પોટ સ્ટીકર્સ (Potstickers recipe in Gujarati)

આ એક એવી રેસિપી છે જેમાં સ્ટીમિંગ અને ફ્રાઈંગ બંને વસ્તુઓ એક સાથે થાય ત્યારેજ આ વાનગી તૈયાર થઇ શકે.
પોટ સ્ટીકર્સ મોમો ના ભાઈ છે 😃. બનાવવાની રીત પણ લગભગ સરખી પણ પકાવવાની થોડી અલગ. આ નીચે થી ક્રિસ્પી અને ઉપર થી સોફ્ટ બને છે. નીચે પેન મા ચોંટી ને ક્રિસ્પી બને છે એટલે જ આ નામ. ગરમ ગરમ ખાવા માં જ મજા છે. જેને મોમોસ ભાવે એને આ વાનગી ચોક્કસ ભાવશે. બનાવો અને મજા માણો.
પોટ સ્ટીકર્સ (Potstickers recipe in Gujarati)
આ એક એવી રેસિપી છે જેમાં સ્ટીમિંગ અને ફ્રાઈંગ બંને વસ્તુઓ એક સાથે થાય ત્યારેજ આ વાનગી તૈયાર થઇ શકે.
પોટ સ્ટીકર્સ મોમો ના ભાઈ છે 😃. બનાવવાની રીત પણ લગભગ સરખી પણ પકાવવાની થોડી અલગ. આ નીચે થી ક્રિસ્પી અને ઉપર થી સોફ્ટ બને છે. નીચે પેન મા ચોંટી ને ક્રિસ્પી બને છે એટલે જ આ નામ. ગરમ ગરમ ખાવા માં જ મજા છે. જેને મોમોસ ભાવે એને આ વાનગી ચોક્કસ ભાવશે. બનાવો અને મજા માણો.
રાંધવાની સૂચનાઓ
- 1
મેંદામાં મીઠું મિક્સ કરીને ગરમ પાણીથી પરાઠા કરતા થોડો કઠણ લોટ બાંધી લેવો. લોટને ઢાંકીને 30 મિનિટ રહેવા દેવો.
- 2
પાલકને સાફ કરી, ધોઈને બાફી લેવી. બફાઈ જાય એટલે તરત એમાં ઠંડું પાણી ઉમેરી લેવું. એક ચારણીમાં નાંખી પાણી નિતારી લેવું. હવે પાલકને દબાવી એમાંથી બધું પાણી કાઢીને કોરી કરી લેવી. પાલક ને ઝીણી સમારી લેવી.
- 3
એક પેનમાં તેલ ગરમ થાય એટલે એમાં ઝીણો સમારેલો કાંદો સાંતળવો. એમાં લસણ ઉમેરવું. એક મિનિટ પછી એમાં મીઠું, મરી અને મિક્સ હર્બ ઉમેરવા. હવે પાલક ઉમેરી લેવી. બે મિનીટ પછી ગેસ બંધ કરી એમાં છીણેલું પનીર ઉમેરી લેવું. બધું બરાબર મિક્સ કરી લેવું.
- 4
આ સ્ટફિન્ગ ને ઠંડુ કરી લેવું.
- 5
હવે તૈયાર કરેલા લોટમાંથી નાના-નાના ગુલ્લા કરી લેવા. આ ગુલ્લા માંથી સાડા ત્રણ ઇંચ જેટલી પૂરી વણી લેવી. આ પૂરી પાતળી હોવી જોઈએ. પૂરી ની કિનારી પર પાણી લગાડવું જેથી એ ખુલી ના જાય. એમાં તૈયાર કરેલું સ્ટફિંગ ભરીને ચપટી વાળી ને પોર્ટ સ્ટીકર્સ બનાવવા.
