ઓટ્સ સેન્ડવીચ

Ami Adhar Desai
Ami Adhar Desai @amidhar10

#સુપરશેફ૩
ઓટ્સ માં ફાઈબર અને પ્રોટીન સારા પ્રમાણમાં હોય છે.ઓટ્સ ટેસ્ટ લેસ છે એટલે તેનો જુદી જુદી રીતે ઉપયોગ કરી શકાય. આ સેન્ડવીચ મે સાથે સલાડ નો ઉપયોગ કરી બનાવી છે.ઘઉં ના બ્રેડ નો ઉપયોગ કરી બનાવી છે.ખૂબ જ હેલ્ધી બને છે.વરસાદી વાતાવરણમાં ગરમ અને હેલ્ધી સેન્ડવીચ ખાવાની મજા આવે છે.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૨૫ મીનીટ
૩ વ્યક્તિ
  1. ૧ કપ ઓટ્સ
  2. ૧ કપ બાફેલાં બટાકા નો માવો
  3. ૧ કપ લીલી ચટણી
  4. ૧ પેકેટ ઘઉં ના બ્રેડ
  5. ૧૦૦ ગ્રામ બટર
  6. ૨ ચમચી ઝીણાં સમારેલા કાંદા
  7. ૨ ચમચી ઝીણાં સમારેલા ટામેટાં
  8. ૨ ચમચી ઝીણાં સમારેલા કેપ્સીકમ
  9. ૨ ચમચી મકાઈ ના દાણા
  10. ૨ ચમચી લીલાં મરચાં
  11. ૨ ચમચી કોથમીર
  12. ૧ ચમચી મીઠું
  13. ૧ ચમચી હળદર
  14. ૧ ચમચી લાલ મરચું
  15. ૧ ચમચી સેન્ડવીચ મસાલો
  16. ૧ ચમચી ચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

૨૫ મીનીટ
  1. 1

    એક બાઉલ માં ઓટ્સ ડૂબે તેટલું પાણી સાથે બે કલાક પલાળવા.એક પેનમાં લીલાં મરચાં નાંખી સાતરવા.કાંદા સાતરવા.બધા શાક સાથે સાતરવા.

  2. 2

    ત્યારબાદ ઓટ્સ અને બટાકા નો માવો ઉમેરો.બધા મસાલા ઉમેરો.ઉપર થી કોથમીર નાખો સ્ટફીંગ તૈયાર.

  3. 3

    બ્રેડ ની બે બાજુ બટર લગાવવું.સેન્ડવીચ ક્રીશપી બને છે.એક સાઈડ પર લીલી ચટણી લગાવી દો.

  4. 4

    સ્ટફીંગ લગાવી બીજા બ્રેડ મૂકી સેન્ડવીચ ટોસ્ટ કરવાની.ઓટ્સ સેન્ડવીચ તૈયાર.ટોમેટો સોસ સાથે ઉપયોગ કરી શકાય.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Ami Adhar Desai
Ami Adhar Desai @amidhar10
પર

Similar Recipes