખી ઢાંકી ને ધીમા તાપે ચડવા દો.

  5. 5

    સબ્જી ચડી જાય એટલે તેમાં કોથમીર નાખી બાઉલ માં કાઢી રોટલી સાથે સર્વ કરો.. તૈયાર છે ફ્રેન્ચ બિંસ ની સબ્જી...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Madhuri Chotai
Madhuri Chotai @Madhuri_04
પર

Similar Recipes