- 6
એક નોન-સ્ટીક પેનમાં 2 ટેબલસ્પૂન તેલ લેવું. તેલ મીડીયમ તાપે ગરમ થાય એટલે એમાં આઠથી દસ પોટ સ્ટીકર ગોઠવી દેવા. બે-ત્રણ મિનિટ પછી જ્યારે પોટ સ્ટીકર નીચેથી ક્રિસ્પી બની જાય ત્યારે એમાં પા કપ જેટલું પાણી ઉમેરી તરત જ ઢાંકણ ઢાંકી દેવું. ત્રણથી ચાર મિનિટ કે જ્યાં સુધી પાણી બધું ઊડી ન જાય ત્યાં સુધી ઢાંકેલું રાખવું. આ રીતે બધા બનાવી લેવા. હવે આ પોટ સ્ટીકર તૈયાર છે
- 7
આમાં અલગ અલગ પ્રકારનું સ્ટફિંગ ભરી શકાય. અલગ અલગ આકાર ના બનાવી શકાય. ગરમાગરમ પોટ સ્ટીકર્સ સોયા સોસ અને મોમો ની ચટણી સાથે પીરસવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલક છોલે કટ્લેટ
#ફ્રાયએડઆ વાનગી પાલક અને છોલે થી બને છે,જેમના ઘણા પોષ્ટિક તત્વો મળી રહે છે. Jagruti Jhobalia -
વન પોટ સુરતી બિરયાની
#હેલ્થી#indiaઆ બિરયાની માં બધા લીલા શાકભાજી નો ઉપયોગ કર્યો છે તેથી હેલ્ધી પણ છે અને એક જ વાસણ માં બનાવી છે એટલે આસાની થી બની જાય છે. Grishma Desai -
ચીઝી ઉપમા ટિક્કી (Cheesy upma tikki recipe in Gujarati)
ચીઝી ઉપમા ટિક્કી રવા માં થી અથવા તો વધેલા ઉપમા માંથી બનાવી શકાય એવો એક ખૂબ જ સ્વાદિષ્ટ નાસ્તો છે જે લાઈટ મિલ તરીકે પણ પીરસી શકાય. આ ટિક્કી માં ચીઝ ઉમેરવાથી એનો સ્વાદ ખૂબ જ વધી જાય છે અને બાળકોને પણ ખાવાની ખૂબ મજા પડે છે. ઉપરથી ક્રિસ્પી, અંદરથી સોફ્ટ અને ચીઝી એવો આ નાશ્તો ચા-કોફી કે જ્યુસ સાથે પીરસી શકાય.#SD#cookpadindia#cookpad_gu spicequeen -
બીન બરિટો (Bean burrito recipe in Gujarati)
બીન બરિટો એક મેક્સીકન ડીશ છે. મેક્સિકન વાનગીઓ માં મસાલા અને મરચાનો ઉપયોગ થતો હોવાથી ભારતીય વાનગીઓને મળતી આવે છે. મેક્સિકન વાનગીઓ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. બનાવવામાં થોડો સમય લાગે છે પણ એને ખાવાની મજા જ કંઇક અલગ છે.#સુપરશેફ2#પોસ્ટ5#માઇઇબુક#પોસ્ટ30 spicequeen -
મશરૂમ સ્પિનચ કોર્ન ગૅલૅટ (Mushroom Spinach Corn Galette Recipe In Gujarati)
ગૅલૅટ ફ્રેન્ચ પેસ્ટ્રી નું ફ્રી ફોર્મ છે. આ એક ફ્લેટ પેસ્ટ્રી છે જેમાં કોઈ પણ પ્રકારના ટાર્ટ ટીન અથવા તો પાઇ ડીશ ની જરૂર પડતી નથી. ગૅલૅટ બનાવવા માટે પેસ્ટ્રી ને વણીને વચ્ચે ફીલિંગ મૂકીને પેસ્ટ્રી ને એની ઉપર આજુબાજુ બંધ કરી દેવામાં આવે છે. ગૅલૅટ મીઠા અથવા તો નમકીન બંને રીતે બનાવી શકાય. એમાં ફીલિંગ તરીકે અલગ અલગ પ્રકારના ફળ અથવા તો વેજીટેબલ કે ચીઝનું નમકીન ફીલિંગ પણ કરી શકાય. મેં અહીંયા મશરૂમ પાલક અને મકાઈ વાપર્યા છે. આ એક ખૂબ જ સ્વાદિષ્ટ ડિશ છે જે વાર-તહેવારે કે કોઈ પાર્ટીના જમવાના એક ભાગરૂપે બનાવી શકાય.#AsahiKaseiIndia#cookpadindia#cookpad_gu spicequeen -
