મેંદુ વડા (Meduvada recipe in Gujarati)

#GA4 #Week7
#breakfast
Post - 12
સવારના નાસ્તામાં ગરમાગરમ મેંદુ વડા અને સાંભાર મળી જાય તો બીજું કાંઈ ના ખપે...😊
આમતો આ સાઉથ ઈન્ડિયન ડીશ છે પણ ગુજરાતીઓએ એવી જોરદાર અપનાવી લીધી છે કે જાણે ગુજરાતી વાનગી હોય....પ્રસંગ કે પાર્ટી માં પણ આ વાનગી અગ્રસ્થાને જોય છે...આમ કહેવાય નાસ્તો પણ ફીલિંગ effect આવે...😀
મેંદુ વડા (Meduvada recipe in Gujarati)
#GA4 #Week7
#breakfast
Post - 12
સવારના નાસ્તામાં ગરમાગરમ મેંદુ વડા અને સાંભાર મળી જાય તો બીજું કાંઈ ના ખપે...😊
આમતો આ સાઉથ ઈન્ડિયન ડીશ છે પણ ગુજરાતીઓએ એવી જોરદાર અપનાવી લીધી છે કે જાણે ગુજરાતી વાનગી હોય....પ્રસંગ કે પાર્ટી માં પણ આ વાનગી અગ્રસ્થાને જોય છે...આમ કહેવાય નાસ્તો પણ ફીલિંગ effect આવે...😀
રાંધવાની સૂચનાઓ
- 1
મેં અડદની દાળ અને ચોખા મિક્સ કરીને ધોઈને 6 કલાક પહેલાં પલાળીને રાખેલા છે...સૌ પ્રથમ પલાળેલું પાણી કાઢી નાંખો અને ફરી બે પાણી થી ધોઈ નાખો જેથી તેમાં જે વાસ આવતી હોય છે તે દૂર થઈ જશે...
- 2
હવે આ પલાળેલા દાળ અને ચોખાને મિક્સર જારમાં પીસી લો....જરૂર પડે તો જ એક બે ચમચી પાણી ઉમેરવું....હવે ચોપ કરેલા લીલા મરચા..આદુ..મીઠું..હિંગ ઉમેરી ને 10 થી 15 મિનિટ રેસ્ટ આપો.....પછી હાથ વડે ખૂબ ફીણી લો ફીણવાથી મેંદુ વડા અંદરથી સોફ્ટ અને બહારથી ક્રિસ્પી બને છે....છેલ્લે કોથમીર ઉમેરો...
- 3
આપણું મેં દુ વડાનું ખીરું તૈયાર છે...એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો ગરમ થાય એટલે હાથ સહેજ પાણી વાળો કરી વડાનો shape આપીને ધીમેથી તેલમાં સરકાવી દો... આ રીતે ન ફાવે તો ગરણી ઊંઘી કરીને તેના પર મૂકીને અથવા વડામેકર થી મૂકી શકો....વડાને ક્રિસ્પી ગુલાબી તળી લો..એક પ્લેટમાં કાઢી લો....
