વેજીટેબલ અપ્પમ

Varsha Karia I M Crazy About Cooking
Varsha Karia I M Crazy About Cooking @cook_varshamanish11

#ઇબુક૧
#39
આ અપ્પમ સ્વાદિષ્ટ, અને હેલ્ધી છે કારણ કે તેલ નો ઉપયોગ ઓછો અને વેજીટેબલ નો ઉપયોગ થયો છે તળવા ને બદલે શેકવા ની હોવાથી વસજન વાળા લોકો ને પણ ખાય શકાય છે

વેજીટેબલ અપ્પમ

#ઇબુક૧
#39
આ અપ્પમ સ્વાદિષ્ટ, અને હેલ્ધી છે કારણ કે તેલ નો ઉપયોગ ઓછો અને વેજીટેબલ નો ઉપયોગ થયો છે તળવા ને બદલે શેકવા ની હોવાથી વસજન વાળા લોકો ને પણ ખાય શકાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિત
3 વ્યક્તી
  1. 1વાટકી વટાણા
  2. 1ગાજર જીણું સમારેલું
  3. 2-3ડૂંગળી જીણી સમારેલી
  4. 1 ચમચીઆદું ની પૅસ્ટ
  5. 1 ચમચીલીલાં મર્ચા ની પૅસ્ટ
  6. 500 ગ્રામરવો કે સૂજી પલાળી રાખો 3કલાક માંટે
  7. 1 ચમચીસુકા ધાણા વાટેલા
  8. 1 ચમચીમરી પાવડર
  9. 1 ચમચીચાટ મસાલો
  10. 2 ચમચીરાય જીરૂ
  11. 1 ચમચીટાટા નાં સોડા
  12. નિમક સ્વાદ પ્રમાણે
  13. તેલ શેકવા માંટે

રાંધવાની સૂચનાઓ

30 મિનિત
  1. 1

    પલાળેલા રવા મા વટાણા, ગાજર, ડૂંગળી, આદું મરચા ની પૅસ્ટ નાખી દો. અને મિક્સ કરી દો.

  2. 2

    હવે ચાટ મસાલો,ધાણા, અને મરી પાવડર નાખી દો. એક વાઘરીયા મા કે કઢાઈ મા બે ચમચા તેલ મૂકી રાય જીરૂ નો વઘાર કરી ખીરા મા નાખી સારી રીતે હલાવી લો અને પછી એક ચમચી ટાટા નાં સોડા નાખી ખુબ ફીટી લો.

  3. 3

    હવે એક અપ્પમ સ્ટેન્ડ લો તેમાં બધા મા જરા જરા તેલ નાખો અને ખીરું ભરી દો ગેસ સાવ ધીમો રાખો અને ઢાંકી દો. થોડી વાર પછી પલટાવી નાખો ચડી જાય એટલે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Varsha Karia I M Crazy About Cooking
પર

ટિપ્પણીઓ

Similar Recipes