ચીઝ ચિલી પોપર્સ (Cheese Chilli Poppers recipe in Gujarati)
ચીઝ ચિલી પોપર્સ આપણા મરચા ના ભજીયા થી એકદમ અલગ છે. સામાન્ય રીતે બાળકો મરચા ના ભજીયા ખાવાનું પસંદ કરતા નથી પણ આ ચીઝ ચીલી પોપર્સ માં ચીઝ અને પનીર નું સ્ટફિંગ હોવાથી બાળકોને પણ ખુબ મજા આવે છે. હું ભજીયા ની બહુ મોટી ફેન નથી પણ આ ખાવાની ખરેખર મજ્જા આવી ગઈ.#વીકમીલ3#post4#માઇઇબુક#પોસ્ટ13 spicequeen -
સ્પિનચ ફેટા રાવિઓલી (Spinach feta ravioli recipe in Gujarati)
રાવિઓલી એક ખૂબ જ સ્વાદિષ્ટ ઇટાલિયન પાસ્તા ની ડીશ છે જેમાં ફીલિંગ વાળા પાસ્તા નો ઉપયોગ કરવામાં આવે છે. અલગ અલગ પ્રકારની વેજિટેરિયન અથવા નોન વેજિટેરિયન વસ્તુઓનો ઉપયોગ કરીને ફીલિંગ બનાવી શકાય. મેં અહીંયા પાલક અને ફેટા ચીઝ નું ફીલિંગ બનાવ્યું છે. આ પાસ્તા બટર સૉસ અથવા તો અરાબિઆતા / રેડ સોસ સાથે સર્વ કરી શકાય. રાવિઓલી ને મુખ્ય ભોજન તરીકે ગાર્લિક બ્રેડ સાથે સર્વ કરી શકાય.#prc#cookpadindia#cookpad_gu spicequeen -
પનીર પાલક પીડેહ (Paneer Palak Pide Recipe In Gujarati)
પીડેહ ટર્કિશ બ્રેડ નો પ્રકાર છે જે ટર્કીશ પીઝા તરીકે પણ ઓળખાય છે. પીડેહ બનાવવા માટે પીઝા ની જેમ અલગ અલગ પ્રકારનું ટોપિંગ વાપરી શકાય. આ બ્રેડ નો આકાર નાવડી જેવો હોય છે જેમાં અલગ અલગ પ્રકારનું વેજિટેરિયન કે નોન વેજિટેરિયન ફીલિંગ અને ચીઝનો ઉપયોગ કરી શકાય. મેં અહીંયા પનીર અને પાલક નો ઉપયોગ કર્યો છે અને બીજા પ્રકાર માં પીઝા સોસ, ચીઝ અને ઓલિવ નો ઉપયોગ કર્યો છે.પીડેહ એટલા સુંદર દેખાય છે કે બન્યા પછી એને કાપવાનું જ મન થતું નથી. આ એક ખુબ જ આકર્ષક દેખાતી અને સ્વાદિષ્ટ રેસીપી છે જે પાર્ટી દરમિયાન સર્વ કરી શકાય અથવા તો મુખ્ય ભોજન કે સાઈડ ડિશ તરીકે પણ સર્વ કરી શકાય.#AsahiKaseiIndia#cookpadindia#cookpad_gu spicequeen -
ક્રીમ ઓફ મશરૂમ સૂપ (Cream of mushroom soup recipe in Gujarati)
ઠંડી ના મોસમમાં અલગ-અલગ પ્રકારના સૂપ પીવાની મજા જ કંઈક ઓર છે. આરોગ્યવર્ધક એવા મશરૂમ નું સૂપ બનાવવામાં ખૂબજ સરળ અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ રીતે બનાવવામાં આવતું મશરૂમ સૂપ ક્રિમી અને ફિલિંગ છે. spicequeen -
લીટ્ટી ચોખા(Litti chokha recipe in gujarati)
#ઈસ્ટ_ઈન્ડિયા#week1બિહાર-ઝારખંડપોસ્ટ -1 આ વાનગી બિહાર રાજ્ય માં પ્રખ્યાત છે અને તેમાંથી જ છૂટુ પડેલ ઝારખંડ માં પણ લગભગ એક સરખી જ વાનગીઓ બને છે....થોડો મસાલામાં તફાવત હોય છે...ઘઉંના લોટ થી બનતી લીટ્ટી માં સતુ નું (ભૂંજેલા ચણા નો દળેલોપાવડર) મસાલેદાર સ્ટફિંગ ભરીને ચૂલામાં શેકીને બનાવાય છે અને પછી ધીમે ધીમે ગેસ પર અને ઓવન માં બનવા લાગી...તેની સાથે ચટણી કે સબ્જી જેવું બને છે તેને "ચોખા" કહેવામાં આવે છે જે ટામેટા રોસ્ટ કરીને બનાવાય છે સતુ ને લીધે કેલ્શિયમ અને પ્રોટીન રીચ બને છે..... Sudha Banjara Vasani -
