ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli shak recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
Nutan Jikaria
Nutan Jikaria @cook_17771219
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

250gm  સમારેલો
  1. 250gm સમારેલો ગુવાર
  2. 1વાટકી ટમેટા પ્યુરી
  3. 1નાનુ બાઉલ ઢોકળી*કાઠીયાવાડી શાક ની ઢોકળી લેવાની
  4. 2ચમચી કાશ્મીરી મરચું
  5. મીઠું સ્વાદ પ્રમાણે
  6. 1ચમચો તેલ
  7. 1ચમચી ધાણા જીરું
  8. 1/2ચમચી હળદર
  9. 1/2ચમચી ગરમ મસાલો
  10. 1ચમચી ખાંડ
  11. લીંબુનો રસ જરૂર મુજબ
  12. સાથે સર્વ કરવા માટે રોટલી અને ખીચડી
  13. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કડાઈમાં 1/2 તેલ મૂકી ગુવાર વઘાર કરો અને હળદર અને મીઠું નાખી મિક્સ કરો. થોડું પાણી નાખી ઢાંકી ધીમા તાપે ચડવા દો.

  2. 2

    હવે બીજી એક કડાઈમાં 1/2 ચમચી તેલ ગરમ કરી તેમાં ટમેટા પ્યુરી વઘાર કરો તેમાં પણ મસાલા કરી બે મિનિટ થવા દો ત્યારબાદ તેમાં વઘારેલો ગુવાર મીક્સ કરો અને થોડીવાર ચઢવા દો જેથી સરસ મસાલા નો ટેસ્ટ સારો આવે અને હવે એ બનાવેલ ઢોકળી નાખી મિક્સ કરો પીરસવા ટાઈમે જ એડ કરવી

  3. 3

    આ શાક ખીચડી અને રોટલીસાથે એકદમ ટેસ્ટી લાગે છે

  4. 4

    એકદમ સોફ્ટ પનીર થી પણ સોફ્ટ અને ટેસ્ટી એવું ગુવાર ઢોકળી નું શાક, ખીચડી અને રોટલી સાથે માણો

  5. 5

    મારા મમ્મી ને મસાલા વાળુ આંખ ને ગમે એવું મસાલા વાળુ ગુવાર શાક ભાવે તો બસ તૈયાર છે સ્વાદિષ્ટ શાક, ખીચડી અને રોટલી તમે પણ એકવાર બનાવજો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Nutan Jikaria
Nutan Jikaria @cook_17771219
પર

Similar Recipes