પનીર ભુરજી (Paneer bhurji recipe in Gujarati)

Kajal Mankad Gandhi
Kajal Mankad Gandhi @cook_26378136
Gandhinagar

#trend2
#week2
#paneer bhurji

આ વાનગી મે ટીવી માં વિવિધ શહેર ની મુલાકાત લેવા નો કાર્યક્રમ આવતો હતો.. તેમાં અમૃતસર ની મુલાકાત લેવાનું આવતું હતું. તેમાં ત્યાં ના ઢાબા ની રીત થી બનાવતા હતા તેથી તેમાંથી બનવાની પ્રેરણા મળી...

પનીર ભુરજી (Paneer bhurji recipe in Gujarati)

#trend2
#week2
#paneer bhurji

આ વાનગી મે ટીવી માં વિવિધ શહેર ની મુલાકાત લેવા નો કાર્યક્રમ આવતો હતો.. તેમાં અમૃતસર ની મુલાકાત લેવાનું આવતું હતું. તેમાં ત્યાં ના ઢાબા ની રીત થી બનાવતા હતા તેથી તેમાંથી બનવાની પ્રેરણા મળી...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 200 ગ્રામપનીર
  2. 2 નંગટામેટાં
  3. 2 નંગડુંગળી
  4. 2 નંગલીલાં મરચાં
  5. 2 ચમચીચણા નો લોટ
  6. 1 ચમચીઆદુ લસણ ની પેસ્ટ
  7. 2 ચમચીબટર
  8. 2 ચમચીઘી
  9. 1 ચમચીગરમ મસાલો
  10. 1 (1 ચમચી)હળદર,મરચું,ધાણાજીરું,જીરું
  11. સ્વાદ મુજબ મીઠું
  12. 1 ચમચીતેલ
  13. 1 ચમચીદહીં
  14. કોથમીર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ આપણે એક સ્પેશિયલ પેસ્ટ બનાવશુ.

  2. 2

    તેના માટે એક વાસણ માં 2 ચમચી ઘી મૂકી ને તેમાં 2 ચમચી ચણા નો લોટ નાખી ને હલાવવું... સતત હલાવતા રેહવું.. જેથી તેમાં ગાઠા ન પડે.

  3. 3

    હવે જ્યારે લોટ બરાબર શેકાય જાય પછી તેમાં હળદર, ધાણાજીરું, લાલ મરચા નો ભૂકો, જીરું પાઉડર. આ બધું નાખી ને સરખી રીતે મિક્સ કરવું

  4. 4

    પછી તેમાં અડધો ગ્લાસ પાણી નાખી ને હલાવવું... લોટ માં બધો મસાલો સરખી રીત મિક્સ થઇ જાય પછી તેને એક ડબ્બી માં ભરી લેવું

  5. 5

    આ લોટ ને તમે કોઈ પણ વાનગી બનાવો ત્યારે ગ્રેવીને ઘટ્ટ કરવા માટે વાપરી શકો છો.અને તે 10 15 દિવસ સુધી રાખી શકાય છે.

  6. 6

    હવે એક કડઈમાં 2 ચમચી બટર અને એક ચમચી તેલ લો. તેમાં ડુંગળી નાખી ને સરખી સાંતળવી... પછી તેમાં લીલાં મરચાં ને આદુ લસણ ની પેસ્ટ નાખી ને સરખું સાંતળવું.

  7. 7

    ત્યારબાદ તેમાં ટામેટાં નાખવા. હવે ટામેટાં બરાબર ગળી ન જાય ત્યાં સુધી હલાવતા રેહવુ. પછી તેમાં ચણા લોટ માંથી બનાવેલી પેસ્ટ 2 ચમચી નાખવી.તેને સરખું મિક્સ કરવું. હવે તેમાં અડધો ગ્લાસ પાણી નાખી ને હલાવવું.

  8. 8

    પછી તેમાં હાથે થી મિક્સ કરેલું પનીર નાખવું... પનીર ને ક્યારેય ખમણી ને નહિ નાખવાનું કેમકે ખમણેલું પનીર જલ્દી ઓગળી જાય છે.. ત્યાર બાદ પનીર ને ગ્રેવી સાથે સરખું મિક્સ કરવું.. અને થોડું પાણી નાખી ને 2 4 મિનિટ સુધી ધીમા ગેસ પર ઢાંકીને રાખવું.

  9. 9

    પછી તેમાં ગરમ મસાલો 1 ચમચી દહીં(જો નાખવું હોય તો)અને કોથમીર નાખી ને સરખું મિક્સ કરવું..

  10. 10

    તો તૈયાર છે અમૃતસરી ઢાબા સ્ટાઈલ.. પનીર ભૂરજી..😃😃

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kajal Mankad Gandhi
Kajal Mankad Gandhi @cook_26378136
પર
Gandhinagar

Similar Recipes