ગાર્લીક પનીર તવા ફ્રાય (Garlic Paneer tava fry recipe in Gujarati)
#GA4#week6#post6#paneer#cookpadindia#cookpad_guપનીર પ્રોટીન થી ભરપૂર અને ખૂબ ગુણકારી હોઈ છે અને એ ખાવાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. પનીર માંથી ફેટ, આયર્ન, કેલ્શિયમ અને મેગ્નેશિયમ પણ મળે છે એટલે પણ વધારે હેલધિયર ચોઈસ છે. અને આ પનીર ને ગાર્લીક સાથે કોમ્બિનેશન કરી ને તવા પર શેલો ફ્રાય કર્યું છે. અને ગરમ ગરમ ટોમેટો કેચઅપ સાથે સર્વ કર્યું છે. આ વાનગી ને સ્ટાર્ટર તરીકે પણ ખાઈ શકાય છે. Chandni Modi -
પનીર પોપકોર્ન (Paneer popcorn recipe in Gujarati)
સામાન્ય રીતે આપણે પનીર પકોડા બનાવતા હોઈએ છીએ પરંતુ આજે પનીરનો ઉપયોગ કરી ને મેં કંઈક અલગ બનાવ્યું છે. પનીર પોપકોર્ન એક તળેલી વાનગી છે જેનું બહારનું પડ એકદમ ક્રિસ્પી હોય છે અને અંદરથી પનીર એકદમ સોફ્ટ હોય છે. આ બાળકોને પસંદ પડે એવી ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી છે જે કોઈપણ પ્રકારની ચટણી, ટોમેટો સોસ અને સાઈડ સેલેડ સાથે પીરસી શકાય.#mr#cookpadindia#cookpad_gu spicequeen -
સરગવા નો સુપ (Drumstick Soup Recipe In Gujarati)
સરગવો માં બહુજ કેલ્સયમ બહું જ હોય...સાંધાના દુખાવા માં સરગવો ખુબજ ઉપયોગી ....હેલ્થી સૂપની મજા માણો.. Jigisha Choksi -
જીંજરા ટીક્કી (Jinjra Tikki Recipe In Gujarati)
શિયાળા માં લીલા ચણા એટલે જીંજરા ભરપૂર પ્રમાણ માં આવતા હોય છે. પ્રોટીન થી ભરપૂર જીંજરા મને તો કાચા જ ભાવે છે. પણ હું તેમાં થી કોઈ ને કોઈ રેસિપિ ટ્રાય જરૂર કરું છું. તો આ વખત હરભરા કબાબ થી પ્રેરણા લઈ મેં આ ટીક્કી બનાવી છે. Komal Dattani -
મોમોસ પ્લેટર
તંદુરી ચીઝ પનીર મોમોસ,હૈદરાબાદી મોમોસ,વેજ મોમોસ,મશરૂમ બ્રોકોલી મોમોસ,મોમોસ ડીપ Jigisha Choksi -
વોલનટ ક્રશડ પનીર (Walnut Crusted Paneer Recipe In Gujarati)
#walnuttwistsઅખરોટ મગજ તથા શરીર ના બાંધા માટે ખુબજ ગુણકારી છે અને પનીર સાથે તેનુ કોમ્બિનેશન ખુબજ સરસ લાગે છે પનીર ના આ સ્ટાટર ને અખરોટ થી મસ્ત એક ક્રીસ્પી ક્રન્ચ મળે છે અને પાણીપુરી નો મસાલો પણ તેને એક ચટપટો ટેસ્ટ આપે છે આ એક ટ્વીસ્ટીંગ રેસીપી છે જરૂર થી ટ્રાય કરો sonal hitesh panchal -
કોર્ન પાલક ટીક્કી (Corn Palak Tikki Recipe In Gujarati)
#MVFવરસાદી માહોલ માં મકાઇ પાલક ની ચટપટી ગરમ ગરમ ટીક્કી ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