- 4
હવે આપણી બ્રેકફાસ્ટ ની રેસીપી તૈયાર છે...સાંભાર અને ચટણી સાથે સર્વ કરો.....👍
Similar Recipes
-
-
-
મેંદુ વડા (Medu Vada Recipe In Gujarati)
મેંદુ વડા એક સાઉથ ની રેસીપી છે જેને સંભાર અને ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. Bhavana Radheshyam sharma -
મેંદુ વડા (Medu Vada Recipe In Gujarati)
#trendદક્ષિણ ભારતીય લોકોની સવારના નાસ્તાની ડીશમાં ઇડલી, ઢોસા, પોંગલ કે ઉત્તાપા ભલે હોય પણ જો તેની ડીશમાં કરકરા સ્વાદિષ્ટ અને પ્રોટીનયુક્ત અડદની દાળના મેદૂ વડા ન હોય તો તેમનો સવારનો નાસ્તો અધૂરો ગણાય છે. સાંભર અને નાળિયેરની ચટણી સાથે પીરસાતા મેદૂ વડા તો તમને ખુબજ આનંદ આપશે. Disha vayeda -
મેંદુવડા (Menduwada recipe in Gujarati)
મેંદુ વડા દક્ષિણ ભારતીય વાનગી છે જે ખૂબ જ લોકપ્રિય છે. મેંદુ વડા સામાન્ય રીતે ફક્ત અડદની દાળનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે પરંતુ મેં અહીં અડદની દાળ, મગની દાળ અને થોડા ચોખા ઉમેરીને બનાવ્યા છે જે ખૂબજ સ્વાદિષ્ટ બને છે. મેંદુ વડા ને સાંભાર અને ચટણી સાથે પીરસવામાં આવે છે. મેંદુ વડા નાસ્તા તરીકે અથવા તો ભોજનમાં પણ પીરસી શકાય.#ST#cookpadindia#cookpad_gu spicequeen -
મેંદુવડા (મેંદુ વડા રેસીપી ઇન ગુજરાતી) (જૈન)
#menduvada#southindian#udaddal#deepfry#breakfast#dinner#CookpadIndia#COOKPADGUJRATI મેંદુ વડા એ સાઉથ ઇન્ડિયા ની ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. જે અડદની દાળમાંથી બનાવવામાં આવે છે. ત્યાં મોટાભાગે સવારના નાસ્તામાં આ વાનગી ગલીએ ગલીએ મળતી હોય છે. આપણા ત્યાં આ વાનગી સવારે નાસ્તામાં તથા સાંજે ડિનરમાં પણ બનાવવામાં આવે છે. મેંદુ વડા ને ત્યાં સવારના નાસ્તામાં મોટાભાગે ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. આ ઉપરાંત જો સાંજે બનાવીએ તો તેને ચટણી તથા સંભાર સાથે સર્વ કરવામાં આવે છે. Shweta Shah -
રવાના ઇન્સ્ટન્ટ મેંદુ વડા(rava instant meduvada recipe in gujarati)
#માઇઇબુક sts 18 હેલો ફ્રેન્ડ્સ આજે હું તમને રવાના ઇન્સ્ટન્ટ મેંદરડા બનાવતા શીખડાવો જેમાં નથી કોઈ દાળ પલાળવાની કે નથી કાંઈ પીસવાની મન થાય ત્યારે આ મેંદુ વડા ઇન્સ્ટન્ટ બની જાય છે. Nipa Parin Mehta -
-
મેંદુ વડા (Medu Vada Recipe In Gujarati)
