દુધી મેથી કોથમીર ના મુઠીયા (Dudhi Methi Kothmir Muthia Recipe In Gujarati)

Iime Amit Trivedi
Iime Amit Trivedi @Amit_cook_1410
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ દુધી
  2. ૨૫૦ ગ્રામમેથી
  3. ૧/૨ કપકોથમીર
  4. ૧ કપઘઉંનો ઝીણો લોટ
  5. ૧ કપચણાનો લોટ
  6. ૨ ટે. સ્પૂન સોજી
  7. ૨ ટે. સ્પૂન વાટેલા આદું-મરચા-લસણ
  8. ૧ ટી સ્પૂનજીરૂ
  9. ૧ ટી સ્પૂનલીંબુનો રસ
  10. ૧ ટી સ્પૂનહળદર
  11. મીઠું સ્વાદ મુજબ
  12. ૧ ટી સ્પૂનખાંડ
  13. ૧ ટી સ્પૂનવરીયાળી
  14. ૧/૨ ટી સ્પૂનખાવાનો સોડા
  15. ૧/૪ ટી સ્પૂનહિંગ
  16. ૧/૨ કપરાંધેલો ભાત
  17. ટે. સ્પૂન દહીં
  18. 👉 વઘાર માટે :-
  19. ૪ ટે. સ્પૂન તેલ
  20. ૧ ટી. સ્પૂન રાઈ
  21. ૧/૨ ટી સ્પૂનજીરૂ
  22. ૨-૩ લીલા મરચા (લાંબા કાપેલા)
  23. ૨ ટે. સ્પૂન તલ
  24. ૧૨ પાંદડા મીઠો લીમડો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ દુધીને ધોઈ છીણી લેવી. મેથીના પાંદડા ચુંટી લેવા. હવે એક મોટી કથરોટમાં દુધી, મેથી, વાટેલા આદુ+મરચા+લસણ તથા કોથમીર લેવા. ત્યારબાદ તેમાં જીરૂ ઉમેરવું.

  2. 2

    ત્યારબાદ લીંબુનો રસ, હળદર, મીઠું તથા ખાંડ ઉમેરવી. પછી બધુ સરસ રીતે મીક્ષ કરવું.

  3. 3

    પછી તેમાં વરીયાળી, ખાવાનો સોડા તથા હીંગ નાખી ભેળવવું.

  4. 4

    હવે તેમાં ઘઉંનો અને ચણાનો લોટ તથા સોજી ઉમેરવા. હવે એક ડીશમાં ભાત અને દહીં મીક્ષ કરવા.

  5. 5

    હવે ભાતને લોટમાં ઉમેરવા. તેના પર તેલ નાખી લોટ બાંધી લેવો.

  6. 6

    હવે ગેસ ચાલુ કરી, તેના પર ઢોકળાના કૂકરમાં પાણી મુકી ગરમ થવા દેવું. અને તેના પર કાણાંવાળી ડીશ મુકી, તેને તેલ લગાવી ગ્રીસ કરી લેવી. હવે તૈયાર કરેલ મુઠીયાની કણકમાંથી લંબગોળ રોલ કરી કાણાંવાળી ડીશમાં ગોઠવવા.

  7. 7

    પછી કૂકરને ઢાંકી ૨૫ મીનીટ ચઢવા દેવું. ત્યારબાદ ચપ્પાથી ચેક કરી લેવું. ચપ્પુ ચોખ્ખું બહાર આવે એટલે ગેસ બંધ કરી, થોડું ઠંડું થવા દેવું.

  8. 8

    હવે મુઠીયાના રોલને ચપ્પાની મદદથી નાના-નાના કાપી લેવા. હવે ગેસ પર નોનસ્ટીકમાં તેલ મુકી, તેમાં રાઈ, જીરૂ, લીલા મરચા, મીઠા લીમડાના પાંદડા અને તલ નાખી હલાવી લેવું.

  9. 9

    હવે તેમાં કાપેલા મુઠીયા નાખી, ખુબ સરસ રીતે મિક્ષ કરવું. જેથી વઘાર બધા મુઠીયા પર સારી રીતે લાગે. ૨-૩ મીનીટ થવા દેવું. (મને મુઠીયા ઉપરથી થોડા ક્રીસ્પી હોય તેવા ભાવે છે. એટલે હું ૫-૭ મીનીટ હલાવીને પછી ગેસ બંધ કરું છું.) આપણા મસ્ત મસ્ત દુધી-મેથી-કોથમીરના મુઠીયા તૈયાર👌👌😋😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Iime Amit Trivedi
Iime Amit Trivedi @Amit_cook_1410
પર

Similar Recipes