પનીર હાંડી કોરમા (Paneer Handi Korma Recipe In Gujarati)

Dipika Bhalla
Dipika Bhalla @cook_1952
Mumbai

#WK4
વિન્ટર કિચન ચેલેન્જ
પનીર હાંડી
રેસ્ટોરન્ટ થી વધારે સ્વાદિષ્ટ, લાજવાબ, સરળ રીતે ઘરમાં ઉપલબ્ધ સામગ્રી થી બનતું પનીર હાંડી. સ્વાદિષ્ટ અને ક્રીમી ગ્રેવી જેં માટી નાં વાસણ માં બનાવવામાં આવે છે. આ ગ્રેવી માં કાંદા, ટામેટા, કાજુ અને ક્રીમ નો ઉપયોગ કરવા માં આવે છે.ઘણી ભારતીય વાનગી કડાઈ અને હાંડી માં બને છે. એ વાનગી નું નામ તેને કયા વાસણ માં બનાવ્યું છે તેના ઉપર થી આપવામાં આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ થી ૩૫ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૧૨૫ ગ્રામ પનીર
  2. ૪ ટેબલ સ્પૂનતેલ
  3. કાંદો લાંબો પાતળો સમારેલો
  4. ટામેટા ક્રશ કરેલા
  5. ૨ નાની ચમચીઆદુ લસણ પેસ્ટ
  6. ૩ ટેબલ સ્પૂનદહીં
  7. કાજુ
  8. લવિંગ
  9. તમાલપત્ર
  10. ૧ નાની ઇલાયચી
  11. ૧ મોટી ઇલાયચી
  12. ૧ તજ
  13. જાવંત્રી
  14. લવિંગ
  15. ૪ મરી
  16. ૧ નાની ચમચીમીઠું
  17. ૧/૪ નાની ચમચીહળદર
  18. ૧ નાની ચમચીલાલ મરચુ પાઉડર
  19. ૧ નાની ચમચીધાણજીરૂ
  20. ૧ નાની ચમચીકાશ્મીરી લાલ મરચું
  21. ૨ નાની ચમચીક્રીમ
  22. ૧ નાની ચમચીકસુરી મેથી
  23. લીલા મરચા
  24. ૧ નાની ચમચીપંજાબી ગરમ મસાલો
  25. ૧ ટેબલ સ્પૂનકોથમીર

રાંધવાની સૂચનાઓ

૩૦ થી ૩૫ મિનિટ
  1. 1

    એક માટી ના વાસણ માં તેલ ગરમ કરવા મૂકો. એમાં પનીર તળી ને પ્લેટ માં કાઢી લો. હવે એ તેલ માં કાંદા બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. એક પ્લેટ માં કાઢી લો.

  2. 2

    હવે ટામેટા ક્રશ કરી એક બાઉલ માં કાઢી લો. હવે તળેલા કાંદા, દહીં અને કાજુ ક્રશ કરી લો.

  3. 3
  4. 4

    હવે કાંદા તળ્યા પછી વધેલા તેલ માં ખડા મસાલા ઉમેરી 1/2મિનિટ સાંતળી લો. હવે આદુ, લસણ ઉમેરી 1/2મિનિટ સાંતળી લો.

  5. 5

    હવે ક્રશ કરેલા ટામેટા ઉમેરો. મિક્સ કરી લો. હવે મીઠું, હળદર, લાલ મરચું, ધાણા જીરૂ, કાશ્મીરી લાલ મરચું ઉમેરી બરાબર મિક્સ કરી લો.તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો.

  6. 6

    હવે કાંદા વાળી પેસ્ટ ઉમેરો. થોડીવાર સાંતળી ૧ કપ પાણી ઉમેરો.

  7. 7

    થોડી વાર ઉકળી ગયા બાદ ક્રીમ, કસુરી મેથી અને પનીર ઉમેરી મિક્સ કરી ૨ મિનિટ ધીમા તાપે થવા દો.હવે ગ્રેવી જાડી થવા આવે ત્યારે પંજાબી ગરમ મસાલો, લીલા મરચા અને કોથમીર ઉમેરી મિક્સ કરી લો.

  8. 8
  9. 9

    હવે પનીર હાંડી તૈયાર છે. સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipika Bhalla
Dipika Bhalla @cook_1952
પર
Mumbai

ટિપ્પણીઓ (30)

Similar Recipes