સેસમી ટોસ્ટ (Sesame Toast Recipe In Gujarati)
#CookpadTurns6બાળકો ને પાર્ટી માં ખાવાની ખુબ જ મજા પડી જાય એવી આ સ્વાદિષ્ટ વાનગી છે Pinal Patel -
પીનવ્હીલ ચાટ
#વિકમીલ૧ #માઇઇબુક #પોસ્ટ૩હેલ્લો લેડિઝ !!!!! લગભગ બધાના જ ઘરમાં બનતી અને બાળકો થી લઈને વડીલોની ઓલ ટાઈમ ફેવરીટ, બ્રેકફાસ્ટ, લંચ, સ્નેક્સ, ડિનર કોઈ પણ સમયે બનતી ડિશ છે - આલુ પરાઠા. આજે મે એ જ પરાઠાના લોટ અને બટાકાના સ્ટફિંગને એક નવુ સ્વરૂપ આપ્યુ છે અને તેમાંથી એક ચટપટી ચાટ બનાવી છે. તો તમે પણ અચુક ટ્રાય કરજો. #ચાટ #પીનવ્હીલ્સ #પોટેટો Ishanee Meghani -
પનીર મોમોસ (Paneer Momos Recipe In Gujarati)
#GA4#Week6મોમોસ નેપાળી વાનગી છે.જે ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે. પનીર મોમોસ ની રેસીપી લાવી છું.મોમોસ મેંદો અને ઘઉંના લોટ બંને માંથી બનાવી શકાય છે. Sheth Shraddha S💞R -
દલિયા પનીર કબાબ
#દિવાળી#ઇબુક#day29દિવાળી માં મીઠાઈ અને નમકીન સાથે ગરમ નાસ્તા પણ હોય જ છે. જ્યારે તહેવાર માં ખાવાનો અતિરેક જ થતો હોય ત્યારે જો આપણે નાસ્તા ,મીઠાઈ ની પસંદગી સમજણપૂર્વક કરીએ તો સ્વાસ્થ્ય પણ સચવાય.દલિયા-ઘઉં ના ફાડા ના સ્વાસ્થ્ય લાભ થી આપણે અજાણ નથી. આપણે તેની લપસી, ખીચડી વગેરે તો બનવીયે જ છીએ. આજે તેમાં પનીર ને ભેળવી ને એક સ્વાસ્થ્યપ્રદ કબાબ બનાવ્યા છે. Deepa Rupani -
સ્વીટ કોર્ન પનીર પોકેટ્સ (Sweet Corn Paneer Pocket Recipe In Gujarati)
#GA4#Week8#sweetcorn આ ખુબજ ઓછા તેલ મા બનતી વાનગી છે... તથા પનીર નો આમાં ઉપયોગ કર્યો છે... પનીર ઍ પ્રોટીન થી ભરપૂર હોય છે.... આ સ્વાદ મા ખુબજ સરસ લાગે છે... અગાઉં થી થોડી ગણી તૈયારી કરેલ હોય તો આ વાનગી ફટાફટ બની જાય છે. Taru Makhecha -
સ્ટફ દૂધી ઈન પાલક પનીર ગ્રેવી
#ભરેલીઆ રેસીપી મે મુગલાઈ રીતે બનાવી છે અને સ્વાદિષ્ટ બની છે અને માઈક્રોવેવ મા બનાવી છે R M Lohani -
બાજરીનો ખાટો લોટ (Bajari no khato lot recipe in Gujarati)
બાજરીનો ખાટો લોટ એ ખૂબ જ સાદો સરળ અને સ્વાદિષ્ટ નાસ્તો છે. આ એક ઝટપટ બનતી અને હેલ્ધી રેસિપી છે. આપણે એને પસંદગી મુજબ ઢીલો અથવા પાપડી ના લોટ જેવો રાખી શકીએ.#સુપરશેફ2#પોસ્ટ6 spicequeen -
સ્ટફ દૂધી ઈન પાલક પનીર ગ્રેવી
#રેસીપી ચેલેન્જ#ભરેલીઆ રેસીપી મે મુગલાઈ રીતે બનાવી છે અને સ્વાદિષ્ટ બની છે અને માઈક્રોવેવ મા બનાવી છે R M Lohani -
ક્રિસ્પી કોર્ન (Crispy Corn Recipe In Gujarati)
આ વાનગી એક ટેંગી ક્રિસ્પી વાનગી છે...જે મોટે ભાગે દરેક ઉમરના વ્યક્તિ ને ભાવે...વળી,,વરસાદની મોસમ અને ગરમ ક્રિસ્પી મકાઈ નો નાસ્તો.....મજા આવી જાય... Payal Prit Naik -