#STહેલો ફુડી ફ્રેન્ડ્સ....સાઉથ ઇન્ડિયા ની વાત આવે અને મેંદુ વડા રહી જાય તે કેમ ચાલે. તો ચાલો લગભગ મેંદુ વડા અડદ દાળ ના જ બનતા હોય છે એટલે તેમાં પ્રોપર ટાયર જેવો શેપ ના આવે તો ચિંતા નહિ કરવાની. જો તમારે પ્રોપર શેપ જોતો હોય તો ચોખા નો લોટ વધુ લેવો પડે અથવા તો તેના મશીન ની વડા ઉતારવાની ટ્રાય કરવાની. Komal Dattani -
પાનકી(panki recipe in gujarati)
#સુપરશેફ4પાનકી 🙂પાનકી આ ગુજરાત ની બહુ જ ટ્રેડિશનલ અને જૂની ડીશ છે.અને કહું તો વિસરાતી જતી વાનગીઓ માંથી એક che. પહેલાના જમાના માં આંગણાં માં કેળ વાવે. એના પાનનો ઉપયોગ કરીને પાનકી બને. પાનની અંદર બનતી હોવાથી અને પાનકી નામ આપ્યું.બેઝિકલી બને ચોખા ના લોટ થી. એનું ખીરું બનાવીને 2 પાન ની વચ્ચે રાખીને રાંધવાનું. મેં અહીંયા અલગ અલગ દાલ જેમ કે મોગર દાલ, ચણા ની દાલ, અડદ ની દાલ અને ચોખા ના અલગ અલગ ખીરા બનાયા હતા. બધા નો ટેસ્ટ સરસ જ આવે છે. મેં સાથે ચટણી પણ બનાઈ હતી અને સીંગતેલ સાથે પણ સરસ લાગે છે.જે લોકો ડાયટિંગ કરતા હોય એમના માટે બેસ્ટ ઓપ્શન છે. ખાલી રાંધતી વખતે પત્તા ઉપર તેલ લાગવાનું હોય છે તો આ એક સારો ઓપ્શન થઇ શકે. Vijyeta Gohil -
અમદાવાદ સ્પેશ્યલ દાળવડા (Ahmedabad Special Dalvada Recipe In Gujarati)
#KERઆ દાળવડા અમદાવાદ નાં ખુબ જ પ્રખ્યાત છે. એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી છે. Arpita Shah -
મેંદુ વડા(menduvada recipe in gujarati)
મને સાઉથ ઇન્ડિયન બહુ જ ભાવે છે એમાં સૌથી પ્રિય મારા મેંદુ વડા છે Roshni K Shah -
મેંદુ વડા (Mendu Vada Recipe In Gujarati)
#સાઉથમેંદુ વડા એ ફેમસ સાઉથ ઇન્ડિયન ડિશ છે જે ઉપરથી ક્રિસ્પી અને અંદર થી નરમ હોય છે. આ વડા અડદ ની દાળ માંથી બને છે જે સવાર ના નાસ્તા અને snacks તરીકે ખવાય છે. મેંદુ વડા અપડા ભારત ના savoury doughnuts કહી શકાય. Kunti Naik -
દૂધીના ઢોકળા(Dudhi Dhokla Recipe In Gujarati)
#EBWeek9#RC1Yellow recipesરેઇન્બો ચેલેન્જ આ વાનગી પારંપરિક અને ગુજરાતી ઘરો માં બનતી અતિ લોકપ્રિય ડીશ છે બાળકો દૂધીનું શાક પસંદ નથી કરતા એટલે આ રીતે દૂધીના સોફ્ટ ઢોકળા હોંશે થી ખાશે અને ઘણાં પૌષ્ટિક પણ બનશે. Sudha Banjara Vasani -
મેંદુ વડા(Medu Vada Recipe In Gujarati)
મેંદુ વડા : મારા બંને બાળકોનની ઓલ ટાઇમ ફેવરિટ ડિશ😍😊 Radhika Thaker -
વેજ. પનિયારમ (veg. Paniyaram recipe in gujarati)
#સાઉથપનીયારમ એક દક્ષિણ ભારતની વાનગી છે. જે દેશના અન્ય ભાગમાં પણ એટલી જ ફેમસ છે. ચોખા અને દાળ ના મિશ્રણ થી બનતી આ વાનગી બનાવવામાં સરળ અને સ્વાદમાં ટેસ્ટી લાગે છે. બાળકોને ટીફીન માં પણ આપી શકાય છે. પનિયા રમ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. પનીયારમ અલગ અલગ રીતે પણ બનાવી શકાય છે. Parul Patel -
