મસૂર દાલ ટિક્કી

Nikie Naik
Nikie Naik @cook_24450964

મસૂર દાલ અત્યાર સુધી ફક્ત દાળ બનવવા માટે જ ઉપયોગ કર્યો હતો પણ આજે એમાં કાંદો અને લીલું મરચું નાખી બાફી લઇ ટિક્કી બનાવી જેને કેરીના અથાણાં સાથે અથવા ચટપટા દહીં સાથે બ્રેકફાસ્ટમાં અથવા ફરસાણ તરીકે ખાઈ શકાય છે. મસૂર દાળ પણ ખુબ જ પોષ્ટીક હોઈ છે આ રેસિપીમાં ઓછામાં ઓછું તેલ ઉપયોગમાં લીધું છે.

મસૂર દાલ ટિક્કી

મસૂર દાલ અત્યાર સુધી ફક્ત દાળ બનવવા માટે જ ઉપયોગ કર્યો હતો પણ આજે એમાં કાંદો અને લીલું મરચું નાખી બાફી લઇ ટિક્કી બનાવી જેને કેરીના અથાણાં સાથે અથવા ચટપટા દહીં સાથે બ્રેકફાસ્ટમાં અથવા ફરસાણ તરીકે ખાઈ શકાય છે. મસૂર દાળ પણ ખુબ જ પોષ્ટીક હોઈ છે આ રેસિપીમાં ઓછામાં ઓછું તેલ ઉપયોગમાં લીધું છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ પલાળવા +૪૦ મિનિટ
૧૦ નંગ
  1. ૧ કપમસૂર દાળ
  2. ૧ નંગકાંદો
  3. ૬ લીલું મરચું
  4. ૧ ટે ચમચી હળદર
  5. ૧ ટે સ્પૂનધાણાજીરું
  6. ૧ ટે સ્પૂનલાલ મરચું
  7. ૧ ટે સ્પૂનમીઠું
  8. ૧ ટે સ્પૂનચાટ મસાલો
  9. ૧ ટે સ્પૂનતેલ
  10. ૬ લસણ
  11. ૧ કપબ્રેડ ક્રમ્પ્સ
  12. ૧ ટે સ્પૂનજીરું
  13. ૩ (૪ ચમચી)કેરીના અથાણાંનો મસાલો (મેથી વાળો)

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ પલાળવા +૪૦ મિનિટ
  1. 1

    ૧ કપ લાલ મસૂર દાળ ને બરાબર ધોઈ ૩૦ મિનિટ સુધી પલાળવી

  2. 2

    પલાળેલી મસૂર દાળ ને બરાબર પાણી કાઢી એક કડાઈમાં ૧ ચમચી તેલ લઇ જીરું નાખી કાપેલો કાંદો, કાપેલું લસણ, લીલું મરચું નાખવું. પા કપ પાણી નાખી ૨૦ મિનિટ સુધી થવા દેવું એટલે દાળ ચડી જશે અને પાણી પણ સુકાઈ જશે.

  3. 3

    આ પેસ્ટ ને મિક્ષર માં મિક્ષ કરી ૧ કપ બ્રેડ કર્મપ્સ નાખી બરાબર મિક્ષ કરવું.

  4. 4

    પછી જે શેઈપ માં જોઈએ એ રીતે વાળી લેવું.એમાં વચ્ચે કાણું પાડી એમાં કેરીના અથાણાંનો મસાલો મૂકી ફરીથી ટિક્કી વાળી દેવી.

  5. 5

    એક પેન માં ૧ ચમચી તેલ નાખી શેલો ફ્રાય કરી લેવું. ૧૦ મિનિટ સુધી ધીમા તાપ પર શેકવાથી ટિક્કી ક્રિસ્પી બનશે.

  6. 6

    એક કપ માં કેરી ના અથાણાં નો મસાલો લઇ એમાં ૨ ચમચી તેલ લઇ ચટણી બનાવવી અથવા ચટપટા દહીં સાથે પણ ખાઈ શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nikie Naik
Nikie Naik @cook_24450964
પર

ટિપ્પણીઓ

Similar Recipes