પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)

Alpa Vora
Alpa Vora @voraalpa
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનીટ
4 વ્યક્તિ
  1. ૧ કપસમારેલી કોબી
  2. ૧/૨ કપસમારેલું ફ્લાવર
  3. ૫ નંગસમારેલાં રીંગણા
  4. 1/2સમારેલું બીટ
  5. 2તીખા લીલા મરચા સમારેલા
  6. 1નાનું ટમેટું ઝીણું સમારેલું
  7. ૧ નંગસમારેલી ડુંગળી
  8. 8-9કળી લસણ
  9. 5 નંગસમારેલા બટાકા
  10. જરૂર મુજબ પાણી
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. વઘાર માટે
  13. 3 ચમચા તેલ
  14. 2 ચમચીબટર
  15. મોટા બારીક સમારેલા ટામેટા
  16. ૩ નંગબારીક સમારેલી કોથમીર
  17. ૭-૮ કળી લસણ
  18. ૧.૫ ચમચી લીલાં મરચાં અને આદુ ની પેસ્ટ
  19. ૩ ચમચીલાલ મરચું
  20. 2 ચમચીગરમ મસાલો
  21. ૩ ચમચીપાવભાજી મસાલો
  22. ૧.૫ ચમચી ધાણાજીરું પાઉડર
  23. 1 ચપટીહળદર
  24. ૩ ચમચીલીંબુનો રસ (આમચૂર પાઉડર ચાલે)
  25. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ ઉપર દર્શાવેલ શાકભાજી કૂકર મા નાખી મીઠું અને જરૂર મુજબ પાણી નાખી ત્રણથી ચાર સીટી વગાડી બાફી લેવા. કુકડ ઠરે એટલે શાકભાજી માંથી પાણી નિતારી શાકને મેશ કરી લેવું.

  2. 2

    ત્યાર બાદ એક પેનમાં તેલ મૂકી તેમાં સૌપ્રથમ આદુ મરચાની પેસ્ટ અને લસણ નાખી ને એક મિનીટ માટે સાંતળી લેવું. તેમાં ડુંગળી અને મીઠું જરૂર પ્રમાણે મીઠું નાખી ડુંગળીને ગુલાબી રંગની થાય ત્યાં સુધી સાંતળો. ડુંગળી સંતળાઈ જાય પછી તેમાં ટામેટા નાખી દેવા અને પછી તેને ચલાવી અને ઢાંકણ ઢાંકી પાંચ મિનિટ રેવા દેવું.

  3. 3

    ત્યારબાદ તે મિશ્રણ ને ક્રશ કરી પછી તેમાં ઉપર દર્શાવેલા બધા જ મસાલા નાખી લેવા. મસાલા નાખ્યા બાદ તેને હલાવી 1/2મિનિટ સાંતળો ત્યારબાદ ઉપર દર્શાવેલ મેશ કરેલા શાકભાજીને નાખવું. પછી તેને વ્યવસ્થિત રીતે મિક્સ કરી અને ઢાંકણ ઢાંકી 5 થી 6 મિનિટ સુધી તેલ છૂટું પડે ત્યાં સુધી ચડવા દેવું.

  4. 4

    પછી તેમાં લીંબુનો રસ નાંખી બરાબર મિક્સ કરી લ્યો પછી સર્વિંગ પ્લેટમાં કાઢીને સમારેલી કોથમીર ભભરાવી પાઉ,ડુંગળી તથા લીંબુ ની સ્લાઈસ સાથે સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Alpa Vora
Alpa Vora @voraalpa
પર

ટિપ્પણીઓ

Similar Recipes