પેસારટ્ટુ (Pesarattu recipe in gujarati)
#સાઉથપેસારટ્ટુ એક દક્ષિણ ભારતની વાનગી છે. તે પ્રોટીનથી ભરપૂર છે. આ વાનગીમાં આખા લીલા મગ અને ચોખાનો ઉપયોગ કરવામાં આવે છે. સવારના બ્રેકફાસ્ટમાં આ વાનગી ખાવાથી દિવસ દરમિયાન તાકાત મળી રહે છે. જેનાથી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી. પેસારટ્ટુ એક પ્રકારના ઢોસા છે. Parul Patel -
મંચુરિયન રાઈસ (Manchurian Rice Recipe In Gujarati)
#CB9 Week-9 મંચુરિયન રાઈસ મંચુરિયન ચાઇનીઝ વાનગી છે. તેમાં ઇન્ડિયન મસાલા ઉમેરી ઇન્ડિયન સ્વાદ અનુસાર સંમિશ્રણ વાનગી બનાવાય છે. શાક ભાજી ઝીણા સમારી, ઇન્ડિયન મસાલા અને ચાઇનીઝ સોસ ઉમેરી મસાલેદાર રાઈસ મુંબઈ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. આ વાનગી લંચ કે ડિનર માં સર્વ કરી શકાય. Dipika Bhalla -
મેંદુ વડા
મેંદુવડા મેં કોઈપણ જાતના આથા વગર બનાવ્યા છે સોડા કે ઇનો દહીં કે છાશ કે કંઈ જ વાપર્યું નથી. આ રીતે મેંદુ વડા બનાવવાથી ખૂબ જ સોફ્ટ અને ક્રિસ્પી વડા થાય છે. Hetal Chirag Buch -
મેંદુ વડા(menduvada recipe in Gujarati)
મેંદુ વડા એ સાઉથ ઈન્ડિયન ડિશ છે જે અડદની દાળમાંથી બનાવવામાં આવે છે તે રાઉન્ડ શેપમાં વચ્ચે છિદ્ર વાળા હોય છે તેને રસમ, સંભાર કે પછી નાળિયેરની ચટણી સાથે પીરસવામાં આવે છે અડદની દાળ માંથી બનતા હોવાથી તેમાં પ્રોટીન અને વિટામિન બી, આર્યન, ફોલિક એસિડ ,કેલ્શિયમ વગેરેનો સારો સ્ત્રોત છે#સુપરશેફ૩#માઇઇબુક#પોસ્ટ૨૮ Sonal Shah -
-
દાળ વડા(Dal vada recipe in Gujarati)
#trend2#week2પોસ્ટ - 2 આ વાનગી આમ તો ગમે ત્યારે બનાવી શકાય છે પરંતુ ગુજરાત માં અને ખાસ કરીને વરસાદ દરમ્યાન ખાસ બનાવવામાં આવે છે...રોડ પર લારી ઓ માં પણ પડાપડી થઈ જાય છે જો મોડા પડ્યા તો તળિયા ઝાટક થઈ જાય...સો કામ બાજુ પર મૂકી અમદાવાદીઓ દાળવડા ની લારીએ પહોંચી જ જાય...😀 ...આજે આપણે ઓથેન્ટિક એવા સ્ટ્રીટ ફૂડ જેવા જ દાળવડા બનાવતા શીખીશું...😋👍 Sudha Banjara Vasani -
-
પાનકી (Panki Recipe In Gujarati)
#EBWeek10Panki આ વાનગી દક્ષિણ ગુજરાત માં ખાસ બને છે...પારંપરિક વિસરાતી વાનગી છે જેને કુકિંગ અને સ્વાદ ના શોખીનો એ અપનાવી લીધી છે...ખાખરા ના અને કેળ ના પાન ઉપર પાથરીને ઉપર બીજું પાન ઢાંકીને પકવવામાં આવે છે....અતિ સ્વાદિષ્ટ અને બનાવવામાં ખૂબ સરળ છે...મારા દાદીજી સાસુએ મને શીખવાડી છે...લસણ વાળી લીલી ચટણી અને કાચા શીંગતેલ સાથે પીરસાય છે Sudha Banjara Vasani -