કોથંબિર વડી (Kothimbir vadi recipe in Gujarati)
#TT2#cookpadgujarati#cookpadindia કોથંબિર વડી એ મહારાષ્ટ્રની એક ખૂબ જ ફેમસ વાનગી છે. આ વાનગી બ્રેકફાસ્ટમાં વધુ સર્વ કરવામાં આવે છે તેમ છતાં પણ આ વાનગીને સાઈડ ડિશ તરીકે પણ સર્વ કરી શકાય છે. આ વાનગી બનાવવા માટે તેના નામ પ્રમાણે તેમાં કોથમીર નો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે હેલ્થની દૃષ્ટિએ પણ આ વાનગી ખૂબ જ પૌષ્ટિક છે અને સાથે સ્વાદિષ્ટ પણ બને છે. Asmita Rupani -
આલુ રવા ચિપ્સ (aloo rava chips recipe in Gujarati)
#આલુ#પોસ્ટ1આલુ, બટેટા, બટાકા કે પોટેટો કાઈ પણ કહો, આ એક એવું કંદમૂળ છે જે દુનિયા ના કોઈ પણ ખૂણા માં મળી જાય છે. કોઈ પણ ભોજન નું અંગ હોય તેમાં બટેટા વાપરી શકાય છે. તેના ફરસાણ બને, તો તેનો શાક માં પણ ઉપયોગ થાય, વળી તેનો ઉપયોગ મીઠાઈ બનાવામાં પણ કરી શકાય. તેની સુકવણી કાતરી વેફર વગેરે પણ બને.બટેટા ને બગડ્યા વિના લાંબો સમય રાખી શકાય છે. એટલે તે રસોડા માં સંકટ સમય ની સાંકળ બની જાય છે. કાઈ પણ વધઘટ થઈ રસોઈ માં, અચાનક મહેમાન આવી જાય કે પછી શાક ના હોય કે ઓછું હોય, બટેટા મદદ માટે હાજર જ હોઈ છે. Deepa Rupani -
ગાર્ડન ફોકાચિયા (Garden focaccia bread recipe in Gujarati)
ગાર્ડન ફોકાચિયા બ્રેડ.... આ મારી લેટેસ્ટ ફેવરિટ છે. બનાવવામાં એકદમ સરળ અને ખૂબ જ સરસ બને છે. એકવાર ટ્રાય કરી જો જો તમને પણ બહુ જ મજા આવશે.#માઇઇબુક#post8 spicequeen -
પાત્રા (Patra Recipe In Gujarati)
ગુજરાતમાં પાત્રા તરીકે ઓળખાતી આ ડિશ મહારાષ્ટ્ર અને ગોવામાં પત્રોડો કે આલુ વડી, કર્ણાટકના કાંઠા વિસ્તારમાં પત્રોડે અને હિમાચલ પ્રદેશમાં પત્રોડું તરીકે ઓળખાય છે.હું પાત્રા બેસન અને જુવારનો લોટ 1/2 1/2 વાપરીને બનાવું છું કેમકે મારી મમ્મી એ રીતે બનાવે છે અને એ રેસીપી થી ખુબ જ સરસ પાત્રા બને છે. પાતરામાં લોટની સાથે સાથે તાજા અને સુકા મસાલા, સિંગદાણાનો ભૂકો, ગોળ અને આંબલી વાપરવામાં આવે છે અને એનું જાડું ખીરું બનાવીને પાત્રા પર લગાડીને એના રોલ બનાવી વરાળથી બાફવા માં આવે છે. બાફેલા પાત્રા પર શિંગતેલ ઉમેરીને તરત પણ ઉપયોગમાં લઈ શકાય અથવા તો એને શેલો ફ્રાય કે ડિપ ફ્રાય કરી ને કે પછી રાઈનો વઘાર કરીને પણ પીરસી શકાય.સ્પાઇસી અને ખાટા-મીઠા સ્વાદવાળા પાત્રા ચા કે કોફી સાથે નાસ્તા તરીકે ખૂબ જ સરસ લાગે છે. ઉનાળાની ઋતુમાં કેરીનો રસ અને પાત્રાનું કોમ્બિનેશન પણ ભોજનમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#cookpadindia#cookpad_gu#MA spicequeen
More Recipes
ટિપ્પણીઓ