અડદ અને મગ ની દાળ ના વડા (Adad and Mag ni dal vada Recipe in Gujarati)
#સ્નેક્સવરસાદ ની સીઝન ચાલુ થઈ ગઈ છે એમાં જો ગરમાગરમ દાળવડા કે કોઈ ભજીયા ખાવા મળી જાય તો મજા જ પડી જાય.મેં આ દાળવડા અડદની દાળ અને મગ ની દાળ માંથી બનાવ્યા છે.ખૂબ જ ઓછા સમય માં અને એકદમ ફ્લફી બને છે સોડા વગર પણ. Sachi Sanket Naik -
દહીં વડા (Dahi vada recipe in Gujarati)
#par#cookpadindia#cookpadgujarati પાર્ટી સ્નેકસ આજે મે અડદ ની દાળ નાં દહીંવડા બનાવ્યા છે. અમારે ત્યાં પાર્ટી હોય ત્યારે આ પ્રકાર ના દહીંવડા તો હોય જ. મહેમાનો ને દહીંવડા વગર ની પાર્ટી અધૂરી લાગે. આદુ મરચા ઝીણા સમારેલા, ખાંડેલા આખા લાલ મરચા, ઝીણી સમારેલી મેથી અને હિંગ નું પ્રમાણ વધારે રાખી ને આ દહીંવડા તૈયાર થાય છે. Dipika Bhalla -
રાઈસ ચીલા (Rice Chila Recipe In Gujarati)
#AA2Week2 રાઈસ ચીલા દક્ષિણ ગુજરાતમાં રેગ્યુલર બનતી વાનગી છે કોઈ પણ શાક કે કઠોળ સાથે પીરસવામાં આવે છે..તો મેં ડુંગળી બટેટાની સૂકી ભાજી, સાંભાર અને નાળિયેરની ચટણી સાથે બનાવી છે.દક્ષિણ ગુજરાત ના અમુક રેસ્ટોરન્ટ્સ માં ગરમ ગરમ તૈયાર પણ મળી રહે છે એ થોડા થીક હોય છે મેં ચોખાનો લોટ અને રાંધેલા ભાત ના મિશ્રણ થી બનાવેલ છે. Sudha Banjara Vasani -
સાંભાર સ્ટ્રીટ સ્ટાઇલ (Sambhar Street Style Recipe In Gujarati)
મસાલા ઢોંસા અને ઈડલી નો સાંભાર..Actual સાંભાર માં ઘણા વેજીટેબલ હોય છે પણ સ્ટ્રીટ સ્ટાઇલ સાંભાર ના fix ભાવ હોય છે એટલે લિમિટેડ શાક અને મસાલા નાખીને બનાવતા હોય છે.. Sangita Vyas -
મેંદુ વડા
#ચોખા#India post 7#goldenapron9th week recipeકાબોર્હાડેટ થી ભરપૂર છે. તેમજ સાઉથ ઇન્ડિયન વાનગી માં ચોખા મેઇન ઇનગ્રીડિયન તરીકે ઉપયોગ માં લેવાય છે. હવે તો આપણા ગુજરાતી મેનું માં પણસાઉથ ઇન્ડિયન વાનગી ઓ એ સ્થાન લીધું છે .તો ફ્રેન્ડસ એક એવીજ સાઉથ ઇન્ડિયા ની એક સ્પેશિયલ વાનગી જે સાંભાર અને કોકોનટ ચટણી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે એવી મેંદુવડા ની રેસીપી સાંભાર અને 4 અલગ ચટણી સાથે રજુ કરી છે. asharamparia -
મેંદુવડા (Meduvada Recipe In Gujarati)
એક ટેસ્ટી રેસીપી છે અને સાઉથ ઇન્ડિયન રેસીપી છે ગુજરાતમાં બધા લોકોને ફેવરિટ ઓલ છે મેં આજે ડિનરમાં મેંદુ વડા અને સાંભાર બનાવ્યા છે #CF Kalpana Mavani
More Recipes
ટિપ્પણીઓ (8)